Breaking News

38 મુસાફરોથી ખચાખચ ભરેલી ST બસ ધુમ્મસના કારણે પલટી મારતા સર્જાઈ મોટી દુર્ઘટના..! લોકોની ચીસો સાંભળીને હચમચી જશો..!

ST બસના ડ્રાઈવર એક દમ પાક્કા હોઈ છે. ગમે તેવી પરિસ્થિતિમાંથી વાહનને બહાર કાઢવાની ક્ષમતા તેઓમાં રહેલી છે. પરતું જયારે અનહોની બનવાની હોઈ ત્યારે કોઈને કશો જ ખ્યાલ રેહતો નથી. આવો જ એક અનુભવ એક ST બસના ડ્રાઈવરને થયો છે. આજે સવાર સવારમાં આ સમચાર સાંભળતા જ લોકો હચમચી ગયા છે..

ગુજરાતના લોકો ST પર પૂરે પૂરો ભરોસો રાખીને તેમાં સવારી કરતા હોઈ છે. પરતું ક્યારેક અજાણતા જ દુર્ઘટના સર્જાઈ જાય તો લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આજે ખેડા જીલ્લાના નડીયાદ પાસે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં નાના મોટા 38 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

સવાર સવારમાં નડિયાદ થી અમદાવાદ જતી એક ST બસને ખુબ મોટો અકસ્માત નડ્યો છે. અત્યારે ઠંડીનો ખુબ માહોલ છે તેમજ વાતાવરણ પણ અચાનક પલટો મારતા ક્યારેક ઠંડી વધી જાય તો ક્યારેક માવઠા અને ક્યારેક ધુમ્મસ પણ હેરાન કરે છે. અત્યારે રોજ રોજ સવારમાં ધુમ્મસનું પ્રમાણ ખુબ વધારે જોવા મળે છે..

હાઈવે ઉપર વધારે પડતા ધુમ્મસ ના કારણે વાહન ચાલકોને ગાડી ચલાવવા માં ખુબ જ તકલીફ પડે છે. ધુમ્મસ એટલું બધું ગાઢ હતું કે કોઈ વાહન એકદમ નજીક આવી જાય તો પણ ખ્યાલ આવતો નોહ્તો. તેમાં ST બસ ધુમ્મસની ચપેટમાં આવી જતા પલટી મારી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા…

ST બસ ખાત્રજ ચોકડી પહોચે એ પહેલા વરસોલા વિસ્તાર પાસે અચાનક પલટી મારી ગઈ હતી. હાઈવે ઉપર ત્રણ થી ચાર ગુલાટી મારીને રોડના કિનારે જઈને થોભી હતી. રોડના કિનારે એક મોટું ઝાડ હતું તેના પીઠ બળના કારણે બસ ત્યાં અટકી ગઈ હતી. જો એ જાડ ન હોત તો બસ પલટી મારીને ખાઈમાં પડી ગઈ હોત અને કેટલાય મુસાફરોના જીવ ચાલ્યા ગયા હોત..

પરતું સદનસીબે બસ એક ઝાડને ટકરાઈને અટકી ગઈ હતી જેથી બસમાં સવાર કોઇપણ મુસાફરની જીવ ગયો નથી કે કોઈને પણ મોટી ઈજા નથી થઇ. ગાઢ ધુમ્મસને કારણે બસના ડ્રાયવરે કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. બનવા બનતા જ આસપાસના લોકોએ તરત જ એમ્બ્યુલન્સ ને કોલ કરી દીધો હતો..

જેથી કરીને ઘાયલ લોકને તરત જ સારવાર માટે ખસેડી શકાય. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત ખુબ ભયંકર હતો. પરતું ભગવાને સૌ કોઈ લોકોના જીવ બચાવી લીધા છે. હાઈવે ઉપર એક નાની ચૂક કેટલાય લોકોના જીવને ખેંચી તાણે છે.. એટલા માટે વાહનો હમેશા ધીમા ચલાવવા જોઈએ તેમજ રસ્તાની દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *