રાજ્યમાં ડોક્ટરનું ભણવું ખૂબ જ અઘરું છે. કારણ કે મેડિકલ કોલેજોમાં ભણવા માટેની સીટો ખૂબ જ ઓછી છે. જ્યારે ડોક્ટર બનવાના સપના ઘણા લોકો જોઈને બેઠા છે. જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થાય છે તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ડોક્ટરનું ભણવાની તક મળતી હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે છે. તેઓને ગુજરાત મુકવાની ફરજ પડે છે..
અથવા તો કોઈ બીજો કોર્સ કરવો પડતો હોય છે. આપણે છેલ્લા છ મહિનાની અંદર અંદર ગુજરાતમાંથી એવા ઘણા બધા ડોક્ટરો ના બનાવો સાંભળ્યા કે જેવો પાસે મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ ક્લિનિક ચલાવતા હોય છે. અને લોકોના સ્વાસ્થ્યને સાથે ચેડા કરતા હોવાની બાબતો પણ સામે આવી હતી.
કોરોનાના સમયમાં ડોક્ટરોએ ભગવાન બનીને દેશના લોકોની મદદ કરી હતી. તેમજ સેવા પણ કરી હતી. કરીને પોતાના જીવને જોખમમાં નાખ્યા બાદ પણ તેઓ દર્દીઓના જીવ બચાવી રહ્યા હતા. પરંતુ હાલ અમુક ડોક્ટરોની એવી કાળી કરતુંતો સામે આવી છે કે, જે સાંભળતાની સાથે જ તમે હચમચી જ હશો..
આવા અમુક લોકોને કારણે ડોક્ટરનું નામ બદનામ થઈ રહ્યું છે. અત્યારે જામનગર શહેરમાંથી રણજીતસાગર રોડ ઉપર પોલીસને મળેલી બાતમી મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પુષ્ધાકધામ સોસાયટીની શેરી નંબર ચાર પાસે એક ડોક્ટર લોકોના આરોગ્ય સાથે છેડા કરતી હોવાની માહિતી સામે આવતા જ પોલીસે ત્યાં છાપો માર્યો હતો.
બાતમીના આધારે છાપો મારતા જણાવ્યું કે, આ ડોક્ટર નું નામ કલ્પેશ જીવરાજભાઈ ઉમરેટિયા છે. તેમજ આ ડોક્ટર પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી છતાં પણ તે ક્લિનિક ચલાવી રહ્યો છે. અને લોકોને મન ફાવે તેમ આડેધડ દવાઓ આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ડિગ્રી વગરના ડોકટરોની લોકોને સાચી દવા આપે છે કે, ખોટી દવા આપે છે. તેનું કોઈ ખ્યાલ રહેતો નથી..
તેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ હેરાન થાય છે. અને જ્યારે લોકોના મૃત્યુ સુધીના બનાવો પણ બન્યા લાગતા હોય છે. ઉંધી દવાની અસરના કારણે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જતું હોય છે. તેમજ દર્દીઓના જીવને પણ ખૂબ વધારે જોખમ રહેલુ હોય છે. પોલીસે આ દવાખાને છાપો મારતાની સાથે જ કેટલાક મેડિકલ સાધનો પણ કબજે કરી લીધા છે..
જેમાં સ્ટેથોસ્કોપ અને બીપી માપવાનું મશીન, ગુલ્કોઝના બાટલા, ઇન્જેક્શનો તેમજ વિવિધ કંપનીઓની એલોપેથીક દવાઓની સાથે મળીને ખૂબ મોટી આંકડામાં મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. પોલીસે આ ડુબલીકેટ ડોક્ટરને પકડી પાડયો છે અને ગુજરાત મેડિકલના હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
આવા ડોક્ટરો પાસેથી સારવાર લેતા જે દર્દીના જીવને પણ જોખમ રહે છે. કારણ કે મેડિકલ ડિગ્રી વગરનો ડોક્ટર લોકોને સાચી દવા આપે છે કે ખોટી દવા આપે છે..? તેની જાણ એ દવાની આડ અસર ઊભી થયા બાદ જ જણાય છે. આ ડોક્ટર આસપાસના વિસ્તારોમાં ખૂબ જ નામચીન ડોક્ટર હોવાની માહિતી પણ સામે આવી છે. કેટલાય લોકોએ આ ડોક્ટર પાસેથી અગાઉ પણ દવા લીધી હશે. પરંતુ શું એ દવા એ લોકોના જીવનને જોખમમાં મૂકે છે કે નહીં એ પણ વિચારવા લાયક સવાલ બની ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]