ઘણા વ્યક્તિઓ માં હિંમત કૂટીને ભરેલી હોય છે કે તેઓ શારીરિક રીતે કોઈને પહોંચી વળે નહીં. પરંતુ તેઓના મનમાં એટલો બધો જુસ્સો ભરેલો હોય છે કે તેની હિંમતને કારણે જ સામે વાળા લોકો નીચે બેસી જાય છે. આ પ્રકારની હિંમત અને જૂનુન દરેક વ્યક્તિઓમાં જોવા મળતું નથી પરંતુ જે વ્યક્તિઓમાં આ પ્રકારની હિંમત અને જુનુન હોય છે..
તેઓ ભલે ગમે એટલા ઘરડા થાય પરંતુ તેઓના સ્વભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તેઓ હંમેશા અન્ય સામે લડવા માટે તૈયાર થઈ જતા હોય છે. તેઓને કોઈ પણ પ્રકારના મોટીવેશનની પણ જરૂર પડતી નથી. આવા જ પ્રકારનો એક દાખલો રાજકોટના 90 વર્ષના ઉંમરના એક દાદી એ લોકોની સામે બેસાડ્યો છે.
રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં અટીકા શેરી આવેલી છે. તેમાં મુકીબેન જુગાભાઇ ખંડેખા નામના દાદી રહે છે. તેઓ છેલ્લા 50 વર્ષથી રાજકોટમાં રહે છે. તેઓની ઉંમર ૯૦ વર્ષની છે. અને તેઓ મોરબીના ખીરસરા ગામના વતની છે. આ દાદીની હિંમત એટલી બધી વધારે છે કે તેની સામે કોઈપણ લબરમૂછિયાવો આવતા પહેલા સો વખત વિચાર કરે છે..
દાદી અટીકા શેરીના સૌથી હિંમતવાન દાદી છે. 90 વર્ષની ઉંમર છે છતાં પણ તેમની સાથે વાત કરતાં તમને જરાય પણ અહેસાસ નહીં થાય કે તેઓ ખૂબ જ ઘરડા છે. તેઓની હિંમત અને સાહસ જોતા એવું લાગે કે જાણે કોઇ યુવાન મહિલા જ હોય તેઓની તલવારબાજી જોઈને ભલભલા લોકો પીગળી જાય છે..
અને વિચારવા પર મજબૂર બની જાય છે કે આખરે દાદી ની ઉંમર ૯૦ વર્ષની થઈ છતાં પણ તેમના આટલી બધી તાકાત છે એ બાબત સારી કહેવાય. આ દાદી મૂકી બહેને જણાવ્યું હતું કે તેઓ જ્યારે પોતાના ગામડે પશુઓને ચરાવવા માટે જતા હતા ત્યારે તેમની પાસે રહેલી લાકડીને એવું અવારનવાર ફેરવતા હતા.
એટલા માટે તેઓ ધીમે ધીમે તલવાર સમણવાનું પણ શીખી ગયા હતા. તેઓએ એક હાથે નહી પરંતુ બંને હાથે તલવાર લઈને તો સમણતા હતા જે જોઈને સૌ કોઈ લોકોને સાક્ષાત વીરાંગના લાગતી હતી. તેની હાથને ઝડપને જોઈને કોઈપણ વ્યક્તિ બોલી ઉઠે કે શું આ 90 વર્ષના દાદી છે..?
એક દિવસ તેમની સામે બે યુવકો નશામાં ધૂત બનીને પાનના ગલ્લે આવી પહોંચ્યા હતા. અને નશો કરવા માટે પાણીના ગ્લાસમાં ગયા હતા. પરંતુ દુકાનદારે કોઈ કારણોસર ગ્લાસ આપવાની મનાઇ કરી દીધી હતી. એટલા માટે આ નશાનો યુવકો દુકાનના માલિક સાથે ધમાલ કરવા લાગ્યા હતા..
આ તમામ દ્રશ્ય જોયું અને તેઓએ હાથમાં લાકડાનો ધોકો લીધો હતો. અને જોરદાર સાંભળતાની સાથે જ બંને યુવકોને ઊભી પૂંછડીએ ભગાડયા હતા. આજે તારીખ સુધીમાં તેમની શેરીમાં કોઈપણ તોફાની તેમજ અસામાજિક તત્વો લુખા ગીરી અને દાદાગીરી કરવા માટે આવે તો તેઓ દાદી ને સામે જોતાની સાથે જ ભાગી જાય છે.. આ દાદીનું નામ સાંભળતાની સાથે જ ભલભલા લોકોમાં ડર બેસી જાય છે. કારણ કે તેની હિંમત સાહસ અને જૂનુન જોઈને સૌ કોઈ લોકો હચમચી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]