Breaking News

5 વર્ષના બાળકના પેટમાંથી એકસાથે 52 એવી વસ્તુઓ મળી કે જોતા જ ડોક્ટરના ડોળા ફાટી ગયા, રીપોર્ટ જોતા જ માં-બાપ બચવાની માનતા કરવા લાગ્યા.. જાણો..!

નાના બાળકોનું ડગલે ને પગલે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેમની સાચવણીમાં સહેજ પણ અગવડતા અનુભવાય કે ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો માતા-પિતાને આવી જતો હોય તેવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે. અને અત્યારે એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી જતા ડોક્ટરના પણ પરસેવા છૂટી ગયા છે..

આ ઘટના વેલ્સના તીડફિલ વિસ્તારની છે. જ્યાં પાંચ વર્ષનો જુડ ફોલી નામનો દીકરો તેના પરિવાર સાથે રહે છે. આ દીકરો છેલ્લા ઘણા સમયથી એક ગંભીર બીમારીથી પરેશાન હતો અને તેને અવારનવાર પેટમાં દુખાવો શરૂ થઈ જતો હતો. તેના માતા પિતાએ ઘણી બધી જગ્યાએ તેની સારવાર કરાવી પરંતુ કોઈ પણ સારવારમાં પરિણામ મળી આવ્યું નહીં..

અને તેનો દીકરો દિન પ્રતિ દિન મુશ્કેલીમાં મુકાઈ જતો હતો, એટલા માટે એક વખત તેઓએ સમગ્ર શરીરનું ચેકઅપ કરાવવાનું નક્કી કર્યું હતું અને ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે પ્રિન્સ ચાલસે હોસ્પિટલની અંદર તેને શું થયું છે, તેની જાણકારી મેળવવામાં આવી રહી હતી. એ વખતે રિપોર્ટ કરતા ડોક્ટરે આ બાળકના પેટની અંદર એક સાથે 52 જેટલી એવી ચીજ વસ્તુ જોઈ લીધી હતી કે..

તે જોતાની સાથે જ ડોક્ટરના ડોળા ફાટી ગયા અને તરત જ બાળકની માતા લીદ્સેને બોલાવી અને કહ્યું કે, તમારા દીકરાની હાલત ખૂબ જ નાજુક છે. તમે આટલા સમય સુધી તમારા દીકરાને શા માટે હેરાન પરેશાન કરી રહ્યા હતા..? તમારે આવી ઘટનાઓને લઈને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે દોડતું થવું જોઈએ..

ડોક્ટરે જણાવ્યું કે, સૌપ્રથમ આ બાળકનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નોર્મલ આવ્યો છે. અને ત્યારબાદ એકસરે લેવામાં આવ્યો જે જોતાની સાથે જ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. કારણકે આ બાળકના પેટની અંદરથી હાથમાં પહેરવાના બ્રેસલેટના જુદા જુદા 52 જેટલા ચુંબકના કંગન ચાલ્યા ગયા છે..

આ ચુંબકીય શક્તિવાળા કંગન હોવાને કારણે એકબીજા સાથે ચીપકી ગયા છે. અને તેનું આંતરડું પણ સંકોચાઈ ગયું છે. એટલા માટે તેના શરીરમાં કોઈ પણ ખોરાક પ્રવેશ કરી શકતો નથી અને અચાનક જ તેને પેટમાં દુખાવો શરૂ થઈ જાય છે. જુદી-જુદી સર્જરીઓ કરીને ડોક્ટરએ મહા મહેનતે આ બાળકના પેટમાંથી જુદા-જુદા 52 જેટલા કંગન બહાર કાઢવામાં આવ્યા હતા..

જ્યારે બાળકના માતા-પિતાને ખબર પડી કે, તેમના દીકરાના પેટમાં 52 જેટલા ચુંબકના કંગન સલવાઈ ગયા છે. ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે જુદી-જુદી માનતાઓ માનીને તેના બાળકને સાજો થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા. આગળ પણ એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં બાળકો રૂપિયાનો સિક્કો તેમજ અન્ય રમકડું જેવી ચીજ વસ્તુ ગળી જવાને કારણે..

મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું હોય, હાલ જુડ ફોલી નામનો પાંચ વર્ષનો દીકરો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તાત્કાલિક ધોરણે સર્જરી કરીને આ તમામ કંગનને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું કે તમારો દીકરો રોજબરોજની રમતની અંદર એક પછી એક એમ જુદા-જુદા 52 જેટલા કંગન મોઢામાંથી ગળી ગયો છે..

અને આ કંગન શ્વાસનળીમાં અટક્યા વગર જ આંતરડાના ભાગ પાસે ફસાઈ ગયા હતા અને તે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે હોસ્પિટલના સ્ટાફના લોકોના પણ હોશ ઉડી ગયા હતા કારણ કે, આવો કિસ્સો તેઓએ પહેલા ક્યારેય પણ જોયો હતો નહીં, તો ડોક્ટર માટે પણ ખૂબ જ સાહસ ભરી સર્જરી હતી. પરંતુ આ ડોક્ટરની હોશિયારી અને સમજદારીને કારણે સર્જરી સફળ પૂર્વક થઈ ગઈ છે અને આ બાળકનો જીવ પણ બચી ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *