સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી હત્યા અને આત્મહત્યાના બનાવોમાં અચાનક જ વધારો થયો છે. ગુજરાત આત્મહત્યાના બનાવો સામે આવે છે. જેમાં ઘણા બધા બનાવો સામાન્ય માણસને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. તો અમુક બનાવો માંથી સમગ્ર સમાજ કંઈક બોધપાઠ લેતો હોય છે.
હાલ સુરતના સરથાણા વિસ્તારમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી. બાલુભાઇ નામના ૬૦ વર્ષીય વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક પાસે સનસ્ટાર સીટી રો હાઉસમાં રહે છે. તેમના સંતાનો વિદેશમાં રહે છે..
જ્યારે બાલુભાઇ સુરતમાં પોતાની વડીલ માતા સાથે રહે છે. ઘરમાં માત્ર બાલુભાઈ અને તેમની માતા બન્ને એકલા રહે છે. બાલુભાઈ છેલ્લા ઘણા સમયથી કોલેસ્ટ્રોલ તેમજ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા હતા. તેઓની ઘણી બધી દવા પણ ચાલતી હતી. જેના કારણે તેઓ સતત માનસિક ત્રાસ અનુભવતા હતા. ક્યારેક ક્યારેક તેઓ ખૂબ જ ઊંડા વિચારમાં મુકાઇ જતા હતા..
બીજી બાજુ તેમને હુંફ મળતી ન હતી. કારણ કે તેમના સંતાનો પણ હાજર હતા નહીં. એકલાને એકલા બાલુભાઈ ક્યારેય એવા વિચારોની ગાડીએ ચડી જતા હતા કે તેઓ એકદમ સૂનમૂન થઇ જતા હતા. તેઓ જમીનની દલાલીનો વ્યવસાય કરતા હતા. પરંતુ હાલ તેઓ નિવૃત્ત થતા તેઓ આ તમામ બાબતોથી કંટાળી ગયા હતા. અને તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વરથી તેઓએ આપઘાત કરી લીધો છે.
એક દિવસ તેઓએ પોતાને પેટના ભાગે આ રિવોલ્વરમાંથી ગોળી મારી દીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આસપાસના પાડોશીઓને પણ જાણ થઈ કે બાલુભાઈ એ રિવોલ્વરથી પોતાના પેટમાં ગોળી મારી દીધી છે. ત્યારે તેઓ તાત્કાલિક તેને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરે તપાસ બાદ ભાઇને મૃત જાહેર કરી દીધા હતા.
અને આ બનાવની જાણ પોલીસને પણ કરી દેવામાં આવતા સરથાણા પોલીસ ઘટના સ્થળે તાત્કાલીક ધોરણે પહોંચી ગઈ હતી. અને વૃદ્ધ વ્યક્તિ બાલુભાઈ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. બાલુભાઇ આત્મહત્યા કરી એ પહેલા તેઓ એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેઓ ઉલ્લેખ કર્યો છે કે તેઓને જીવનમાં કોઈપણ જગ્યાએ ચેન મળતું નથી..
તેમજ તેઓ ખૂબ જ કંટાળી ગયા છે. એટલા માટે તેઓએ આ પગલું ભરી લીધું છે. તેમના આ પગલાને કારણે જો કોઈ વ્યક્તિને દુઃખ લાગ્યું હોય તો તેઓ તેમની માફી પણ માંગે છે. આ સાથે સાથે તેઓએ ઉમેર્યું છે કે તેમના માતા પણ છેલ્લા ૨૦ દિવસથી ખૂબ જ દુઃખી છે. તેને જોઈને બાલુભાઈને પણ ખૂબ જ દુઃખ અનુભવાય છે. એટલા માટે તેઓએ આપઘાત કરવાનું પગલું ભરી લીધું છે..
હકીકતમાં માણસ જ્યારે ખૂબ જ કંટાળી જાય છે. ત્યારે તેઓને કોઈ સારા મિત્ર કે પરિવારને કોઈ સારા સભ્યોની સલાહ લેવાની જરૂર પડે છે. તેમજ સારી સમજણ આપે તેવા વ્યક્તિની વાતો સાંભળવાની જરૂર હોય છે. પરંતુ માનસિક રીતે કંટાળેલા વ્યક્તિને જો હૂંફ આપવા માટે કોઈ વ્યક્તિ હાજર ન હોય તો અંતે તે કયું પગલું ભરીને તે નક્કી હોતું નથી..
અને આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે, બાલુભાઇ કેટલા બધા કંટાળી ગયા હતા કે અંતે તેઓએ આપઘાતનું પગલું ભરી લીધું હતું. કદાચ તેઓએ તેમના વિદેશમાં રહેલા સંતાનોને તેમના માનસિક ત્રાસની વાત જણાવી હોત અથવા તો તેમના મિત્રોને પણ આ બાબતની જાણ કરી હોત તો કદાચ કોઈ બાબતનો નિવેડો આવી શકેત.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]