Breaking News

70 વર્ષના “બા” એ આપ્યો દીકરાને જન્મ, ભગવાનનો ઉપકાર વાંચીને તમે પણ ચોંકી ઉઠશો.. જાણો.

કહેવાય છે ને કે ભગવાન આજે નઈ તો કાલે પણ કોઈને ખુશી દેવામા બાકી નથી મુકતો. બસ આપડે હિમ્મત હાર્યા વગર સતત પરિશ્રમ કરતો રેહવો જોઈએ. આજકાલ સંતાન પ્રાપ્તિ બાબતે ઘણા કપલ્સ મૂંજવણમાં હોઈ છે. તેઓ કોઈ ને કોઈ ડોક્ટરની સલાહ લેતા હોઈ છે અથવા તો ભગવાન પર કૃપા રાખીને રાહ જોતા હોઈ છે..

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં બધું જ પોસીબલ છે. ગમે એટલી મોટી ઉંમર થઈ ગઈ હોઈ પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે તે આજના લેખ પરથી સાબિત થાય છે. આજે અમે તમને કચ્છના એક કિસ્સા વિષે જણાવા જઈ રહ્યા છીએ જે વાંચીને તમે પણ બોલી ઉઠશો કે ખુશીના દરવાજા ભગવાન દરેક માટે ખોલે જ છે.

કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના આધેડ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશી વ્યાપી ગઈ છે. આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી.

કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો.નરેશ ભાનુશાલીએ એક 70 વર્ષની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી જતા બધી રીતે સુખી હતા, પણ શેર માટીની ખોટ હતી. નિ:સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રહ્યા હતા..

કે ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ બુઝર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો.નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી.

પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારીએ ટીટમેન્ટ શરૂ કરી હતી.

આ ટીટમેન્ટના અંતે જીવુંબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુઝર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પહેલી ટ્રાયે બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો નહોતો.

75 વર્ષના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટીની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો ” રાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉપરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ આવી હતી.

ભુજના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલીએ આ બુઝર્ગ મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા બહુ જૂજ જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરસો હતો. જેથી તેમને સફળતા મળતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ડો. ભાનુશાલીએ જણાવ્યું હતું કે, એવા અનેક નિ:સંતાન દંપતી છે, જેઓ લગ્ન પછી અમુક વર્ષો વીત્યા પછી પણ બાળક રહેતું નથી. તેમણે ખોટો સમય વેડફવો જોઈએ નહીં અને તાત્કાલિક સારવાર કરાવી લેવી જોઈએ. આ બુઝર્ગ મહિલાની ડિલિવરી સીઝરિયનથી બાળક જન્મ થયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *