Breaking News

4 વર્ષના બાળકે તેના પિતાને આપી મરી જવાની ધમકી, ઘટના પાછળનું કારણ છે હચમચાવી દે તેવું..!

આજકાલ નાના બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. દરેક માતા-પિતા પોતાના બાળકને ખુશ રાખીને તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર હોય છે. પરંતુ બાળકોની જિદ્દ આગળ જતાં લતમાં પરિવર્તન પામે છે. જેના કારણે બાળકનું ભવિષ્ય વિનાશ તરફ દોરાતુ દેખાય છે…

તેથી મા-બાપ બાળકને એવી ઈચ્છાઓ અને પૂર્ણ કરતા નથી.. પરંતુ કોરોનાના આ કપરા સમયમાં છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ ચાલતું હતું જેના પગલે દરેક બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની અથવા તો વેબ સીરીઝ અને સીરીયલ જોવાની ખૂબ ગંદી ટેવ પડી ગઈ હતી..

આ ટેવને છોડાવવા માટે મા-બાપ કેટલાય પ્રયત્નો કરી ચૂક્યાં છે. છતાં પણ અવારનવાર સાંભળવામાં આવતું હોય છે કે મોબાઈલમા ગેમ રમવા દેવાના કારણે બાળકે કરી આત્મહત્યા કે નવો મોબાઈલ નહી દેતા બાળકે જમવાનું છોડી દીધું.. વગેરે જેવી ઘટનાઓ અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ..

અત્યારે ફરી એક વાર એવી ઘટનાઓમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આવા કેટલાય બાળકો ની મનોવૃત્તિ ઉપર કાઉન્સિલિંગ કર્યું હતું.. જેમાં મોટાભાગના બાળકોનુ મન અભ્યાસમાં બદલે મોબાઈલ ઉપર હતું તેવું જણાયું છે.. વળી પાછું એક ચાર વર્ષના બાળકે પોતાના પિતાને જણાવ્યું હતું કે જો તમે મને મોબાઇલમાં ઓનલાઇન સિરિયલ નહી જવા દો….

તો હું મરી જઈશ. હું આપ.ઘાત કરી લઇશ. અને તમે જોતા ને જોતા જ રહી જશો. સાવ નાનકડી ઉંમરના આ બાળકને આ પ્રકારના વિચારો ક્યાંથી આવ્યા હશે. તેનું મુખ્ય કારણ ઓનલાઇન જોવામાં આવી રહેલી સિરિયલ તેમજ વેબ સિરીઝ છે. હકીકતમાં નાના બાળકો મોબાઇલના વશ બની ગયા છે..

તેથી તેઓને મોબાઇલ સિવાય કશું નવીન સૂઝતુ જ નથી. આ બાબત બાળકોના ભવિષ્ય માટે ખુબ જ ગંભીર બાબત બની ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે કાઉન્સેલિંગ કર્યું હતું તેમાંથી જાણવા મળ્યું છે કે ૮૮ ટકા બાળકોનું મન સીરીયલ અને વેબ સીરીઝ ના કારણે બગડે છે… તેમજ 85 ટકા બાળકોનું મન online gamesના કારણે બગડે છે.

માત્ર ને માત્ર એક મોબાઈલ માટે ચાર વર્ષના દીકરાએ પોતાના પપ્પાને ધમકી આપતા કહ્યું કે જો તમે મને સીરીયલ નહીં જવા દો તો હું આપઘાત કરીને મરી જઈશ.. આ વાક્ય બોલવાની સાથે જ તેના પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણકે પિતાએ તેના બાળકને આવા શબ્દો બોલતાં પહેલી વાર જોયો હતો.

કદાચ આ શબ્દો ક્યાંકને ક્યાંક સીરીયલ અથવા વેબ સીરીઝ માં જ બાળકે સાંભળ્યા હશે. અગાઉ પણ સુરતમાં બે કિસ્સાઓ એવા બન્યા હતા કે ત્યારબાદ વાલીઓ જાગૃત થઇને પોતાના બાળકને મોબાઇલની લતથી જલ્દીથી જલ્દી મુકાવા માટે પ્રેરિત થયા હતા. કારણ કે સુરતમાં એક બાળકે પોતાના પિતાને ચ.પ્પુના ઘા મારી ને પતાવી દીધા હતા..

કારણ કે તેના પિતા તેને ગેમ રમવા માટે અડચણરૂપ બનતા હતા. આ ઘટના બનતા તરત જ સમગ્ર ગુજરાતમાં ભારે અરેરાટી મચી ગઇ હતી. હકીકતમાં બાળકોને મોબાઈલ વશ થતા અટકાવવા માટે તેઓને શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા જોઈએ જેમ કે કબડ્ડી, ક્રિકેટ, પકડ દાવ જેવી રમતો માં વ્યસ્ત રાખીને મોબાઈલ થી દુર રાખવા જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *