Breaking News

8 વર્ષની દીકરીને ગળામાં દાટો લાગી જતા ખોરાક-પાણી બંધ થઈ ગયા, હોસ્પીટલે તપાસ કરતા ડોક્ટરને ગળામાં એક જ સાથે 3 વસ્તુઓ મળી એવી કે જોઈને પરસેવો છૂટી ગયો..!

નાના બાળકો રમત રમતમાં ન કરવાનું કરી બેસે છે. જેને લઈ તેના માતા પિતા અને તાત્કાલિક ધોરણે દોડતો પણ પડે છે અને ભારે મુશ્કેલીઓ પણ સહન કરવાનો વારો આવી જતો હોય છે. પાછળના સમયમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે, જેમાં નાના બાળકોની રમત ગમતમાં કરેલી એક નાનકડી ભૂલને કારણે માતા-પિતાને આખી જિંદગી પર પછતાવવાનો વારો આવતો હોય છે..

અત્યારે પણ કંઈક આ પ્રકારનો જે કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના છત્તીસગઢના બિલાસપુરની છે. અહીં કોરબા જિલ્લા પાસે આવેલા ડુબાન ગામની અંદર આઠ વર્ષની તમન્ના કુમારી તેના માતા પિતા સાથે રાજી ખુશીથી જીવન જીવતી હતી. તેની માતા શાંતાબાઇ ઘરકામ કરતી હતી..

જ્યારે તેના પિતા મજૂરી કરીને જીવન ગુજારતા હતા. સવારના સમયે તમન્ના કુમારી આસપાસના ફળિયામાં રહેતા નાના બાળકો સાથે રમી રહી હતી ત્યારે અચાનક જ તમન્ના કુમારીને તેની માતાએ બોલાવી હતી અને નજીકના હેન્ડબૂમમાંથી પાણીની એક ડોલ ભરી આવવા માટે જણાવ્યું હતું.

તમન્ના તેની માતા શાંતાબાઇના કહેવા અનુસાર પાણીની ડોલ ભરીને ઘરે આવી પહોંચી, પરંતુ ત્યારબાદ તેની તબિયત બગડી ગઈ હોય તેવું તેના ચહેરા ઉપર લાગતું હતું. શાંતાબાઇને થયું કે તેની દીકરી તમન્નાને હવે ભૂખ લાગી હશે એટલા માટે તેનો ચહેરો ઉતરેલી કઢી જેવો થઈ ગયો છે. તેઓએ તરત જ તેની દીકરીને જમવા માટે બેસાડી દીધી હતી..

પરંતુ આ દીકરી જે પણ ખોરાક ખાય તે ગળા નીચે ઉતરતો હતો નહીં, આ ઉપરાંત જ્યારે તેને પાણી પીવડાવવામાં આવ્યું ત્યારે પાણી પણ ગળા નીચે ઉતરતું બંધ થઈ ગયું હતું. તમન્નાના પિતા બાલકૃષ્ણ ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા અને તેઓ પણ કહેવા લાગ્યા કે શા માટે તારા ગળામાં ડટ્ટા જામ થઈ ગયો છે..? તે એવું તો શું ખાઈ લીધું છે કે તેને કારણે ગળું અત્યારે જામ થઈ જવા પામ્યું છે.

પરંતુ આ બાળકી પોતાના મોઢામાંથી એક પણ શબ્દ બોલી નહીં અને રડવા લાગી હતી. બાલકૃષ્ણ ભાઈ તરત જ તેને બિલાસપુર ના નાના દવાખાને તપાસ માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાંના ડોક્ટરે જણાવ્યું કે આ બાળકીના ગળાનો એક્સ રે કઢાવવું પડશે એટલા માટે આપણે બિલાસપુરની મોટી હોસ્પિટલમાં દાખલ થવું પડશે..

તરત જ તેને મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં ડોક્ટર હોય એક્સરે અને અન્ય તપાસો કરીને જણાવી દીધું કે, આ બાળકીના ગળાની અંદર એક સાથે ત્રણ ગોળ આકારના સિક્કા ફસાઈ ચૂક્યા છે. જેને કારણે તેનું ગળું પેક થઈ ગયું છે અને આ સિક્કા તેના અન્નનળીની અંદર સલવાઈ જવાતા તે પાણી અને ખોરાક લઇ શકતી નથી..

આ ઉપરાંત જો આ સિક્કાને જલ્દી થી જલ્દી બહાર કાઢવામાં નહીં આવે તો અન્નનળીની સાથે સાથે શ્વાસનળીને પણ તકલીફ પડવા લાગશે અન્નનળી તૂટી જવાને કારણે પરિસ્થિતિ ખૂબ જ જોખમમાં મુકાઈ શકે છે. એટલા માટે તરત જ તેને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવી અને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી..

આ સારવાર દરમિયાન ડોક્ટર હોય તેના ગળામાંથી પાંચ રૂપિયાના ત્રણ સિક્કા બહાર કાઢ્યા હતા અને આ બાળકીનો જીવ બચી ગયો હતો. આ ઓપરેશન લગભગ દોઢ કલાક સુધી ચાલ્યું હતું. આ બાળકીની હાલત અત્યારે તો ખૂબ જ સારી છે. જ્યારે તે સ્વસ્થ થઈ ચૂકી ત્યારે તેના માતા પિતાએ તેને જણાવ્યું હતું કે, જો તારા ગળાની અંદર સિક્કા ફસાઈ ગયા હતા તો તારે સૌ પ્રથમ અમને જણાવવું જોઈએ..

કારણકે આ સિક્કા કોઈ વખત શ્વાસનળીમાં સલવાઈ જવાને કારણે માણસનો જીવ પણ જતો રહેતો હોય છે. ત્યારે તેને જણાવ્યું કે, તે જ્યારે પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે તે ની પાસે રહેલા ત્રણ સિક્કા અને તેણે મોઢામાં મૂકી દીધા હતા અને આ સિક્કા કોઈ કારણોસર તેને ગળી જવાને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી..

જો તે આ ઘટનાની જાણકારી તેના માતા-પિતાને કહે તો તેના માતા પિતા તેને ઠપકો આપશે તેનો તેને ડર લાગવા લાગ્યો હતો. એટલા માટે તેણે પોતાના માતા-પિતાને આ ઘટના જણાવી નહીં અને આઠ વર્ષની આ દીકરી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અત્યારના સમયમાં આવી ઘટનાઓ નાના બાળકો સાથે ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગી છે.

દરેક માતા-પિતા તેમના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું અનિવાર્ય બની ગયું છે. જો ધ્યાન રાખવામાં સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો મારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ પહેલા પણ બાળકો રમતા રમતા સીકા ગળી ગયા હોઈ એ પ્રકારના બનાવો સામી આવી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *