Breaking News

કોરોનાની ત્રીજી લહેરની આગમવાણી : પવન કરતા વધારે જોરથી ફેલાશે વાયરસ, આ બાબતોન ખાસ ધ્યાન રાખજો – વાંચો!

કોરોનાની મહામારી તો ભયંકર રીતે પાછળ પડી ગઈ છે. કોઈ કાળે થમવાનું નામ જ નથી લેતો કોરોના. હાલ ભારતના બીજી લહેર ગયા પછી થોડોક માહોલ સુધર્યો જ છે ત્યાં તો કેરલ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં મહત્વપૂર્ણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ જોતા જ એવું લાગી રહ્યું છે કે હવે કોરોનાની ત્રીજી કહેર વધારે દુર નથી.

કેરલ અને મહારાષ્ટ્રમાં કેસો વધતા ત્યાંની સરકારે આરોગ્ય બાબતે સંપૂર્ણ તૈયારીઓ કરી નાખી છે. બીજી લહેરના ખરાબ મેનેજમેન્ટમાંથી શીખીને હવે ત્રીજી લહેરનો સામનો કરવા દરેક રાજ્યની સરકાર તૈયાર છે. વેટીલેટર, ઓક્સીજન અને બેડ ની ખાસ સુવિધાઓ હોસ્પિટલોમાં કરવામાં આવી છે.

ક્યારે આવશે ત્રીજી લહેર : ભારતના કોવીડ સલાહકર વૈજ્ઞાનિક વિજય રાઘવનણા કહેવા મુજબ ત્રીજી લહેર ક્યારે આવશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પરતું અત્યારની સ્થતિ જોતા એવું લાગે છે કે હવે આપડે તૈયારીઓ કરી લેવી જોઈએ. એવી એક આશંકા છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં અસર દેખાડવાની ચાલુ કરી દેશે.

હવા માફક ફેલાશે વાયરસ : કોરોનાની ત્રીજી લહેર એ અત્યારે તો માત્ર એક અનુમાન જ છે જે વિશ્વના ઘણા બધા સારા વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા 5 ગણી વધારે ઘાતક અને ઝડપી હશે. બીજી લહેરમાં સ્વસ્થ વ્યક્તિને કોરોના સંક્રમણ થવા માટે 7 થી 8 દિવસનો સમય લાગતો હતો તે જ સમય ત્રીજી લહેરમાં 2 થી 3 દિવસ લાગશે. તેથી કહી શકાય છે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે ઝડપી હશે. તેમજ તે હવા અને પવન ની જેમ વધારે ઝડપથી ફેલાશે.

શું બાળકોને પણ ઝપેટમાં લેશે ત્રીજી લહેર: ભારતમાં પહેલી લહેરમાં સિનિયર સિટીઝન લોકો પર ઝડપથી સંક્રમણની અસર થઈ. યુવા વર્ગ સંક્રમિત થયો પરંતુ મૃત્યુનો આંકડો ઓછો રહ્યો. તેની સાથે જ તે સંક્રમણની ખતરનાક અસર જોવા મળી ન હતી. બીજી લહેરમાં આ વખતે યુવા પણ ખરાબ રીતે સંક્રમિત થઈ રહ્યા છે અને ફેફસામાં ઝડપથી ફેલાતા સંક્રમણના કારણે ઓક્સિજન સ્તર તરત જ ઓછું થઈ જાય છે. ત્રીજી લહેરમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે બાળકો માટે ઝડપથી જીવલેણ સાબિત થઈ શકે છે. આ દુનિયાના બીજા દેશોમાં જોવામાં આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતની સાથે થયું એવું કે સવાર પડતા જ મચી ગયો ફફળાટ, પરિવાર ઉપર આફતો વરસી…!

લોકો પોતાના સ્વાર્થ માટે બીજા લોકો સાથે અવારનવાર મારામારી અને ઝઘડાઓ કરી રહ્યા છે. ઝઘડામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *