Breaking News

6 વર્ષની દીકરી તેના પિતાને પાણી દેવા જતી હતી અને અધવચ્ચે 10 કુતરા તૂટી પડતા ચૂંથી નાખી, થયું હડકંપ મચાવતું મોત..!

જયારે કોઈ મોટો બનાવ ઘરના જ કોઈ સભ્યની હાજરી તેમજ નજર સામે બને ત્યારે એ બનાવને ભૂલવો મુશ્કેલ જ નહી પરતું નાંમુમકિન હોઈ છે, પછી કે અકસ્માત હોઈ કે અન્ય કોઈ બનાવ, માં-બાપની નજર સામે તેમના વહાલસોયા દીકરા કે દીકરીને ખરાબ પરિસ્થિતિમાં જોવા કોઇપણ માટે સેહલુ નથી..

આજે એક એવો બનાવ બન્યો છે કે જેમાં એક પિતાએ તેની નજર સામે જ તેની 6 વર્ષની દીકરીનો જીવ જતા જોયો પરતું તે લાચાર બનીને જોતો રહ્યો અને તેની લાડકી દીકરીને બચાવી ન શક્યો તેનો અફસોસ તેને આખી જિંદગીભર રેહશે. આ બનાવ રાજસ્થાનના અલવર જિલ્લામાંથી સામે આવ્યો છે.

જે બિલકુલ હૃદયદ્રાવક સાબિત થયો છે. અલવર જિલ્લાના રામગઢ વિસ્તારમાં સોહન સિંહ તેના પરિવાર સાથે રહે છે. તેની દીકરી અમનદીપ કૌર તેને પાણી આપવા માટે ખેતરે આવતી હતી અને વચ્ચે જ તેના પર કુતરાઓનું ટોળું ત્રાટક્યું અને તેને કમકમાટી ભર્યું મોત મળ્યું છે.

મૃતક માસૂમના પિતા સોહન સિંહે જણાવ્યું હતું કે, “મારી 6 વર્ષની પુત્રી અમનદીપ કૌર મને પાણી આપવા ખેતરમાં આવી રહી હતી. રસ્તામાં જ 10થી 15 કૂતરાઓએ તેના પર તૂટી પડ્યા હતા. કૂતરાએ તેને જુદી જુદી જગ્યાએ બચકા ભરીને ચૂંથી નાખી હતી. એવું કોઈ અંગ બચ્યું ન હતું જ્યાંથી લોહી ન નીકળતું હોય.

જેના કારણે તે સંપૂર્ણ રીતે લોહીથી લથપથ થઈ ગઈ હતી. જ્યારે કુતરાઓ આ બાળકીને ચૂંથતા હતા ત્યારે સોહન સિંહ તેની બાળકીને બચાવવા માટે દોડ્યા હતા પરતું તેઓ ત્યાં પહોચે એ પહેલા જ કુતરાઓએ તેમની દીકરીને પતાવી દીધી હતી. આ બાળકીને રામગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં હોસ્પિટલમાંથી તેને વધુ સારવાર માટે અલવર રીફર કરવામાં આવી. આ બાળકીનું અલવરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ 6 વર્ષની બાળકીને લગભગ 8 થી 10 કૂતરાઓના ટોળાએ ઘેરી લીધી હતી.  ભયાનક રીતે 6 વર્ષની માસૂમના આકસ્મિક મોતને કારણે તેના પરિવારની હાલત કફોડી બની છે.

રામગઢ પોલીસ સ્ટેશનના એએસઆઈ હરિપ્રસાદે જણાવ્યું કે મૃતક યુવતીના પિતા રોજીરોટી પર જતા હતા. બાળક પિતા માટે પાણી લાવ્યો હતો. રસ્તામાં કૂતરાઓના ટોળાએ છોકરીને ઘેરી લીધું અને તેના શરીરને ખરાબ રીતે ખોળી માર્યું હતું. આખું શરીર માત્ર લોહીથી ખરડાઈ ગયું હતું. યુવતીને રામગઢથી અલવર રિફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *