Breaking News

85 વર્ષની જીવતી ડોશીને મરેલી સમજી લેતા થયું એવું કે અધિકારીઓ દોડતા થઈ ગયા, ડોશી માં એ તો પરસેવો છોડાવી દીધો..!

અત્યારે 85 વર્ષના જીવતા ડોશીમાં આમથી આમ હડિયાપાટીએ ચડી ગયા હતા. રોજબરોજના જીવનની અંદર આપણી સાથે અમુક વખત કોઈ એવી વિચિત્ર ઘટના ઘટી જતી હોય છે, જે આપણને હેરાન પરેશાન કરી મૂકે છે. 85 વર્ષની ઉંમરમાં નિવૃત્તનું પેન્શન ઉપર જીવન જીવતી આ ડોશીમા અચાનક જ હાફળા ફાફળા થઈ ગયા હતા..

આ બનાવ રાજસ્થાનનો છે, 85 વર્ષના આ ડોશીમાંને બેન્ક એકાઉન્ટની અંદર છેલ્લા ઘણા વર્ષોથી નિવૃત્તનું પેન્શન આવતું હતું અને આ પેન્શનની રકમથી તેમનું જીવન ચાલતું હતું, દરેક મહિનો પૂર્ણ થતાની સાથે જ તેમના બેન્ક એકાઉન્ટની અંદર પેન્શનની રકમ આવી જતી હતી, આ રકમની મદદથી તેઓ સમગ્ર મહિના દરમિયાન ખાવા પીવાની ચીજ વસ્તુ તેમજ..

રહેવાના ભાડા સહિતના ખર્ચાઓ તેમાંથી કાઢતા હતા, અંદાજે એક મહિનો વીતી ચૂક્યો છતાં પણ તેમના ખાતામાં પેન્શન આવ્યું નહીં ત્યારે 85 વર્ષના ડોશીમાને ચિંતા થવા લાગી હતી કે, એવું તો શું થયું હશે કે તેમના ખાતાની અંદર પેન્શન ની રકમ જમા થઈ નથી. એટલા માટે તેઓ તરત જ તપાસ કરાવી તો ખબર પડી કે ઉપરથી જ તેમના ખાતાની અંદર હવે પેન્શન ક્યારેય પણ નહીં આવે..

તેવું જણાવી દેવામાં આવ્યું છે, કારણ કે 85 વર્ષની મહિલા મૃત્યુ પામી ચૂકી છે અને મૃત વ્યક્તિઓને ક્યારે પણ પેન્શન આપવામાં આવતું નથી. ડોશીમાએ ત્યાં બેઠેલા અધિકારીઓને જણાવ્યું કે, તે તેમની સામે ખુદ જીવતી હાલતમાં બેઠેલી છે. છતાં પણ કયા વ્યક્તિએ તેને મૃત સમજી લીધી છે, તે ખબર પડતી નથી..

આમાં અક્કલ વગરના અધિકારીઓને ઘર ભેગા કરી દેવા જોઈએ કારણકે તેઓ હજુ પણ જીવે છે, પરંતુ સરકારી ચોપડાઓમાં તેમને મૃત જાહેર કરી દઈ તેમના નામે આવતા પેન્શનની રકમને બંધ કરી દેવામાં આવી હતી. અધિકારીઓને લઈને 85 વર્ષના ડોશીમાં ખૂબ જ દુઃખી થયા હતા અને તેઓએ હોશ ગુમાવી બેસી અધિકારીઓને ઓફિસની અંદર જ ખખડાવી નાખ્યા હતા..

પરંતુ કોઈ પણ અધિકારી તેમની વાત માનવા માટે તૈયાર હતું નહીં, તેઓએ આ બાબતને લઈને ફરિયાદ પણ નોંધાવી હતી કે, તેઓ હજુ પણ જીવી રહ્યા છે. છતાં પણ સરકારી ચોપડે તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે, અને તેમના ખાતામાં આવતી પેન્શનની રકમ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોઈપણ જગ્યાએથી જવાબ મળવાનો બંધ થઈ ગયો ત્યારે..

હેરાન પરેશાન થઈને અંતે કંટાળી ગયેલા ડોશીમા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે ગયા હતા અને જણાવ્યું કે, તેઓને પોતાનું ડેથ સર્ટિફિકેટ જોઈએ છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ અત્યારે જીવી રહ્યા છે. તો કેવી રીતે તેમને ડેટ સર્ટિફિકેટ આપી શકાય ડોશીમા એ વખતે જણાવ્યું કે, હું તમારી સામે જીવી રહી છું છતાં પણ મને મૃત જાહેર કરી દેવામાં આવી છે..

અને મારા નામ પર આવતું પેન્શનની રકમ પણ બંધ કરી દેવામાં આવી છે, જો મને આ બાબતનો ન્યાય ન મળે ત્યાં સુધી હું અહીંથી ઊભી થઈશ નહીં અને આ બાબતે હું કાયદેસરની કાર્યવાહી પણ કરવા માગું છું. ડોશીમા ની આ વાત સાંભળીને મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ધોરણે દોડતા થઈ ગયા હતા..

સૌ કોઈ લોકોને પરસેવો છોડાવી દીધો હતો કે, આવડી મોટી ભૂલ કયા વ્યક્તિથી થઈ હશે. તપાસ કરી ત્યારે ખબર પડી કે, ડેટાબેઝનું હેન્ડલિંગ કરનારા એક વ્યક્તિથી ભૂલ થઈ ગઈ અને તેણે અંદાજે ઘણા બધા વ્યક્તિઓને મૃત જાહેર કરી તેમના નામે આવતી પેન્શનની રકમને બંધ કરી દીધી હતી..

ડોશીમાએ ઘણી બધી મહેનત કરી અને ઘણા બધા ધક્કાઓ પણ ખાધા પરંતુ અંતે પોતાનો ન્યાય મેળવીને જ તેઓ શાંત બેઠા હતા, જ્યારે આ ઘટના વિશે સૌ કોઈ લોકોને ખબર પડી ત્યારે તેઓ પણ હોશ ઉડી ગયા હતા કે, અધિકારીઓનો આ તો કેવો મોતનો અનોખો ખેલ છે કે, પેન્શન ન આપવું પડે એટલા માટે તેઓ જીવતા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી સરકારી ચોપડે અપડેટ કરી નાખે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *