Breaking News

65 વર્ષનો ડોસો પોલીસના બુટ અને ટોપી પહેરીને ખુલ્લેઆમ કરવા લાગ્યો એવા કામ કે જાણ મળતા જ દબોચી લેવામાં આવ્યો..!

જે ઉંમરમાં પોતાના પૌત્રની સાથે મસ્તી મજાકથી રહેવાનું તેમજ ભગવાનનું નામ લઇ ભજન કીર્તન કરવાનું હોય એ ઉંમરમાં અત્યારે એક ડોસાએ ન કરવાનું કરી નાખ્યું છે. આ ડોશો બરાબર ઉભો પણ રહી શકતો નથી, છતાં પણ તેણે કેટલાય લોકોને પોતાની બાટલીમાં ઉતારી લીધા છે..

અને ઘણા ખરા રૂપિયા ખંખેરિયા છે. આ બનાવ અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદના લાલ દરવાજા અને ભદ્ર વિસ્તારમાં કેટલાક વેપારીઓ પાસે જઈને આ ડોશો રોફ જમાવતો અને પૈસા પડતો હતો. તે પોતાની સાથે પોલીસના બુટ અને ટોપી પણ રાખતો હતો. આ ઉપરાંત તે ડુપ્લીકેટ આઇડી કાર્ડ બનાવી લીધું હતું..

જેમાં તેણે અમરસિંહ પર્વતસિંહ જાડેજાનું નામ છપાવ્યું હતું. આ સાથે સાથે તેમાં દિલ્હી ભારત સરકારનું પણ સરનામું લખવામાં આવ્યું હતું. આ ડોસાના ઘણા બધા નામ અને સરનામા હોવાનું પણ સામે આવ્યું છે. તે મૂળ પેટલાદ તાલુકાનો છે. અને છેલ્લા કેટલાક સમયથી તે વડોદરામાં રખડતું જીવન જીવતો હતો..

તેનું નામ બાબુ સોમચંદ હોવાનું સામે આવ્યું છે. તે અમદાવાદના લાલ દરવાજાને ભદ્ર વિસ્તારમાં લોકો પાસેથી ઢોર પાણી કરવાનું કામકાજ કરતો હતો. ડુબલીકેટ પોલીસ બની પોલીસના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું કામકાજ કરનાર આ ડોસાને શહેરની પોલીસે પકડી પાડ્યો છે..

આ અગાઉ પણ આ ડોશો છેતરપિંડીના કેસમાં 14 વર્ષ જેલની સજા કાપી આવ્યો છે. છતાં પણ તેની અકલ ઠેકાણે આવી નથી અને હજુ પણ આવી બે નંબરની કામગીરીઓ શરૂ રાખી છે. આ ડોસા અને તેના પરિવારજનોએ પણ ઘરમાંથી કાઢી મૂક્યો છે. આ ઉંમરે આરામ કરવાને બદલે તેણે ખૂબ જ મોટો કાંડ કરી નાખ્યો છે.

જેના કારણે હવે તેને જેલના સળિયા પાછળ ની હવા ખાવાનો વારો આવશે હકીકત જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ પહેલા પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. કે જેમાં પોલીસ ની ઓળખ આપીને ચાર રસ્તા પર લોકો પાસે હપ્તો ઉઘરાવવામાં આવતો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *