હાલ છાશવારે અવનવા ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે. એમાં પણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી પોલીસની બેદરકારીને કારણે એક એવો બનાવ સામે આવ્યો છે. જે સામે આવતાની સાથે જ દરેક અધિકારીઓના મોતીયા મરી ગયા હતા. હકીકતમાં નવસારી ના વેસમા વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં પોલીસની એક અજાણ્યા યુવકની લાશ મળી હતી..
અજાણ્યા યુવકની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ લાશ જ્યારે પોલીસને મળી એ જ સમય પર વેસમા વિસ્તારમાં જ એક અન્ય બનાવ બન્યો હતો કે જેમાં નાગુલાલ ગાયરી નામનો એક વ્યક્તિ રાત્રિના સમયે અતિશય ભૂખ લાગવાથી ખાવાનું શોધવા માટે એ ઘરમાં ઘૂસી ગયો હતો..
પરંતુ ઘરના લોકોએ નાગુલાલને જોઈ લેતા બુમાબુમ કરવા લાગ્યા હતા. એટલા માટે નાગુલાલ ત્યાંથી ભાગી ગયો હતો. નાગુલાલ ઘરમાં ઘૂસવાની ઘટના અને અજાણ્યા યુવકની લાશ મળી આવવાની ઘટના આ બંને ઘટનાને પોલીસે મિક્સ કરી નાખી હતી કારણ કે નાગુલાલ નો ચહેરો અને અજાણ્યા યુવકની લાશનો ચહેરો બંને એકબીજાને મળતો આવતો હતો.
પોલીસે એ વખતે તપાસ દરમિયાન એવી ઘટના ઉભી કરી હતી કે નાગુલાલ જ્યારે ઘરમાં ખોરાક શોધવા માટે ઘૂસ્યો હતો. એ સમય દરમિયાન ઘરના લોકો મદન અને સુરેશ બંનેએ નાગુલાલને દોરીથી ગળુ દબાવીને હત્યા કરી નાખી છે. એટલા માટે ઘરમાં રહેતા મદન અને સુરેશ ની બંનેની પોલીસે ધરપકડ કરીને તેના પર કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
પોલીસે મળેલી લાશને નાગુલાલ સમજીને તેના ભાઈને સોંપી દીધી હતી. નાગુલાલાના ભાઇએ આ લાશ નાગુલાલની છે એમ સમજીને તેના ગામ મધ્યપ્રદેશ લઈ ગયો હતો. અને ત્યાં તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ ઘણા વર્ષો પછી દૂર દૂરના એક સગા સંબંધીને પહોંચી હતી કે નાગુલાલનુ મૃત્યુ થયું છે..
ત્યારે સગા સંબંધીએ જણાવ્યું હતું કે નાગુલાલ તો જીવતો છે. અને તે પાછળનાં ઘણાં વર્ષોથી મારા ઘરે રહે છે. નાગુલાલ ઘણા વર્ષો બાદ મધ્યપ્રદેશથી નવસારી ફરી એકવાર પરત ફર્યો હતો. અને તે જ્યારે પોલીસની સામે આવ્યો ત્યારે પોલીસના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેણે જે વ્યક્તિને મૃત જાહેર કરી દીધો હતો હકીકતમાં તે વ્યક્તિ જીવતો હતો..
અને અત્યારે તેમની સામે ઉભો હતો જોતાની સાથે જ કેટલાક અધિકારીઓના મોતિયા પણ મરી ગયા હતા. નાગુલાલ સામે આવી જતાંની સાથે જ પોલીસની ખામી બહાર નીકળી આવી હતી. કારણ કે નાગુલાલની હત્યાના ખોટા આરોપો સુરેશ અને મદદ નામના વ્યક્તિ ઉપર હતા.
બંને વ્યક્તિઓ જેલમાં હતા અને કોર્ટ ની મુદત ઉપર જતા હતા. એટલા માટે કોર્ટના ન્યાયધીશએ બંને વ્યક્તિઓને દોષમુક્ત જાહેર કરીને બંનેને 50,000 રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. પોલીસને જે અજાણ્યા યુવકની લાશ મળી હતી. હકીકતમાં એ વ્યક્તિ કોણ હતું..?
અને તેની શા માટે હત્યા કરવામાં આવી હતી..? તે બાબતની હાલ કોઈ પણ જાણવા મળી નથી. કારણ કે પોલીસે લાશને નાગુલાલની સમજીને તેના ભાઈ ને સોંપી દીધી હતી. અને તેના ભાઈએ મધ્યપ્રદેશ પોતાના વતન જઈને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]