રાજ્યમાં ડોક્ટરનું ભણવું ખૂબ જ અઘરું છે. કારણ કે મેડિકલ કોલેજોમાં ભણવા માટેની સીટો ખૂબ જ ઓછી છે. જ્યારે ડોક્ટર બનવાના સપના ઘણા લોકો જોઈને બેઠા છે. જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થાય છે તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ડોક્ટરનું ભણવાની તક મળતી હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે છે. તેઓને ગુજરાત મુકવાની ફરજ પડે છે..
અથવા તો કોઈ બીજો કોર્સ કરવો પડતો હોય છે. આપણે છેલ્લા છ મહિનાની અંદર અંદર ગુજરાતમાંથી એવા ઘણા બધા ડોક્ટરો ના બનાવો સાંભળ્યા કે જેવો પાસે મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ ક્લિનિક ચલાવતા હોય છે. અને લોકોના સ્વાસ્થ્યને સાથે ચેડા કરતા હોવાની બાબતો પણ સામે આવી હતી.
કોરોનાના સમયમાં ડોક્ટરોએ ભગવાન બનીને દેશના લોકોની મદદ કરી હતી. તેમજ સેવા પણ કરી હતી. કરીને પોતાના જીવને જોખમમાં નાખ્યા બાદ પણ તેઓ દર્દીઓના જીવ બચાવી રહ્યા હતા. પરંતુ હાલ અમુક ડોક્ટરોની એવી કાળી કરતુંતો સામે આવી છે કે, જે સાંભળતાની સાથે જ તમે હચમચી જ હશો..
આવા અમુક લોકોને કારણે ડોક્ટરનું નામ બદનામ થઈ રહ્યું છે. અત્યારે કચ્છના ગાધીધામમાંથી સામે આવ્યો છે. જ્યાં જવાહરનગર પાસે સર્વિસ રોડ પર એક ડોક્ટર દવાખાનું ચલાવે છે. તે છેલ્લા 2 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. અને પોતાની પાસે માત્ર ધોરણ 12 પાસનું રીઝલ્ટ જ છે.
કોઇપણ ડીગ્રી વગર તે લોકોની સારવાર કરતો હતો. જે દર્દીઓ તેની પાસેથી સારવાર કરાવે તેને ઉલટી અસર પણ થતી હતી અને હાલત ખુબ જ ખરાબ થઈ જતી હતી. આવા બોગસ ડોક્ટરના કારણે ક્યારેયક કોઈકનો જીવ પણ જતો રહે છે. પોલીસને ખબર મળતા જ તેના દવાખાના માંથી ઘણી બધી ચીજવસ્તુઓ પણ પકડી પાડી છે..
જેમાં4,500 રૂપિયાના મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો તેમજ દવાઓની સાથે સાથે કુલ 1,420 રૂપિયાની રોકડ મળી કુલ રૂ.5,920 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે. હકીકતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ. આ નકલી ડોક્ટરનું નામ સમરેશ રૂપકુમાર વિશ્વાસ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]