Breaking News

4 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કરેલો યુવક ‘હવે મારે નથી જીવવું’ કહીને શરીરે દીવાસળી મુકવા જતો જ હતો ત્યાં અંતિમ ઘડીએ થયો મોટો ચમત્કાર અને..!

માત્ર ચાર મહિના પહેલા જ યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે ખૂબ જ ખુશ ખુશાલ હતો. કારણકે પરિવારના સૌ કોઈ સભ્યોને મનામણી કર્યા બાદ તેના લગ્ન શક્ય બન્યા હતા. આ બનાવ છત્તીસગઢના બિલાસપુરનો છે. અહીં અમિત નામનો યુવક તેમના પરિવાર સાથે રહેતો હતો..

તેણે આજથી ચાર મહિના પહેલા શર્મિલા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ચાર જ મહિનાની અંદર અંદર આજે એવી ઘડી આવી પહોંચી છે કે, અમિત હવે મારે નથી જીવવું કહીને આપઘાત કરવા પર મજબૂર બન્યો છે. તેઓ ઝબાડાપડા વિસ્તારમાં રહેતા હતા અને રાજી ખુશીથી જીવન જીવતા હતા..

પરંતુ ચારથી તેઓ પ્રેમ લગ્ન કરીને ઘરમાં પગ મુક્યો છે. ત્યારથી જ તેની પત્ની અમિતને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતી હતી. નાની નાની બાબતોને લઈને શર્મિલા અમિતના માતા-પિતાને ગાળો પણ બોલવા લાગતી હતી. એટલું જ નહીં શર્મિલા અમિતને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગી હતી.

શર્મિલાનું આ વર્તન જોઈને અમિતને લાગ્યું કે, શર્મિલાને તેના સિવાય અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ છે. એટલા માટે તે આ બધા નાટકો કરી રહી છે. તેને શર્મિલા ને પ્રેમથી પૂછ્યું હતું કે, તારા જીવનમાં બધું બરાબર તો ચાલે છે કે નહીં..? જો કોઈ પ્રોબ્લેમ હોય તો તું મને જણાવી શકે છે, કારણ કે હું તારો પતિ છું..

પરંતુ એ વખતે શર્મિલાએ બધું જ બરાબર હોવાનું જણાવ્યું હતું. છતાં પણ તે રોકડા પૈસા અને દાગીના ને લઈને અમિતને ખૂબ જ મહેણા ટોણા મારતી હતી અને એક દિવસ રાત્રિના સમયે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તે ઘરમાં રહેલા ચાર લાખ રૂપિયા રોકડા અને 10 તોલા સોનાના દાગીના લઈને ઘરેથી ભાગી નીકળી છે.

અમિતનું કહેવું છે કે, તે રાયપુરના એક મકાનમાં રહે છે. તે કોની સાથે રહે છે. તેમજ શા માટે તે ઘર મૂકીને ભાગી ગઈ છે. તેની કોઈ પણ જાણકારી મળી નથી. પરંતુ વારંવાર તે ફોન કરીને ડરાવે ધમકાવે છે. અને કહે છે કે, હું તને છુટાછેડા આપીને અન્ય યુવક સાથે લગ્ન કરી લઈશ આ ઉપરાંત તમને દહેજના ખોટા કેસમાં ફસાવી દઈશ..

પોતાની પત્નીની કાળી કરતુતોને કારણે અમિત નામના યુવક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો. તેણે આ બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ મામલાને ઘરેલુ ગણાવીને કોઈ આગામી તપાસ શરૂ કરી નહીં. એટલા માટે આ યુવક ખૂબ જ કંટાળી ગયો હતો.

પોલીસનો સાથ સહકાર ન મળતા તેના પરિવારજનો પણ ખૂબ જ દુઃખી હતા. એક દિવસથી કંટાળીને પોલીસ સ્ટેશનને હાજર થયો અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે હવે મારે નથી જીવવું, હું આપઘાત કરવા જઈ રહ્યો છું. એમ કહીને તે પોતાના શરીરને પેટ્રોલ છાંટીને દીવાસળી મુકવા જતો જ હતો..

એવામાં અંતિમ સમયે ખૂબ જ મોટો ચમત્કાર થયો છે. તાત્કાલિકા યુવક ઉપર પોલીસની નજર પડતા ત્યાં મોટા મોટા અધિકારીઓ હાજર થઈ ગયા હતા. અને યુવકને આપઘાત કરતા બચાવી લીધો હતો. અત્યારે આ યુવકની અરજી અને લઈ તપાસને વેગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શર્મિલાની પણ ધરપકડ કરવામાં આવી..

અને તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેને પોતાની મરજીથી ઘર છોડ્યું છે. અને હવે તે અમિત નામના યુવક સાથે રહેવા માંગતી નથી. તો બીજી બાજુ અમિતનો કહેવું છે કે, તે ઘરેથી દાગીના અને રોકડા રૂપિયા લઈને ભાગી ગઈ છે. એ રૂપિયા પરત અપાવી દો, આ ઉપરાંત તેણે અમારા પરિવારના સૌ સભ્યોની લાજ પણ લૂંટી લીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *