Breaking News

6 વર્ષ પહેલા અંતિમ સંસ્કાર કરી નાખેલો દીકરો અચાનક જ પાછો જીવતો થતા પરિવારના ડોળા ફાટેલા રહી ગયા, હકીકત સામે આવતા જ…

જે વ્યક્તિના છ વર્ષ પહેલા અંતિમ સંસ્કાર કર્યા હોય અને તે જ વ્યક્તિ છ વર્ષ પછી પોતાની નજર સામે આવીને ઊભો રહી જાય આ પ્રકારની ઘટના સાંભળતા જ તમે કહેવા લાગશો કે આ કેવી રીતે શક્ય બન્યું..? આ એકદમ જુઠ્ઠી બાબત છે, પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે, આ ઘટના બિલકુલ સત્ય છે..

અને આ બનાવ ઉત્તર પ્રદેશના સોનભદ્ર વિસ્તાર પાસે આવેલા સિંગા ગામનો છે. આ ગામમાં રામાનંદભાઈ છેલ્લા ઘણા વર્ષોથી રહીને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનો નાનકડો દીકરો બબલુ રમતો રમતો એક દિવસ અચાનક જ ગાયબ થઈ ગયો હતો..

જ્યારે બબલુ ઘરેથી ગાયબ થયો, ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી. બે થી ત્રણ દિવસ સુધી તેને આસપાસના વિસ્તારો તેમજ ખેતરો અને નદી નાળા પાસે ખૂબ જ શોધ્યો છતાં પણ બબલુનો કોઈ પણ અતોપતો મળ્યો નહીં અને અંતે બબલુના પિતા રામાનંદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો દીકરો બબલુ ઘરેથી ગુમ થઈ ગયો છે..

પોલીસે પણ બબલુનો ફોટો હાથમાં લઇ તપાસ શરૂ કરી હતી. પરંતુ એક અઠવાડિયું વીતી ગયું છતાં પણ બબલુ નો કોઈ પણ હતો મળ્યો નહીં અને બે મહિના પછી સિંગા ગામની આસપાસ આવેલા એક નદી નાળામાંથી 12 વર્ષના જ એક યુવકની લાશ મળી આવી હતી. આ લાશ મળતાની સાથે જ પોલીસને કહ્યું કે આ લાશ કદાચ બબલુની હોઈ શકે છે..

એટલા માટે તેઓએ રામાનંદ ભાઈને પોતાના દીકરાની ઓળખ કરવા માટે બોલાવ્યા હતા. પોતાના દીકરો ન મળવાને કારણે રામાનંદ ભાઈ તેમજ તેમના પત્ની અને પરિવારના અન્ય સભ્યો પણ ખૂબ જ દુઃખી હતા. આ ઉપરાંત નદીનાાળા માંથી મળેલી આ લાશ નો ચહેરો બરાબર જોઈ શકાય તેમ હતું નહીં..

રામાનંદભાઈએ ઓળખી લીધો કે, આ તેમનો જ દીકરો છે. ત્યારબાદ પોલીસે તેમને વૃદ્ધે સોંપીને પરિવારના લોકોને આ યુવકને બબલુ સમજીને તેને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પરંતુ અચાનક જ છ વર્ષ પછી સિંગા ગામના ચોકી વિસ્તારના અધિકારીઓને જાણકારી મળી કે, ઓડીસાથી એક વ્યક્તિ મળી આવ્યો છે..

જે સિંગા ગામનો હોવાનું જણાવી રહ્યો છે. તાત્કાલિક પોલીસે ટીમ મોકલીને આ વ્યક્તિને સિંગા ગામ પરત લાવવામાં આવ્યો હતો. આ યુવકને ગામના લોકોએ જોતાની સાથે જ તેને બબલુ બબલુ ના નામથી બોલાવવા લાગ્યા, જ્યારે રામાનંદ ભાઈને સામે બબલુને લાવવામાં આવ્યો ત્યારે તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા..

અને વિચારમાં મુકાઈ ગયા કે, આખરે તેમનો દીકરો જીવતો કેવી રીતે તેમની સામે આવ્યો છે. કારણ કે તેઓએ તો તેમાં દીકરાના છ વર્ષ પહેલાં જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. તો બબલુની માતા પણ રડવા લાગી હતી. તે પણ તેના દીકરાને ફરી એક વખત જોતા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

જ્યારે બબલુ જીવતી હાલતમાં મળી આવ્યો ત્યારે ગામના અન્ય લોકો કહી રહ્યા છે. તો છ વર્ષ પહેલા રામાનંદભાઇએ જે યુવકના અંતિમ સંસ્કાર કર્યા છે તે યુવક કોણ હતો? કયા ગામનો હતો..? અને તેને શા માટે મોતને ઘાટ ઉતારીને કોઈએ ફેંકી દીધો હતો..? તેની તપાસ થવી જોઈએ.

પરંતુ સિંગા ગામના દરેક વ્યક્તિઓ બબલુના પરત આવવાથી ખૂબ જ ખુશ ખુશાલ થયા છે. તેઓએ ક્યારેય મનમાં પણ વિચાર્યું હતું નહીં કે બબલુ જીવતો છે. પરંતુ જ્યારે છ વર્ષ પછી તેમની નજર સામે આવ્યો ત્યારે સૌ કોઈની આંખોમાં ઘૂસીને આંસુ આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *