Breaking News

આ દાદીમાં એ મોરબી દુર્ઘટનામાં ભગવાનનું રૂપ ધારણ કરીને બચાવી લીધા 3 બાળકોના જીવ, નજર સામે જીવની ભીખ માંગતા બાળકોને પોતાની સાડી ઉતારીને….

મોરબીમાં બનેલી ખૂબ જ દુઃખદ અને ખૂબ જ માઠી ઘટનામાં 140 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 150 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. કોઈ પરિવારના સાત સભ્યના મૃત્યુ થયા છે. તો કોઈ પરિવારના 12 સભ્યોના મૃત્યુ થયા છે. તો અમુક પરિવાર આખાને આખા જ ખલાસ થઈ ગયા છે..

આ તમામ મૃતકોના ચહેરા હજુ પણ લોકોની નજર સામે આવી રહ્યા છે. કારણકે જે વ્યક્તિ માત્ર થોડા જ મીનીટો પહેલા હસતા ખેલતા હતા અને બ્રિજ ઉપર મજા માણી રહ્યા હતા, તે તમામ લોકો પુલ તૂટવાને કારણે નદીમાં ખાબકી ગયા હતા અને ડૂબી જવાને કારણે આ તમામ લોકોના મૃત્યુ થયા હતા.

આ ઘટના જ્યારે બની ત્યારે કેટલાક લોકો ત્યાં રહીને વિડીયો ઉતારવા લાગ્યા હતા, તો કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં નાખીને પણ આ તમામ દુર્ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિને બચાવવા માટે લાગી પડ્યા હતા. લોકોને જીવન અને મરણ વચ્ચે નદીની અંદર મરણ ચીસો પાડતા જોઈને ઘણા બધા લોકો તેને બચાવવા માટે પહોંચી ગયા હતા..

જેમાં જયાબેન પ્રભુભાઈ બોઘાની નામના દાદીમાં પણ ત્યાં પહોંચી ગયા હતા. અને તેઓએ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર તાત્કાલિક પોતાની સાડી કાઢીને ત્રણ નાના સંતાનોને સાડીમાં વીટાળીને બહાર કાઢી નાખ્યા હતા. આ ઘટનાની જાણકારી આપતા જયાબેનના દીકરા વિક્રમભાઈ જણાવ્યું હતું કે, તેમની માતા ખૂબ જ બહાદુર બનીને ત્રણ બાળકોના જીવ બચાવ્યા છે..

આ સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે, વિક્રમભાઈની 19 વર્ષની બહેનને તરતા આવડતું હોતું નહીં મારી માતા મારી સગી બહેનને તો બચાવી શકે નહીં, પરંતુ અન્ય ત્રણ બાળકોને બચાવી લીધા હતા. વિક્રમભાઈની સગી બહેનની લાશ આ નદીમાંથી અંદાજે રાતના બાર વાગ્યા આસપાસ મળી હતી.

આ વડીલ દાદીની હિંમતની સૌ કોઈ લોકો ખૂબ જ વાતચીત કરી રહ્યા છે કે, જ્યારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે કયો વ્યક્તિ કયા વ્યક્તિને બચાવશે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ત્યારે આ દાદીમાં એ ખૂબ જ હિંમત દેખાડી હતી અને પોતે પહેરેલી સાડી કાઢીને તેમાં ત્રણ સંતાનોને લપેટીને બહાર લઈ આવ્યા હતા..

અને તેમનો જીવ બચાવી લીધો હતો. આ સાથે સાથે એક યુવકે પોતાના એકલા હાથે અંદાજે 50 કરતાં વધારે લોકોનો જીવ બચાવ્યો હતો. આવી મોટી દુર્ઘટના બની હોય ત્યારે સેવાના કામ કરનાર આવા સાહસિકોને ક્યારેય પણ લોકો ભૂલી શકશે નહીં, કારણકે તેઓએ પોતાના જીવને જોખમમાં નાખીને કેટલાય વ્યક્તિઓના જીવ બચાવ્યા છે..

તેમની આ સાહસિકતાને 100-100 સલામ છે. હકીકતમાં જ્યારે માનવતા ચારેકોરથી પોકારતી હોય ત્યારે મદદ કરવી તેને જ સાચું જીવન કહેવાય છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાની કામગીરીમાં વ્યસ્ત હતા. પરંતુ આવી ઘટના બને ત્યારે બધી જ વસ્તુઓને બાજુ પર મૂકીને માણસનો જીવ બચાવવા માટે કૂદી જવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *