અમુક લોકો પોતાના સારા સ્વભાવને કારણે જ્યાં સુધી જીવન જીવે છે. ત્યાં સુધી કંઈક ને કંઈક કામોમાં વ્યસ્ત રહે છે. તેમજ પરિવારના દરેક સભ્યોને મદદરૂપ બનવાની કોશિશ કરતા હોય છે. જ્યારે અમુક લોકો ખૂબ જ આળસુ હોય છે. તેઓના હાથ પગ વ્યવસ્થિત રીતે કામ કરતા હોય છતાં પણ તેઓ કામ ધંધો કરવાને બદલે શોર્ટકટ રીતોથી પૈસા કમાવાની તરકીબો શોધતા હોય છે..
આજે અમે તમને એક સુપર દાદી વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ હકીકતમાં દાદીનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સૌ કોઈ લોકો આ દાદીના ખુબ જ વખાણ કરી રહ્યા છે. કારણ કે આ દાદીની ઉંમર અંદાજે ૭૫ વર્ષની છે. છતાં પણ એકદમ જુવાનીના જોશમાં આવી જવું કામ કરી રહ્યા છે..
આ દ્રશ્યો જોતા જ કામ કરવામાં પગ ફેરવતા લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે. હકીકતમાં આ વિડીયો મહારાષ્ટ્ર નાગપુર જીલ્લાનો છે. નાગપુરના ધરાનગર રોડ ઉપર રૂપમ કલેક્ટરની સામેના બાજુએ રામાનુજ ફાફડાવાળાની લારી આવેલી છે. આ લારી ઉપર દાદી તેમજ તેનો પૌત્ર ભાવેશ દોષી બંને ગુજરાતી નાસ્તા બનાવી રહ્યા છે.
આ લારી ઉપર ગુજરાતી લોકોની સાથે સાથે અન્ય બધા જ લોકો નાસ્તો કરવા માટે આવે છે. કારણ કે આ લારી ઉપર દાદીના હાથે બનેલા ફાફડા લોકોને ખૂબ જ ભાવે છે. હકીકતમાં આ ફાફડા ખાનારા સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, દાદીના હાથમાં ખૂબ જ જાદુ છે. કારણકે લોકોએ આજદિન સુધી દાદીના હાથે બનેલા આવા પોચા ફાફડા અને ગાંઠિયા બીજે ક્યાંય ખાધા નથી..
દાદી અને પૌત્રની આ જોડી જુદા જુદા નાસ્તાઓ પીરસવામાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. આ ઉપરાંત આ લારી ઉપરથી પેકિંગ કરવામાં આવતો નાસ્તો ખૂબ જ સારી રીતે પૅકિંગ કરવામાં આવે છે. અને હાલ લારી ઉપર દરેક વસ્તુ માત્ર 20 રૂપિયાની જ મળે છે. આ ગુજરાતી દાદી જે રીતે ફાફડાને વણી રહી છે. તેમ જ તેલમાં તળી રહી છે..
તેની માસૂમિયત જોતાની સાથે જ ભલભલા લોકોનું દિલ પીગળી ગયું છે. એટલે લોકોએ આ વીડિયોને પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયોને સૌપ્રથમ શેર કરનાર વ્યક્તિ નાગપુરનો છે. આ વીડિયો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે, ખરેખર આ દાદીની મહેનત ને સલામ છે. તો કેટલાક લોકો ‘વાહ’ કહી રહ્યા છે.
તો ઘણા બધા લોકો આ વિડીયો જોતાની સાથે જ આંખો ભીંજાઇ ગઇ છે. કારણ કે તેઓ વિચારી રહ્યા છે કે આ દાદી મારી માતાની ઉંમરના છે. અને તેઓ કેટલાક હોંશથી કામ કરી રહ્યા છે. તો અન્ય લોકો કહી રહ્યા છે કે, દાદી પાસે ક્યારેય કામ કરવું જોઈએ નહીં કારણ કે આ ઉંમર તેમના કામ કરવા માટેની નથી.
પરંતુ અમે તમને જણાવી દઈએ જ્યાં સુધી વ્યક્તિ પોતાના મનથી હારતો નથી. તેમજ જ્યાં સુધી તેના શરીરના તમામ અંગો સાથ આપે છે. ત્યાં સુધી દરેક વ્યક્તિએ હંમેશા કાર્યરત રેહવું જોઈએ અને પોતાના સગા સંબંધીઓ તેમજ પરિવારજનોને જરૂર પડીએ મદદ કરવી જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]