Breaking News

6 વર્ષના દીકરાને બિલ્ડિંગના 8 માં માળેથી રમત-રમતમાં પગ લપસી જતા નીચે પડીને માથું ફાટી ગયું, જોઇને લોકોના હદય કંપી ગયા..!!

નાના બાળકોને રમતમાં જીવ હોય છે. રમતમાંને રમતમાં ક્યારેક તેઓ પોતાની સાથે એવી જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે કે જેના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાળકોને સાચા ખોટાની જાણ નથી હોતી. તેઓને બસ રમવામાં જીવ હોય છે. જેના કારણે બનેલી હાલમાં એક ઘટના સામે આવી છે.

આ ઘટના સેલવાસના ડોકમરડી વિસ્તારમાં બનતા એક નવી બિલ્ડીંગમાં આ ઘટના બની હતી. ડોકમરડી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં એક 10 માળની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગના બાંધકામ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનો એક પરિવાર આવ્યું હતું.

આ પરિવાર અવારનવાર મજૂરી કામ કરીને તેમનું ગુજરાન ચલાવતું હતું. દરેક મજૂરોની સાથે પરિવારના લોકોને રહેતા હતા અને પરિવારની સાથે તેમનો 6 વર્ષનો દીકરો રુદય રતિલાલ પણ આવ્યો હતો. રુદય અરજ ગામમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો પરંતુ ઉતરાયણની રજાઓ આવતી હોવાને કારણે પરિવારના લોકો બાળકને રજાના માહોલમાં પોતાની સાથે લઈને આવ્યા હતા.

બાળક પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુરશીથી રહેતું હતું. શ્રમિક પરિવાર તેમના 6 વર્ષના બાળકને દરેક સમજણ આપતા હતા પરંતુ એક દિવસ બાળકની માતા બિલ્ડિંગમાં કામ કરવા માટે બાળકને લઈને આઠમા માળે પહોંચી હતી. માતાને બિલ્ડીંગના આઠમા માળે કામ હોવાને કારણે તે પોતાના બાળકને સાથે લઈને ગઈ હતી.

બાળક ત્યાં આસપાસ રમી રહ્યું હતું. તેને દરેક વસ્તુઓ જોવાની ખૂબ જ ઈચ્છા થતી હતી. જેના કારણે તે બિલ્ડિંગના આઠમાં માળે આંટા મારી રહ્યો હતો. દીકરો અચાનક જ બિલ્ડીંગના દાદર પાસે ગયો હતો અને ત્યાં તેનો પગ લપસી ગયો. જેના કારણે તે બાળક સીધો આઠમા માળેથી નીચે કેમ્પસમાં પડયો હતો.

બાળકને નીચે પડતા જ માથું ફાટી ગયું હોવાને કારણે માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. જેના કારણે તરત જ આસપાસના મજૂરો ભેગા થઈ ગયા હતા અને બાળકના માતા-પિતા પણ તરત જ નીચે પહોંચ્યા હતા. બાળકને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકના મૃત્યુની જાણ પરિવારમાં થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. તેમનું ધ્યાન ન રહેતા બાળક સાથે આવી ઘટના બની ગઈ હતી અને બાળક પોતાના ગામમાં ભણી રહ્યું હતું.

પરંતુ પરિવારના લોકો તેમને રજાના દિવસો હોવાને કારણે પોતાની સાથે લઈને આવ્યા હતા અને આઠમા માળેથી પડતા બાળકે પણ પોતાનો નિર્દોષ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના દરેક વિસ્તારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને તેમના માતા-પિતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *