કોઈને કોઈ કારણોસર એકબીજા પર જીવલેણ હુમલા કરવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. જેમાં વધુ એક કિસ્સો શંખેશ્વર ના બીલીયાના માંથી સામે આવ્યો છે. અહીં એક આધેડ વયના વ્યક્તિની લાશ કેનાલમાંથી મળી આવી હતી. જેના પગલે આસપાસના લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
સમી તાલુકામાં આવેલા મઢુત્રા ગામ માં પાંચાભાઇ ઠાકોર અને તેમનો પરિવાર ખેત મજુરી કરીને જીવન ગુજારે છે. એક દિવસ પાંચાભાઇ ના પત્ની ના મોબાઈલ પર શંકરભાઈ નામના વ્યક્તિ નો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવારને લઈને સમી તાલુકામાં ફેક્ટરી આવેલી છે.
જ્યાં મજૂરીકામ માટે આવી જાઓ. તમને સારા એવો પગાર કરી આપવામાં આવશે. પાંચાભાઇએ તેના સાધુભાઈ ઇશ્વરભાઇ તેમજ તેમના પિતા રામજીભાઈ અને મહેશ ભાઈને વાત કરીને શંકરભાઈને સમી ખાતે બોલાવીને તેને મારી નાખવાનું કાવતરું બનાવ્યું હતું. એવું તો શું બન્યું હશે કે જેના કારણે પાંચાભાઇ શંકરભાઈ નો જીવ લેવા માટે ઉતરી પડયા હતા…
શંકરભાઈ અને તેમનો પરિવાર બ્લોકની ફેક્ટરીમાં કામ કરવા માટે પહોંચ્યા હતા. એ સમયે ચાર લોકોએ શંકરભાઈ ને જાડ સાથે બાંધીને ધોકા વડે આડેધડ મારવા લાગ્યા હતા. શંકરભાઈ જોરથી બૂમો પાડતાં નહિ કે મને છોડી દો… છોડી દો…. પરંતુ તેમની મદદથી આસપાસના કોઈપણ લોકો આવ્યા ન હતા…
આ ચાર લોકો એકદમ નિર્દય બનીને શંકરભાઈને મારવા લાગ્યા હતા. મનફાવે તેમ ધોકાઓની મારામારી બોલાવતા અંતે શંકરભાઈ મૃત્યુ પામ્યા હતા. તેઓએ શંકરભાઈ લાશને ઠેકાણે લગાડવા માટે લાશ સાથે પથ્થર બાંધીને નજીકમાં આવેલી કેનાલમાં ફેંકી દીધી હતી. શંકરભાઈના પરિવારને શંકરભાઈ નો અતો પતો ન મળતા…
તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે મોબાઈલ લોકેશન ની મદદથી શંકરભાઈ ને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ તેમનું લોકેશન કેનાલના કાંઠે બતાવી રહ્યું હતું. ત્યાં જઈને જોયું તો સૌ કોઈ લોકો કેનાલમાં રહી એ લાશની વાતો કરી રહ્યા હતા.
પોલીસે શંકરભાઈ ની લાશ શોધી કાઢી હતી. તેમજ તેમાંથી મળેલા મોબાઈલ ફોન કોલની ડિટેલ પરથી અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ કામે લાગી ગઈ છે. આ બનાવ બન્યા બાદ પરિવાર ખુબ જ ગહેરા આઘાતમાં ચાલ્યો ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]