Breaking News

7 રાજ્યોમાં તબાહી મચાવે એટલું મોટું છે જવાદ વાવાઝોડું, જાણો હાલ ક્યાં પહોચ્યું… અને ક્યારે ત્રાટકશે..!

તાઉતે, ગુલાબ અને શાહીન વાવાઝોડા બાદ હવે એક નવું વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જવાદ વાવાઝોડાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે.

જેમાં આગામી 12 કલાકમાં ચક્રવાત તોફાન જવાદ વાવાઝોડાનું મજબૂત રૂપ ધારણ કરી લેશે તેવા એંધાણ દર્શાવ્યા છે. આ પેહલા 4 ડીસેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ તેમજ ઓડિશાના દરિયાકાંઠે જવાદ વાવાઝોડુ પ્રવેશ કરીને ભારે તબાહી મચાવશે. આ વાવાઝોડું ખુબ જ વિશાળ અને પ્રચંડ વેગીલું હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આંધ્ર પ્રદેશ,ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તેમજ છતીસગઢ માં વાવાઝોડું તબાહી મચાવ્યા બાદ તે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના પૂર્વીય પ્રદેશોમાં તેમજ ગુજરાત અને રાજસ્થાનમાં પણ ખુબ અસરકારક નીવડી શકે તેમ છે. કારણકે વાવાઝોડાના ચક્રવાતનો ઘેરાવો ખુબ મોટો છે. એટલે સામાન્ય રીતે કોઇપણ વસ્તુ તેના ભઈજનક એરિયામાં આવી જશે તો એને ઉડાડી મુકશે.

આ વાવાઝોડું 7 રાજ્યોમાં તબાહી મચાવશે તેવા અહેવાલ અને આગાહીઓ રહેલી છે પરંતુ આ વાવાઝોડું દરિયામાં જ ફંટાઈ જાય અને માનવજીવન પર કોઈ અસર ન પડે તો વધારે સારું. પરંતુ જો આ વાવાજોડું પ્રવેશી ગયું તો ભારે નુકસાનીનો ભોગ બનવું પડશે.

ગુજરાતમાં આ વાવાઝોડાની અસર : જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર પંથકમાં વરસાદના ઝાપટાં વરસતા જ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. તો ગીર સોમનાથ જિલ્લામા ઊના અને ગીરગઢડા તાલુકામા બે ઈંચ વરસાદ ખાબક્યો છે.આ વરસાદને કારણે ઘઉં, ચણા, ડુંગળી તેમજ કપાસ અને તલ જેવા પાકોને નુકસાન થયુ છે.

પશુઓના ઘાસચારા પલળી ગયા છે. તો ખેતરમાં ઉભા કરેલા કાચા મકાન પણ ધરાશાયી થયા છે. અમરેલી જીલ્લાની વાત કરીએ તો ખાંભામાં તેમજ  વાંકીયા, નાનુડી, ભાણીયા, ઈંગોરાળા, ભાડ, તાતણીયા, પીપળવા, ખડાધાર, ભાવરડી, ડેડાણ જેવા  ગામોમાં પણ સવા ઈંચ થી અડધા ઇંચ સુધી વરસાદ પડયો હતો.

જૂનાગઢ શહેરમાં અચાનક જ વાતાવરણમા પરિવર્તન આવી ગયું હતું અને ગિરનાર પર્વત પર 80 થી 90 કિલોમીટરની ઝડપે પવનના કારણે રોપ વે બંધ કરવાની ફ્રજ પડી હતી. શહેરમા દિવસ દરમિયાન અંધારિયું વાતાવરણ રહ્યં હતું.

ઉત્તર ગુજરાતના પાટણ, કડી, વિજાપુર, ધનસુરા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર અરવલ્લી જિલ્લામાં આજે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તેમજ મોડાસા સહિતના અન્ય વિસ્તારોમાં પણ માવઠું થયાના અહેવાલ છે. માવઠાના કારણે ખેતીપાકોને નુકશાન થવાની ભીતિ છે.

એક વાવાઝોડું આખા વર્ષના પાકની પથારી ફેરવીને જતું રહે છે. ખેડૂતોને તો આ વર્ષે કુદરતી આફતોએ શાંતિ લેવા જ નથી દીધી. એક પછી એક આફતોના કારણે આ વર્ષે લગભગ મોટા ભાગના પાકોમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ વાવાઝોડામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં વર્ષો ને વર્ષો લાગી જતા હોઈ છે.

આગાઉ શાહીન અને ગુલાબ વાવાઝોડાની અસરને પગલે જે લોકોને નુકસાન સહન કરવું પડ્યું હતું તે લોકોને માટે સરકારે અહાત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ એ પરિસ્થિતિમાં પણ કેટલાક ખેડૂતોને રાહત પેકેજ ન મળતા તેમજ સર્વે બરાબર ન થતા અસમતા જોવા મળી હતી.

આ વખતે 5 દિવસ વેસ્ટર્ન ખેલેલના કારણે અને આગળના 3 દિવસ જવાદ વાવાઝોડાને કારણે વરસાદ પડશે. તેથી ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ટોટલ 8 દિવસ સુધી વરસાદી માહોલ જળવાયેલો રહેશે. આ માવઠાઓ વરસ્યા એ પહેલા ગુજરાતમાં શિયાળો ચાલતો હોવા છતાં પણ ઠંડીનો ચમકારો લાગતો નોહ્તો.

આ માવઠા અને વાવાઝોડા આવતા જ ઠંડીનો પાર શરીર ધ્રુજાવા લાગ્યો છે. અતિશય ઠંડીના લીધે લોકો ઘરમાં પુરાઈ ગયા છે. આ માવઠા અને વાવાઝોડા પુરા થઈ જશે એટલે ઠંડી થોડીક ઓછી થશે અને નિયમિત રીતે વધ-ઘટ થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *