કુદરત જે ઈચ્છે છે તે બધા માટે ભલું હોય છે, એવું આપણે સાંભળ્યું છે. પરંતુ અત્યારે એક પરિવારની ખુશી છીનવાઈ ગઈ છે. તેમજ આખો પરિવાર ખૂબ જ ઊંડા શોકની અંદર ગરકાવ થઈ ગયો છે. આ ઘટના વીણા પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં ગૌતમભાઈ તેની પત્ની પ્રાર્થના બેનની સાથે જીવન ગુજારે છે..
તેમના લગ્ન થયા તેના દસ વર્ષ વીતી ચૂક્યા છે. આ સુખી લગ્ન જીવન દરમિયાન તેમને સાત વરસની એક દીકરી છે. અને માત્ર છ મહિના પહેલા જ એક દીકરો પણ જનમ્યો હતો, તેમની સાત વર્ષની દીકરી તેના નાનકડા ભાઈને દરરોજ લાડ પ્રેમથી રમાડતી હતી અને લાડ લડાવતી હતી. તેના માતા પિતા આ દ્રશ્યને જોઈને ખૂબ જ ખુશ થતા હતા કે, બહેન તેના ભાઈને કેટલા લાડ પ્રેમથી સાચવી રહી છે..
એ દિવસ સાત વર્ષની આ બહેને તેના છ મહિનાના ભાઈને તેડીને રમાડી રહી હતી. સાત વર્ષની આ દીકરીને આંચકી ઉપડી હતી અને તેના હાથમાંથી તેનો લાડકો ભાઈ નીચે પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો…
પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું, માથાના ભાગ એટલી બધી ગંભીર ઈચ્છા પહોંચી હતી કે તેનો જીવ બચી શક્યો નહીં અને આ છ મહિનાનો દીકરો જીવ ગુમાવી બેઠો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ગૌતમભાઈના પરિવારજનો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરતા હતા કે, હે ભગવાન તમે તો આ પરિવારની દરેક ખુશીને છીનવી લીધી છે..
કારણ કે છ મહિનાનો આ લાડકો દીકરો સૌ કોઈ લોકોના દિલમાં એટલો બધો વસી ગયો હતો કે, તેના મૃત્યુના સમાચાર સાંભળતા જ સૌ કોઈ લોકોને એકાએક ધાસકો લાગ્યો છે અને દરેકના કાળજા ધ્રુજી ગયા છે. ભગવાન આ પરિવારને આ મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]