Breaking News

7 વર્ષના બાળકને થતી હતી લીલા કલરની ઉલટીઓ, ઓપરેશન કરીને જોયું તો પેટમાંથી મળ્યું એવું કે ડોકટરને છૂટી ગયો પરસેવો…..!

આજકાલ નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેઓ રમત રમતમાં અમુક વખત એવી ઘટનાનો ભોગ બની જતા હોય છે કે, જેનો જ્યારે ખુલાસો થાય ત્યારે માતા-પિતા માટે ભાગમદોડ મચી જતી હોય છે. આ ઉપરાંત ઘણા બધા ચોકાવનારા બનાવો પણ સામે આવે છે. અત્યારે દરેક મા-બાપની આંખો ઉઘાડી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે..

મૂળ રાજસ્થાનના વતની પ્રેમજીભાઈ નામના વ્યક્તિ અમદાવાદમાં રહે છે. તેઓ ત્યાં કેટરિંગનું કામકાજ કરી જીવન ગુજારે છે. તેમનો સાત વર્ષ નો દીકરો ધોરણ બે માં અભ્યાસ કરે છે. આ દીકરાએ રમત રમતમાં એવી ભૂલ કરી નાખી છે કે, તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. પરંતુ આપણે જાણીએ છીએ તે મુજબ ડોક્ટર ભગવાનનું સ્વરૂપ કહેવાય છે..

ગમે તેવી બીમારી હોય તેને સરખી કરવામાં ડોક્ટર તેમનાથી થતી તમામ મહેનત લગાવી દેતા હોય છે. હકીકતમાં આપણા દેશના ડોક્ટરોને સો સો સલામ છે. અને તેમનો માનીએ તેટલો ઉપકાર ઓછો છે. પ્રેમજીભાઈના સાત વર્ષના દીકરાએ રમત રમતમાં અંદાજે 14 જેટલા મણકા ગળી લીધા હતા.

આ મણકા સામાન્ય મણકા નહીં પરંતુ મેગ્નેટિક મણકા હતા. જે ચુંબકીય શક્તિ ધરાવતા હતા અને એકબીજા સાથે ચોંટેલા રહેતા હતા. આ મણકા તે ગળી જવાને કારણે તેના પેટમાં ભારે ગરબડ સર્જાઈ હતી અને શરીરના જુદા-જુદા અંગોમાં મેગ્નેટિક મણકા ચોકી ગયા હતા. જેને કારણે આં.તરડામાં સાત જેટલા કાણા પણ પડી ગયા હતા.

આ બાળક ને ધીમે-ધીમે પેટમાં દુખવા લાગ્યું હતું અને તે લીલા કલરની ઉલટી પણ કરવા લાગ્યો હતો. જ્યારે પરિવારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓને ખૂબ જ ચોકાવનારૂ દ્રશ્ય લાગ્યું હતું. કારણ કે લીલા કલરની ઉલટી કોઈ સામાન્ય વ્યક્તિને થતી નથી. એટલા માટે તેઓ ખૂબ જ ચોકી ઉઠ્યા અને તાત્કાલિક આ બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો..

ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જાણ થઈ કે, આ બાળક મણકા જેવી કોઈ ચીજ વસ્તુને ગળી ગયો છે. આ જાણકારી મળતાની સાથે જ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરની મહામહેનતે હાલ આ બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

આ બાળક રમત રમતમાં મેગ્નેટના 14 જેટલા મણકા ગળી ગયો હતો અને તે મણકા આંતરડાના જુદી જુદી જગ્યાએ ચોંટી ગયા હતા. જેને લઇ આં.તરડાની અંદરની તમામ દિવાલોમાં કાણા પડી ગયા હતા. અંદાજે સાત જેટલા કાણા પડી જવાને કારણે બાળકની હાલત ખૂબ જ બગડવા લાગી હતી. આ મણકાની લાઈન જ્યારે બાળકનું એક્સરે કઢાવવામાં આવ્યો ત્યારે તેમાં દેખાઈ આવી હતી.

આ ઘટનાને લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલના માનનીય ડોક્ટર રાકેશભાઈ જોશીએ જણાવ્યું કે નાના બાળકમાં હોજરીની એકદમ નજીક જ નાનું આં.તરડું આવેલું હોય છે. આ અંતર એટલું બધું ઓછું હોય કે તેના ઓપરેશન કરવામાં પણ ખૂબ જ વધારે રિસ્ક રહે છે. આ સાથે સાથે કોઈ બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોય અને તેનું ઓપરેશન કરવાનું હોય આવો મામલો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર સામે આવ્યો હતો..

અને તે ખૂબ જ ગંભીર મામલો પણ સાબિત થયો છે. આ બાળકને ઓપરેશન કરીને તેના પેટમાંથી આ તમામ મણકા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલ આ બાળક બિલકુલ સ્વસ્થ છે. બાળકના પરિવારજનોએ ડોક્ટરોનો ખૂબ જ આભાર માન્યો છે. કારણ કે જો ડોક્ટરની આ સાહસિક ઓપરેશનની કામગીરી ન હોત તો આજે બિચારા બાળક સાથે શું થયું તેનું કશું કહી શકાય નહીં.

નાના બાળકો રમત રમતમાં એવી ભૂલ કરી નાખે છે કે, જેનો પછતાવો માતા-પિતાને સમગ્ર જિંદગીભર પણ રહેતો હોય છે. આવી ઘણી બધી ઘટના સામે આવી ચૂકી છે અને તેમાં વધુ એક ઘટના અમદાવાદની સોલા સિવિલથી સામે આવતા જ ભારે ફફળાટનો માહોલ પણ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *