આ ચાર દિવસો ગુજરાત માટે ખુબ ભારે.! આ વિસ્તારોમાં પડશે તોફાની માવઠા.. જાણો…

ચોમાસાની સીઝન પૂર્ણ થઇ ગઇ છતાં પણ એક પછી એક એમ વારંવાર માવઠાની આગાહી હવામાન વિભાગ તેમજ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવે છે. જે મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માવઠાથી થયા હતા. જેના લીધે ખેડૂતોને અઢળક નુકસાન થયું છે.

આ વર્ષનું ચોમાસું ખૂબ અનિયમિત રહ્યું હતું. તેમજ વરસાદ કોઈક જગ્યાએ સાંબેલાધાર વરસ્યો છે અને અમુક જગ્યાએ સાવ ઓછો વરસ્યો છે. આનું એક મોટું કારણ એ છે કે બંગાળના ઉપસાગર તેમજ અરબ સાગરમાં પણ હળવા દબાણ વારંવાર પેદા થાય છે. જેના લીધે વરસાદી વાદળો અનિયમિત રીતે વરસે છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ચાર દિવસોમાં બંગાળના ઉપસાગર તેમજ અરબ સાગરમાં અતિશય ભેજના લીધે પશ્ચિમી વિક્ષેપ ની અસર થશે. જેના લીધે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રના દરિયા કિનારો અને તેલંગાણાના દરિયાકિનારે હવામાનમાં અચાનક પલટો આવશે..

તેમજ 16 તારીખે બંગાળના ઉપસાગરમાં હળવા દબાણને લીધે 17 તારીખથી 20 તારીખ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની માવઠાઓ આવશે તેવી આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, આણંદ, નડિયાદ, ભરૂચ, વડોદરા, અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો દેખાશે.

ત્યારબાદ તોફાની માવઠું વરસશે. આ કમોસમી માવઠા વીજળીના કડાકા અને ભડાકા સાથે આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉપગ્રહ પ્રચંડ નારીમાં પ્રવેશ્યા છે. જેના લીધે 18 તારીખથી લઇને 21 તારીખ સુધી માવઠાઓનો કહેર યથાવત રેહશે..

તેમજ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉત્પન્ન થશે જેના લીધે ઉત્તરીય પર્વતોમાં ભારે હિમવર્ષા થશે. તેના લીધે સમગ્ર દેશમાં ઠંડીનું ભારે મોજું ફરી વળશે. આ માવઠું ન થાય તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે..

કારણ કે આ વર્ષે કમોસમી માવઠા પહેલેથી જ વસી ગયા છે. જેના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમજ ચોમાસાની સિઝન દરમિયાન પણ ગાન્ડો તુર વરસાદ વરસતા પાક.માં ધોવાણ થયું છે. તેથી આગામી સમયમાં ખેતરોમાં બચેલા આધેડ પાક ને નુકસાન ન થાય તેવી સૌ કોઈની આશા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment