Breaking News

7 કલાકથી યુરીયા ખાતર લેવાની લાઈનમાં ઉભેલા ઘરડા દાદાની માથે અચાનક જ મોત ત્રાટકયું, લોકોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા..!

ગામડામાં સરકારી જગ્યા પરથી ખાતર લેવા માટે ખૂબ જ મોટી મુખ્ય કરવી પડે છે. કારણ કે અહીં ખૂબ વધારે માત્રામાં ભીડનો સામનો કરવો પડતો હોય છે, તો કેટલીક વખત તો સરકારી તંત્રના કારણે સમગ્ર સમય પત્ર ખોરવાઈ જતું હોય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે..

અત્યારે મધ્યપ્રદેશના સિહોરમાં ખાતર લેવા ગયેલા શિવનારાયણ મેવાડા નામના એક ખેડૂત સાથે એવું થયું છે કે, તેને અચાનક જ મોત ત્રાટકી પડ્યું છે. તેઓ રાખડી ગામના નિવાસી છે. તેઓ પોતાના ગામથી બે કિલોમીટર દૂર ધાબલા પાસે આવેલી સરકારી એક ગોદામમાં ખાતર લેવા માટે ગયા હતા..

અહીં તેઓ સવારના આઠ વાગ્યાથી લાઈનમાં ઊભા હતા કે, તેમનો વારો આવે ત્યાં સુધી અંદાજે સાત કલાક વીતી ચૂક્યા હતા. તેઓ ભૂખ્યા અને તરસ્યા અહીં ઉભા હતા ખાતર લેવાનો તેમનો વારો આવે એ પહેલા જ અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું.

શિવ નારાયણ મેવાડાના દીકરાના કહ્યું છે કે, તેમના પિતા ભૂખ્યા અને તરસ્યા લાઈનની અંદર ઉભા હતા. તેઓ ચાર દિવસથી લેવાની લાઈનમાં ઊભા રહેતા હતા. પરંતુ તેમનો વારો ન આવતા તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. ભૂખ્યા તરસ્યા તેઓ અહીં લાઈનમાં ઊભા હતા અને અચાનક જ તેમનું મૃત્યુ થઈ ગયું છે..

તેઓએ વધુમાં જણાવ્યું કે, તેમની પાસે ત્રણ એકર જમીન છે. એટલા માટે તેમના પિતા છ બોરી ખાતર લેવા માટે ગયા હતા. પરંતુ આ બોરી તેમને મળી નહીં. પરિવારજનોનું કહેવું છે કે, અહીં હંમેશા ખૂબ વધારે માત્રામાં ભીડ એકઠી થતી હોય છે. આ ઉપરાંત ખાતર વેચનાર અસરકારક અધિકારીઓ અંદર ઓફિસમાં બેઠા બેઠા આરામ ફરમાવે છે.

અને જાહેર જનતા ખૂબ જ હલકીનો ભોગ બનવું છે. આ સરકારી તંત્રને કારણે જ તેમના પિતાનું મૃત્યુ થયું છે. તો કેટલાક લોકો કહી રહ્યા  છે કે, આકસ્મિક મૃત્યુ કહેવાય છે. તો કેટલાક લોકો સરકારી તંત્ર સામે મોરચો માંડીને બેસી ગયા છે કે તેમની બેદરકારીને કારણે જ આ દાદાનું મોત થયું છે.

બિચારા પરિવારજનો એ વિચાર્યું પણ નહીં હોય કે તેમના પિતાનું 65 વર્ષની ઉંમરે અચાનક જ મૃત્યુ થઈ જશે. જ્યારે તેમને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે ત્યારે જાણકારી મળી કે, ભૂખ્યા તરસ્યા આ ઉપરાંત વધારે પડતો તડકો લાગવાને કારણે તેમની તબિયત બગડવા લાગી હતી અને ત્યારબાદ તેમને અચાનક જ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *