આ છે હીરામાંથી બનેલી ગણેશજીની 600 કરોડની મૂર્તિ, જાણો શું છે તેનો ઈતિહાસ…

તમે આજ સુધી ગણેશજીની અલગ અલગ ઘણી બધી મૂર્તિઓ જોઈ હશે. પાંદડામાંથી બનેલી , માટી માંથી બનેલી, કોઈકતો વળી ફળ અને ડાયફ્રુટમાંથી પણ બનાવે છે. પરતું હીરાના પથ્થરમાંથી બનેલી પેહલી વાર જોશો. જી હા મિત્રો આજે અમે તમને જણાવીશું ખુબ જ કીમતી મૂર્તિ વિષે જે હીરામાંથી બનેલી છે.

તમે જાણતા હશો કે સુરત એ હીરાનગરી તરીકે ઓળખાય છે. સુરતના હીરા વેપારી કનુભાઈ આસોદરિયા પાસે 600 કરોડની રકમની હીરાની એક મૂર્તિ છે જે ગણેશજીનો આકાર ધરાવે છે. ગણેશજીના ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વભરમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે. તો આ મૂર્તિ એક ગુજરાતી પાસે જ છે.

કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. તેને ઘડવામાં આવી નથી. કનુભાઈએ પોતાના ઘરે જ આ ગણપતિની સ્થાપના કરી છે. તે એક રફ ડાયમંડ છે.

કનુભાઈ છેલ્લા 30 વર્ષથી વિદેશમાંથી કાચા ડાયમંડની આયાત કરે છે. કનુભાઈના પિતા પણ આ રફ ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા હતા. તેઓએ 12 વર્ષ પહેલા બેલ્જીયમથી રફ હીરા મંગાવ્યા હતા. તે હીરા સુરત પહોચ્યા બાદ તેને ખોલીને જોયા તો તેમાંથી એક હીરાનો આકાર ગણેશજીની મૂર્તિ જેવો જ હતો. આ જોઈને કનુભાઈનો પરિવાર ચકિત થઈ ગયો.

અને આ ડાયમંડને ગણેશજીનું સ્વરુપ માનીને ઘરે જ તેની સેવા કરવાનો નિર્ણય લીધો હતો. આ ડાયમંડની મૂળ કિંમત 600 કરોડ રૂપિયા છે. આ હીરાને તેઓએ સર્ટિફાઈડ કરાવયો છે. તેને કિંમતમાં ગણીએ તો તે દુનિયાની દુર્લભ વસ્તુ છે. કનુભાઈનો પરિવાર રોજ તેની પૂજા કરીએ છીએ.

ગણેશોત્સવમાં મૂર્તિની ખાસ પૂજા થાય છે. આ ગણેશજીની પૂજા અન્ય લોકો પણ કરી શકે છે. વિદેશથી પણ અનેક લોકો આ ગણપતિના દર્શને આવે છે. આ પરિવારને અત્યાર સુધી 600 કરોડ રૂપિયાની ઓફર આવી ચૂકી છે. પરંતુ અસોદરિયા પરિવાર તેને વેચવા નથી માંગતું. આ મૂર્તિનું મૂલ્ય 600 કરોડ અંકાયું છે. તેથી તે કોહિનુર કરતા પણ વધુ કિંમતી છે તેવુ કહી શકાય. કેમ કે, કોહિનૂરનું વજન 105 કેરેટ છે, જ્યારે કે આ મૂર્તિનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment