Breaking News

8 હજાર આપીને વિધિ કરાવો તો 2 કરોડનો વરસાદ કરાવીશ એમ કહીને ભરતબાપુએ પરિવાર સાથે કર્યું એવું કે દાખલ થવું પડ્યું હોસ્પિટલમાં..!

આજકાલ અંધ શ્રદ્ધાના કેસોમાં ખુબ જ વધારો નોંધાયો છે. સમાજના લોકો જાગૃત થતા જાય છે છતાં પણ અંધશ્રદ્ધાના કેસોમાં ખુબ મોટો ઉછાળો નોંધાતા સૌ કોઈ હેરાન થયા છે. નત નવી વિધિ અને મેલી વિદ્યા કરાવીને પૈસા પડાવવાની નીતિ હાલ ઠેર ઠેર ચાલી રહી છે. એવો જ એક કિસ્સો વલસાડના અંતરિયાળ ગામમાં બન્યો છે..

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકાના વારોલીના તલાટ ગામમા ભુસારા પરિવાર વસવાટ કરે છે. આ ભુસારા પરિવારના મુખી મયુરભાઈ ભુસારા થોડા દિવસ પહેલા એક તાંત્રિકને મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, માત્ર 8 હજાર આપીને તમે વિધી કરાવી જુવો ભરતબાપુ તમને કરોડો રૂપિયાનો વરસાદ કરાવી આપશે..

આ સાંભળતા જ મયુરભાઈએ એ વિધિ કરાવવાનું નક્કી કરી લીધું હતું અને ભરત બાપુને વિધિ કરવવા માટે તેમના ઘરે આવે તેવું જણાવ્યું હતું. આ ભરત બાપુ કચ્છના માધાપરના ગામના હોવાનું જણાયું છે. કહેવાઈ છે કે એ વિસ્તારમાં ભરત બાપુના વખાણ લોકો ખુબ જ કરે છે.

ભરતબાપુ રાજા છાપ સિક્કા પર મેલી વિદ્યા કરે છે અને ટૂંક સમયમાં જ કરોડો રૂપિયાનો વરસાદ કરાવી આપે છે એવી જાણ મયુરભાઈને મળી હતી. તાંત્રિક ભરતબાપુએ જૂનો રાજા છાપ રૂપિયાનો સિક્કો બતાવી આ સિક્કા પર વિધિ કરી અને રૂપિયા 2 કરોડ રૂપિયાનો હમણે જ વરસાદ થશે તેવી લાલચ આપી હતી.

આ વિધિ કરવા તેમના ઘરે જવું પડશે તેવું કહ્યું હતું તેમજ તેઓ સમગ્ર પરિવાર સાથે ઘરે પહોચ્યા હતા. તેઓ વારોલીના તલાટ ગામે પહોચ્યા હતા. ત્યાં મયુર ભાઈ અને તેના મિત્ર રમેશ પાસેથી 17 હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા. જોકે ત્યારબાદ વિધિનો સામાન લેવા ઠગભગત તાંત્રિક યુવકોને કાર ભાડે કરાવી અને મહારાષ્ટ્રના ગોદાવરી ઘાટ પર ગયો હતો.

વિધિનો સામાન લાવી અને ઘરે આવ્યા બાદ મોડી રાત્રે જુના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરી હતી. રૂપિયાનો વરસાદ કરાવવાના બહાને ધૂતારાએ વિધિ શરૂ કરી હતી. વિધિમાં ભગતે ચોખાનું કુંડાળું કરી અને વચ્ચે લક્ષ્મી માતાનો ફોટો મૂકયો હતો. ત્યાર બાદ તંત્ર મંત્રના જાપ કર્યા હતા.

જોકે વિધિ દરમિયાન ઠગ ભગતે હાજર રહેલા લોકોને પ્રસાદના નામે પ્રવાહી પીણું પીવડાવ્યુ હતું. ધૂતારાએ પ્રસાદના નામે પરિવારજનોને ધતુરાનું પાણી પીવડાવ્યું હતું. પાણી પીધા બાદ હાજર લોકો અર્ધ બેભાન થઈ ગયા હતા. આથી મોકાનો લાભ લઇ અને આ તાંત્રિક ભરત બાપુ વિધિમાં મુકેલા રૂપિયા લઇ અને ફરાર થવાની ફિરાકમાં હતો.

એ વખતે જ ઘરમાં એક માજી અને અન્ય એક પ્રત્યક્ષદર્શી યુવક હોશમાં આવી જતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો. બંનેએ મળીને ઠગ ભરત બાપુને ઘરમાં બંધ કરી દીધો હતો.

જોકે વારોલીના મયુર ભુસારાના ઘરે પહોંચેલા ભરત બાપુએ જે વિધિ કરી તેમાં રૂપિયાનો વરસાદ તો ન થયો, પરંતુ પરિવાર પર આફત આવી પડી હતી. પરિવારના 4 સભ્યોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે. ભગતે એવી પ્રસાદી ખવડાવી કે ચાર સદસ્યો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા.

2 કરોડોનો વરસાદ કરાવવાના બહાને લોકોને ઠગીને ફરાર થવા જઇ રહેલા તાંત્રિકને ઝડપીને લોકોએ બરોબરનો ફટકાર્યો હતો. ઘરના આંગણામાં જ થાંભલા સાથે દોરડાથી બાંધી મેથીપાક ચખાડ્યો હતો. જેના બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઠગ ભગતને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે, આ તાંત્રિક મૂળ કચ્છના માધાપરનો ભરત કરશન પટેલ છે. પોતાની ભરત બાપુ તરીકે ઓળખ આપી અને આવી રીતે જુના રાજા છાપ સિક્કા ઉપર મેલી વિદ્યા કરી અને પૈસાનો વરસાદ કરાવી આપતો હોવાનુ કહી લોકોને લૂંટતો હતો.

આ વિદ્યા જાણીવાનું બહાનુ બતાવી મોટી મોટી વાતો કરીને લોકોને લલચાવતો હતો. અને વિધિના નામે રૂપિયા પડાવી ફરાર થઈ જતો હતો. ગુજરાતના એક છેડાથી બીજા છેડે આવીને આદિવાસી વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને ઠગવા આવેલ તાંત્રિક ભરત બાપુ ફરાર થાય તે પહેલાં જ પકડાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *