નાના બાળકો પોતાના રમતિયાળ સ્વભાવને કારણે ખૂબ પ્રખ્યાત હોય છે તેમની બાળપણની ચંચળતા જ તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પણ ખૂબ મોટો ફાળો આપતી હોય છે બાળકો જ્યારે રમતા હોય છે ત્યારે તેમની શારીરિક પ્રક્રિયામાં વિકાસ ખૂબ જ ઝડપથી બનતો હોય છે છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી અને લોકડાઉન જેવી ઘટના બાદ બાળકોને મોબાઈલ અને ઈન્ટરનેટ પ્રત્યે આકર્ષણ સતત અને સતત વધતું રહ્યું છે.
તેના કારણે તેઓ બહાર નવમા ધોરણમાં રમવાનું ટાળ્યું છે પરંતુ કેટલાક બાળકો સતત ને સતત મહાન વિસ્તારમાં રખડ્યા કરતા હોય છે જેના કારણે કેટલીકવાર તો તેમના માતા-પિતાને પણ ખ્યાલ નથી હોતો કે તેનો બાળક કયા જગ્યા પર રમી રહ્યો છે અને તેના કારણે જ ઘણી વખત બાળકની પણ સમજણ કે ભૂલ ને કારણે ખૂબ મોટું પરિણામ પણ પરિવારના તમામ સભ્યોને ભોગવવું પડતું હોય છે.
આ પ્રકારની જ એક ઘટના હાલ બનવા પામી છે જેની વાત કરવામાં આવે તો પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગદ્દીવાલા વિસ્તારના બૈરામપુરના ચંબોવાલ ગામમાં બની છે. આ ગામમાં એક પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહ્યું હતું. આ પરિવારમાં માતા-પિતા અને તેમનો બાળક ઋત્વિક રહેતા હતા અને ઋત્વિક ની ઉંમર 6 વર્ષની હતી. ઋત્વિક એક દિવસ તેના માતા-પિતા સાથે ખેતરે ગયો હતો.
જે સમયે ઋત્વિક ખેતરમાં રમતો હોય છે પરંતુ અચાનક જ રમતા-રમતા એક કૂતરું તેમની પાછળ પડે છે. અને આ કુતરાથી ડરીને ઋત્વિક બૂમાબૂમ કરતો દોડી જાય છે. અને ઋત્વિકની બુમો બાજુના ખેતરના કામ કરતા લોકોએ સાંભળી હતી. અને તેમણે કુતરાને ભગાડવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ કૂતરો જતું નથી. અને ઋત્વિકને જોઈને દોડે છે.
પાછળ પડેલ કૂતરાના ડરને કારણે પોતાના બચાવ માટે ઋતિક દોડતો-દોડતો તેમના ખેતરમાં બોરની અઢી ફૂટની ઉંચી પાઇપ ઉપર ચડી જાય છે. બોર ઉપર કોથળો મુકેલો હોય છે પરંતુ ઋત્વિક ડરને કારણે અને અણસમજને કારણે તેના ઉપર ચડી જાય છે. કોથળો ધીમે ધીમે બાળકના વજન ને કારણે અંદર જવા લાગે છે અને ઋત્વિક કોથળો અંદર જતાની સાથે જ બોરમાં જતો રહે છે.
જ્યાં સુધી કોથળો પાણીમાં હતો ત્યાં સુધી ઋત્વિક ઉપર તરફ દેખાઈ રહ્યો હતો. પરંતુ જેમ-જેમ કોથળો પાણીમાં નીચે જતાં ઋત્વિક નીચે તરફ બોરમાં જતો જાય છે. આ બોર 80 ફુટ ઊંડો હતો. ત્યારબાદ ઋત્વિકને બોરમાં પડતા બાજુના ખેતરવાળા લોકો જોઈ ગયા હતા. અને તે દોડતા દોડતા બાળકના ખેતર માં આવે છે અને ગામના લોકોને પણ બોલાવે છે.
ત્યારબાદ એન.ડી.આર.એફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. અને ઋત્વિકને બહાર કાઢવા માટે ઘણા પ્રયાસો કરે છે. તેમા બે રીતે ઋત્વિકને બહાર કઢાઇ છે. એક જીસીબીથી ખોદોઈ કરીને અને બીજી બાજુ બોરવેલમાં દોરડાની મદદથી બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ઋત્વિક 8 કલાક સુધી અંદર રહ્યોઅને તે અંદર જ મૃત્યુ પામ્યો હતો.પરિવારજનોને જાણ નહોતી.
સારવાર દરમ્યાન ડૉક્ટરોએ કૃત્રિમ શ્વાસ આપવાની પણ કોશિશ કરી હતી. પરંતુ ઋત્વિકમાં કોઇ અસર દેખાતી નથી. ત્યારબાદ ડોક્ટરે ઋત્વિકને મૃત જાહેર કર્યો હતો. તેમને ઋત્વિકને બહાર નીકળ્યા બાદ તરત જ ઓક્સિજન સિલિન્ડર આપવાની કોશિશ કરી હતી. અને બોરવેલમાં પણ ઓક્સિજન ગેસ છોડયા હતા. કેમ કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે પરંતુ કોઈ અસર થઈ નહોતી. આ ઘટના અંગે પોલીસ હાલ તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]