5 માનતાઓ બાદ જન્મેલા દીકરાએ મોટા થઈને પત્ની સાથે મળીને માં-બાપ સાથે કર્યું એવું કે બિચારા માં-બાપે ફિનાઈલ પીઈને કરી લીધો આપઘાત..! વાંચો..

અત્યારે એક એવો બનાવ બનવા પામ્યો છે કે, જે દરેક માતા પિતાએ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લેવો જોઈએ અને પોતાના સગા સંબંધીઓ સુધી પણ આ મામલાને પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે જે માં બાપને તેના દીકરાઓ ઉપર વિશ્વાસ હોઈ શકે તે મોટો થઈને ખૂબ જ સારો વ્યક્તિ બને અને પરિવારજનોને ખૂબ જ સારી રીતે સાચવે તેમજ પોતાનું નામ ખૂબ જ સારી રીતે રોશન કરે તે જ દીકરાએ તેના પરિવારજનો માટે કાળ સમાન સાબિત થઈ ગયો છે..

આ ઘટના મોટી રીમાપુર ગામની છે. આ ગામની અંદર રીશીકેશભાઈ તેની પત્ની દક્ષાબેન સાથે રહેતા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો હતો. પરંતુ તેઓ દીકરાના હંમેશા ખૂબ જ દુઃખી રહેતા હતા. દીકરા અને દીકરી બંનેને સમાન સમજવાને બદલે તેઓ દીકરાને વધારે માન્યતા આપતા હતા અને તેમના ઘરે ક્યારે દીકરા નો જન્મ થાય તેની રાહ જોઈને બેઠા હતા..

તેઓએ પાંચ જેટલી માનતામાં પણ માની હતી અને ત્યારબાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. આ દીકરાનું નામ તેઓએ વિજય રાખ્યું હતું. વિજય શરૂઆતમાં તો પરિવારજનો ખૂબ જ લાડકો હતો. પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના મનમાં ખૂબ જ અવળા વિચારો આવવા લાગ્યા હતા..

તેના લગ્નની ઉંમર થઈ જતા ઋષિકેશભાઇએ સારી કન્યા શોધીને તેના લગ્ન પણ કરાવી દીધા હતા. પરંતુ હજુ પણ વિજય કોઈપણ કામ ધંધો કરતો હતો નહીં અને અવળા રવાડે પણ ચડી ગયો હતો. મા-બાપે તેને ખૂબ જ સમજાવ્યો અને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ તે કોઈ પણ વ્યક્તિની વાતચીત માનતો હતો નહીં.

મા-બાપ તેને ખૂબ જ વધારે પડતો પ્રેમ કરતા હતા અને આ જ કારણે કદાચ વિજય તેના માતા પિતાને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકવા પર મજબૂર બની ગયો હતો અને આ બાબતમાં વિજય ની પત્ની પણ તેને સાથ સહકાર આપતી હતી. વિજયની પત્ની અવાર-નવાર વિજયને ચડ્યામણી કરતી હતી કે હવે આપણે મા બાપથી જુદા રહેવા માટે જતું રહેવું જોઈએ..

અને વિજય તેની વાતમાં આવી જઈને પોતાના જ મા બાપને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં પરંતુ તેને પહેરેલા કપડાં સિવાય એક પણ રૂપિયો આપ્યો નહીં બિચારા મા બાપ અડધી જિંદગી એ રખડતી જિંદગી જીવવા માટે મજબુર બની ગયા હતા. કારણ કે, તેના દીકરાએ તેને ઘરમાં સ્થાન આપ્યું હતું નહીં..

આવી રીતે મા-બાપને કાઢી મુકવાને કારણે માતા-પિતા બંનેને ખૂબ જ લાગી આવ્યું હતું અને તેઓ વિચારવા લાગ્યા કે, પાંચ પાંચ માનતાઓ કર્યા બાદ આ દિકરો જન્મ્યો હતો અને આજે આ દીકરાએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે અને તેમનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. અત્યારે હવે સમાજમાં તેમની કોઈપણ ઈજ્જત બાકી બચી નથી..

તેઓ આ ઘટનાને લઈને એટલા બધા દુઃખી હતા કે, એક દિવસ માતા-પિતા બંને ફિનાઈલ પીઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે તેઓ ફિનાઈલ પી લીધી ત્યાર બાદ તેઓ રસ્તા પર અસર પડ્યા મારતા હતા અને ત્યાંથી આસપાસ પસાર થતા કેટલાક વ્યક્તિઓએ તેમને આ હાલતમાં જોયા હતા તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા..

પરંતુ ઋષિકેશ ભાઈ અને દક્ષાબેન બંનેમાંથી કોઈ પણ વ્યક્તિનો જીવ બચ્યો નથી અને બંનેના મૃત્યુ થઈ ગયા હતા. તેમનો દીકરો બધો નપાવટ સાબિત થયો હતો કે, તેના મા બાપના મૃત્યુ થયા છતાં પણ તે અંતિમ વિધિમાં પણ જોડાયો હતો નહીં. આખરે તેના આવા વિચારોથી તે શું સાબિત કરવા માંગે છે, તે કોઈ પણ વ્યક્તિને સમજાયું નહીં. જ્યારે જ્યારે પણ આવા બનાવો સામે આવે છે ત્યારે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment