Breaking News

8માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી અચાનક જ સાઈકલ લઈને ઘરેથી ભાગી ગયો, ચિઠ્ઠીમાં એવું લખીને ગયો કે માં-બાપ દોડતા થયા..!

આજકાલના બાળકોને લાડ પ્રેમથી ખૂબ જ સાચવવા પડે છે. જો તેમને સાચવવામાં થોડી અમથી પણ ચૂક થઈ જાય તો નાના બાળકો તેના માતા પિતા સાથે એવો ખેલ ખેલી નાખતા હોય છે. જેનાથી તેમને આખી જિંદગી પર પછતાવું પડે છે. અત્યારે માત્ર ધોરણ આઠમાં ભણતો એક બાળક પોતાનું ઘર મૂકીને ભાગી ગયો છે..

આ ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે, સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ હચમચાવી દેતો બનાવો રાજસ્થાનના અજમેરમાં આવેલા ચોરસીયાવાડ રોડ ઉપરથી સામે આવ્યો છે. અહીં પ્રેમ પ્રકાશ આશ્રમની પાસે રાજેન્દ્રકુમાર જાંગીડ તેમના પરિવાર સાથે રહે છે..

તેમનો 14 વર્ષનો દીકરો અભિષેક જાંગીર અચાનક જ એક દિવસ ઘરેથી સાયકલ લઈને ગાયબ થઈ ગયો હતો, તેની ઘણી બધી શોધખોળ કરવામાં આવી પરંતુ ક્યાંથી તેનો અતો પતો ન મળતા પરિવારજનોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. અભિષેકના રૂમની પણ તલાસી લેવામાં આવી હતી..

જેમાં એક થેલાની અંદર એક ચિઠ્ઠી મળી આ ચિઠ્ઠીની અંદર તેણે લખ્યું હતું કે, પપ્પા હું પરીક્ષામાં નાપાસ થવાનો છું. એવો મને ડર લાગી રહ્યો છે એટલા માટે હું ઘર છોડીને જાઉં છું. દીકરાએ પોતાના શબ્દોથી લખેલી આ ચિઠ્ઠી વાંચતાની સાથે જ માતા પિતા અને ત્યાં ને ત્યાં જ ચક્કર આવવા લાગ્યા હતા..

અભિષેક સાંજના સાડા પાંચ વાગ્યે આસપાસ તે ટ્યુશન નથી ઘરે આવ્યો હતો, અને ત્યાર પછી છ વાગ્યા આસપાસ ઘરેથી સાયકલ લઈને બહાર નીકળી ગયો અને હજુ સુધી તે ઘરે પરત આવ્યો નથી. આ ચિઠ્ઠી મળતાની સાથે જ અભિષેકના માતા-પિતા તરીકે જ નજીકના પોલીસ સ્ટેશનને હાજર થયા અને પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે તેમનો દીકરો ઘર મૂકીને ભાગી ગયો છે..

સીસીટીવી કેમેરાની મારફતે તપાસ પણ ચલાવવામાં આવી જેમાં અભિષેક પૂર ઝડપે સાયકલ ચલાવીને ગલી માંથી બહાર નીકળતો નજરે ચડે છે. અભિષેકના ભાઈનું કહેવું છે કે, તે ભણવામાં એકદમ મધ્યમ વિદ્યાર્થી હતો. તેને કોઈપણ પ્રકારનું ટેન્શન હતું નહીં છતાં પણ તે ભણવાની બાબતને લઈને આટલી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો કે, અંતે ઘર મૂકીને ભાગી ગયો છે..

આજથી બે દિવસ પહેલા તેના શાળાના શિક્ષકને પણ આવી જ એક ચિઠ્ઠી મળી હતી. પરંતુ આ શિક્ષકે અભિષેકના પરિવારજનોને જાણકારી આપી નહીં પરિણામે અભિષેક ઘર મૂકીને ભાગી ગયો છે. હાલ તેને શોધખોળ કરવાની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *