Breaking News

65 વર્ષે દારૂડિયા ડોસાએ તેની પત્નીને ગળું દાબીને પતાવી દીધા બાદ પોતે પણ લટકીને કરી લીધો આપઘાત, ચારેય દીકરાઓના મોઢા ફાટી ગયા..!

આજકાલ દરેક વિસ્તારોમાં ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. લોકો નાની-નાની વાતમાં પોતાના જ પરિવારના લોકો સાથે ઝઘડો કરીને ઉશ્કેરાઈ જઈને તેમના જીવ લઇ રહ્યા છે. પરિવારમાં પારિવારિક જીવન જીવતા પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા જોયા છે પરંતુ હાલમાં પતિ-પત્ની વચ્ચે એવો ઝઘડો થયો હતો.

જેના કારણે બંનેની ઘટના જોઈને સૌ લોકોના ડોળા ફાટી ગયા હતા. આ ઘટના ઈન્દોરમાં લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કીમ નંબર 78 માં રહેતા પરિવારમાં બની હતી. પરિવારમાં વૃદ્ધ પતિ-પત્ની એકલા રહેતા હતા. જેમાં વૃદ્ધ પતિનું નામ ધનસિંહ હતું. તેમની ઉંમર 70 વર્ષની હતી અને તેમની પત્ની જમનાબાઈની ઉંમર 65 વર્ષની હતી.

દંપતીને પરિવારમાં 4 દીકરા અને 1 દીકરી છે, જેમાં મોટા દીકરાનું નામ દીપક, બીજા દીકરાનું નામ સંતોષ, ત્રીજા દીકરાનું નામ રાજકુમાર અને ચોથા દિકરાનું નામ મનોજ છે, અને એક દીકરી છે. દીકરીના લગ્ન માલવયાનગરમાં રહેતા યુવક સાથે કરાવ્યા હતા. ચારેય દીકરા ફર્નિચરનું કામ કરે છે અને ધનસિંહ પણ વિજયનગર વિસ્તારમાં સુથારની નોકરી કરતા હતા.

ચાર દીકરા હોવા છતાં તે ખૂબ જ તણાવમાં રહેતા અને તે કોઈ પણ દીકરાને પોતાની વાત જણાવતા ન હતા. દીકરા તેમના માતા-પિતાથી અલગ રહેતા હતા. ધન સિંહે પોતે કામ કરીને તે બંને જણાનું ગુજરાન ચલાવતો હતો. ધનસિંહને વારંવાર નશો કરવાની આદત હોવાને કારણે તેમના દીકરા ધનસિંહથી ખૂબ જ કંટાળી ગયા હતા.

જેને કારણે તેમના પિતાને ઘરમાં રાખતા ન હતા. જેના કારણે વચલા દીકરાએ તેમની માતાને પોતાની સાથે રહેવા આવવા કહ્યું પરંતુ તેના પિતાને છોડીને માતાએ આવવાની ના પાડી દીધી હતી. એક દિવસ મોટો દીકરો દિપક તેમના પિતા ધનસિંહને પોતાની સાથે રાખવા માટે લેવા ગયો ત્યારે ધનસિંહે દીકરા સાથે જવાની ના પાડી દીધી હતી.

પરંતુ જમનાભાઈ દીપકના ઘરે દીકરાને મળવા માટે ગઈ જેના કારણે ધનસિંહને આ વાત ન ગમી અને તેણે પત્ની જમનાબાઈ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો કરતાં પહેલાં ધનસિંહે નશો કર્યો હતો. જેના કારણે તે પોતાના મગજને કાબુમાં કરી શક્યો નહીં અને નાના એવા ઝઘડામાંથી તેમણે ઉશ્કેરાઈ જઈને જમનાબાઈ સાથે કરોડ ઘટના કરી નાખી હતી.

ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને જમનાભાઈ પર હુમલો કરી દીધો અને જમનાબાઈને ગળું દાબીને મારી નાખ્યા હતા ત્યારબાદ તેમના પતિને લાગ્યું કે તેમણે આ શું કરી નાખ્યું અને તેને ખૂબ પોતાની પત્નીને મારી નાખવાનો પસ્તાવો થયો, જેના કારણે પોતે રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પાડોસીના લોકોને લાગ્યું દંપત્તિ ઘરની બહાર નીકળ્યા ન હતા.

જેના કારણે શંકા ગઈ હતી અને તેઓએ ઘરમાં જોયું તો જમનાબાઈનું પણ મૃત્યુ થઈ ગયું હતું અને ધનસિંહ પણ લટકી રહ્યા હતા. તરત પાડોશીએ ધનસિહના ચારેય દીકરાને તેમના માતા-પિતાના મૃત્યુની જાણ કરવામાં આવી અને આ વાત સાંભળીને દીકરા ખૂબ જ આઘાતમાં આવી ગયા અને તેઓએ તરત જ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમના આ ચારેય દીકરાની પૂછપરછ ચાલુ કરી હતી. વૃદ્ધ પતિએ ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈને આવી ગંભીર ઘટના કરી નાખી હતી. આજકાલ આવી ઘટનાઓ ખુબ બની રહી છે અને આવી ઘટના બનતા આજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. દીકરા-દીકરી પોતાના માતા-પિતાથી દુર જઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *