Breaking News

5 વર્ષનો દીકરો રમતા રમતા ગુમ થઈ ગયો, બીજે દિવસે સવારે બન્યું એવું કે પરિવારને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો..!

જો પરિવારમાં નાના બાળકો ન હોય તો ઘર એકદમ સુનું સુનું લાગે છે, નાના બાળકોનો અવાજ સાંભળતાની સાથે જ આપણે પણ એકદમ ખુશ ખુશ થઈ જતા હોઈએ છીએ, નાના બાળકોનું ખૂબ જ ધ્યાન પણ રાખવું પડે છે. કારણ કે, અત્યારના સમયમાં જાણ્યામાં એવી ઘણી બધી ઘટનાઓ બની જાય છે કે જેમાં બિચારા નાના અને અણસમજુ બાળકો કોઈ મોટી મુશ્કેલીનો ભોગ બની જાય..

અને અંતે તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. આવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે. અત્યારે પણ આરાધના સોસાયટીમાં રહેતા રસિકલાલ ભાઈના પરિવારજનો સાથે એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે, રસિકલાલભાઈ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને તેઓ શહેરના આરાધના સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહે છે..

તેઓ એક ફેક્ટરીમાં નોકરી કરે છે, જ્યારે તેમની પત્ની પણ સોસાયટીમાં રહેતા અન્ય બાળકોને શિક્ષણ આપીને ઘરનું ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમનો પાંચ વર્ષનો દીકરો રિયાંશ સોસાયટી માન્ય બાળકોની સાથે રમતો હતો. એ વખતે અચાનક જ તે ગુમ થઈ ગયો હતો. રીયાંશ લાંબા સમય સુધી ઘરે પરત આવ્યો નહીં..

ત્યારે રિયાંશની માતા ઘરકામ બાજુ પર મૂકીને તેના દીકરાને શોધખોળ કરવા લાગી હતી, સોસાયટીના દરેક લોકોને પૂછપરછ કરી પરંતુ સૌ કોઈએ જણાવ્યું કે, રીયાંશનો કોઈ પણ અતોપતો તેમના સુધી પહોંચ્યો નથી, આ વાતને લઈ રિયાંશ ની માતા મીનાબેન ખૂબ જ દુઃખી થઈ હતી. તેમણે તરત જ રસિકલાલભાઈને ફોન કરીને જણાવી દીધું કે રિયાંશ અચાનક જ ગુમ થઈ ગયો છે..

અને તે ક્યાંયથી મળી આવ્યો નથી, આ સમાચાર સાંભળીને રસિકલાલભાઈ પણ નોકરીએથી ઘરે આવી પહોંચ્યા હતા અને રિયાંશ ને શોધખોળ કરવા લાગ્યા હતા, કોઈ પણને રીયાંશનો પતો ન મળતા. અંતે તેઓ પોલીસની મદદ સુધી પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશનને જઈને તેઓએ જણાવ્યું કે, તેમનો દીકરો અચાનક જ ગુમ થઈ ગયો છે..

પોલીસની ટીમોએ પણ શોધખોળ શરૂ કરી અને બીજે દિવસે સવારે પોલીસની ટીમને રીયાંશનો પતો મળી ગયો હતો, હકીકતમાં તેમની સોસાયટીની પાછળના ભાગે આવેલા પાણીના ટાંકાની અંદર રિયાંશનો મૃતદેહ મળી આવ્યો હતો, પોતાના દીકરાને મૃત હાલતમાં જોઈને માતા-પિતાના તો કાળજા ફફડી ઊઠ્યા હતા..

તેઓ વિચારમાં મૂકાય ગયા કે આખરે રિયાંશ આ ટાંકાની અંદર કેવી રીતે પડી ગયો હશે, પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. શું તેને કોઈ વ્યક્તિએ હું તેને મોતને ઘાટ ઉતારી દીધો છે કે, પછી તે રમતા રમતા આ પાણીના ટાંકાની અંદર પડી ગયો હશે, તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી..

પરંતુ આ બાબતને લઈને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સીસીટીવી કેમેરા સહિતની ચકાસણી થઈ રહી છે, બિચારો પરિવાર આ સમાચારને લઈને ખૂબ જ દુઃખી થયો હતો. કારણકે તેમના માથે કાળ ત્રાટકી ગયો હતો, તેમનો પાંચ વર્ષનો લાડકો વહાલો દીકરો રમત રમતમાં મૃત્યુ પામી ગયો હતો. હવે જેનું દુઃખ કોઈપણ વ્યક્તિ માટે સહન થઈ શક્યું હતું નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *