Breaking News

7 ફેરાના વચનો નિભાવ્યા : પત્નીની બંને કીડની ફેલ થતા, પતિએ કીડની કાઢીને આપી દીધી.. વાંચો..!

પતિ અને પત્ની ના પ્રેમની કિંમત કોઈ આંકી શકતુ જ નથી. બંને એકબીજાના માટે કોઈપણ હદ પાર કરવા માટે તૈયાર હોય છે. પતિ અને પત્નીએ સાત ફેરા ના વચનો આપ્યા હોઈ તે પૂરા કરવા માટે તેઓ કોઇ કસર બાકી મૂકતા નથી. માંડવીમાં એક કિસ્સો બન્યો છે જે વાંચીને તમે પણ કેહશો કે આવો અદભુત પતિ-પત્નીનો પ્રેમ અમે ક્યારેય નથી જોયો.

માંડવીમા રહેતા પરિવાર ના મોભી ધરમશીભાઈ અને તેમની પત્ની ધનબાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધરમશીભાઈ ની પત્ની ધનબાઈને બંને કિડની ફેલ થઈ જતા છેલ્લા આઠ મહિનાથી ડાયાલિસિસ ચાલતું હતું. બંને કિડની ફેલ થઈ ગઈ હોવાથી ધરમશીભાઈ ના પત્ની ધનબાઈ જીવન અને મોતની સીમા રેખા પર ઝઝુમતા હતા.

પરંતુ ઘરના કોઇ સભ્ય ને આવી રીતે હેરાન થતું જોઈને કોઈપણનો જીવ તેને બચાવવા માટે બધું જ સમર્પિત કરવા હાજર થઈ જાય છે. પતિ ધરમશીભાઈ એ તેની પત્ની બંને કિડની ફેલ થઈ જતા, એક પલ પણ વિચાર કર્યા વગર પોતાની એક કિડની તેની પત્નીને ડોનેટ કરવાનું નિર્ણય લઈ લીધો હતો.

ત્યારબાદ તેઓને મેડિકલ ચેકઅપ તેમજ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ પોતાની પત્નીને કિડની આપવા માટે એલિજિબલ હતા. ધરમશીભાઈ માંડવી નગરપાલિકા માં પાણી પુરવઠાને જન્મ-મરણ વિભાગ માં એક ક્લાર્ક તરીકેની ફરજ નિભાવે છે. ધરમશીભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેતાં જ તેમના બંને પુત્રો સંજય અને કરણ સતત ચિંતામાં હતા.

કે તમારા એક પરિવારનો સભ્ય ને બચાવવા માટે બીજો સભ્ય પોતાના જીવને જોખમમાં નાખે છે. ભગવાનની દયાથી બધુ સારું થઈ જાય તો સારું. પરતું કેહવાય છે ને કે બચાવવા માટે ઉપાડેલું જોખમ ક્યારેય વ્યર્થ નથી જતું. અમદાવાદની હોસ્પિટલ ખાતે ડોક્ટરે ઓપરેશન કર્યા બાદ કિડનીનો ટ્રાન્સપોર્ટ કર્યું હતું.

આ ઓપરેશન બાદ પતિ અને પત્ની બંને સ્વસ્થ છે તેવું જણાયું છે. તંદુરસ્ત લોકો પોતાના શરીરની એક કિડની ડોનેટ કરી દે તો પણ તેઓ આસાનીથી જીવન વીતાવી શકે છે. જો પરિવારના સભ્યો પર આવી આફત આવી પડી હોઈ તો આપડે પણ એક મિનીટ ય વિચાર કર્યા વગર આપદાથી બનતું તમામ યોગદાન આપી દેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *