મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર હાડાની ગામ આવેલું છે. આ ગામમાં રહેતા ચાર બાળકો એક સાથે જ ગામની સીમમાં આવેલા તળાવમાં નાહવા પડ્યા હતા. મજાક મસ્તીમાં નાહવા પડેલા 10 થી 12 વર્ષની ઉંમરના બાળકોને એવી તો શી ખબર હશે કે, તરતા ન આવડવાને કારણે તેમનો જીવ પણ જતો રહેશે..
એક સાથે નાહવા પડેલા ચાર બાળકો મજાક મસ્તી કરી રહ્યા હતા. એક સાથે ડૂબકી માર્યા બાદ કિશન અને પ્રિન્સ નામના બંને બાળકો ઘણા સમય સુધી પાણીમાંથી બહાર નીકળ્યા હતા નહીં. અન્ય બંને મિત્રો વિચારમાં મુકાઈ ગયા કે, આ બંને પાણીની અંદર શું કરી રહ્યા છે. અને જે શા માટે પાણીની બહાર આવી રહ્યા હતા નહીં.
આ બાળકો ખૂબ જ ગભરાઈ ગયા અને તાત્કાલિક ધોરણે તે તળાવમાંથી બહાર નીકળીને કિશન અને પ્રિન્સના ઘરે જઈને તેના પરિવારજનોને કહ્યું કે, અમે તળાવમાં ડૂબકી મારવા માટે પડ્યા હતા. પરંતુ કિસન અને પ્રિન્સ ઘણા સમય સુધી પાણીમાંથી બહાર નીકળ્યા નથી. અમે તેને બૂમો પાડીને પણ બહાર બોલાવ્યો પરંતુ તે બહાર આવ્યા હતા નહીં..
આ બંને બાળકના પરિવારજનો તેમજ ગામના અન્ય લોકો પણ તળાવ પાસે આવી પહોંચ્યા હતા. અને આ બંને બાળકોની તલાશ હાથ ધરવામાં આવી હતી. જોતજોતામાં બંને બાળકોના મૃતદેહો પાણી ઉપર આવી ગયા હતા. આ બંને બાળકોને મૃત હાલતમાં જોઈને પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.
પ્રિન્સ પ્રવીણભાઈ રાવલ કે જેની ઉંમર 12 વર્ષની છે. અને કિશન કુમાર ભરતભાઈ રાવલ કે જેની ઉંમર પણ 12 વર્ષની છે. આ બંને બાળકો કે જે એક જ પરિવારના હતા. આ બંને બાળકોના મૃત્યુ થવાથી તેના માતા પિતા અને પરિવારજનો ઉપર આભ ફાટી નીકળ્યું છે. પ્રિન્સ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.
પોતાના વ્હાલસોયા દીકરા પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામતા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. તેમજ ગામજનોમાં પણ ભારે શોકનો માહોલ છવાયેલો છે. ગામના તળાવને લઈને કોઈ પણ પ્રકારની સુરક્ષા ન રાખવા બદલ કેટલાક લોકો સરપંચને સંભળાવી રહ્યા છે. તો આ બનાવ બન્યા બાદ સંતરામપુર પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાય છે.. અને પોલીસ તપાસ હાથ ધરીને સંતરામપુરના આ તળાવે પહોંચી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]