Breaking News

3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રુ નાખી દીધો અને પછી લીધો શ્વાસ, ત્યારબાદ થયું એવું કે માતા-પિતા હેબતાઈ ગયા.. વાંચો.

રમત-રમતમાં નાના બાળકો ક્યારેક એવી હરકતો કરી નાખતા હોય છે. કે જેની સજા મા-બાપને ભોગવવી પડે છે. બાળક હેરાન થાય એ જુદું. ઘણી વખત બાળકો રમતા રમતા ઝઘડી પડતા હોય છે તો ઘણી વખત તોફાન પણ કરવા લાગે છે. તેમજ ઘણી વખત બાળકો સિક્કાઓ ગળી જતા હોય છે. તો શરીરના કોઈપણ અંગમાં ઇજા પહોંચે તેવી રમત કરી નાખે છે.

રાજકોટમાં ત્રણ વર્ષના બાળકે રમત-રમતમાં એવી હરકત કરી નાખી છે જેના લીધે મા-બાપનો જીવ અધ્ધર ચડી ગયો હતો. રાજકોટમા રેહતા રિશીભાઈ ઝીંઝુવાડીયાને ત્રણ વર્ષનો દીકરો છે. જેનું નામ શૌર્ય છે. શૌર્ય ઘરે રમતો રમતો જમણી બાજુના નાકમાં મેટલ સ્ક્રુ નાખી દીધો હતો.

સ્ક્રુ નાકમાં નાખ્યા બાદ તેણે ઊંડો શ્વાસ લીધો હતો. જેના લીધે નાકમાં ઊંડે સુધી ઊતરી ગયો હતો. શૌર્યને શ્વાસ લેવામાં તકલીફ પડતા તરત એ બુમાબુમ કરવા લાગ્યો હતો. જેના લીધે તેના પિતા રિશીભાઈએ શૌર્યની સાર સંભાળ લીધી તો ખબર પડી કે બાળકે નાકમાં સ્ક્રુ નાખી દીધો છે.

તેઓ તરત જ તેમના બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. ડોક્ટર એક પણ મિનિટ ની રાહ જોયા વગર તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને જ્યાં દૂરબીનની મદદથી નાકમાં ફસાયેલો સ્ક્રુ ગણતરીની મિનિટોમાં જ કાઢી નાખવામાં આવ્યો હતો.

બાળકના નાકમાંથી સ્ક્રુ કાઢનાર ડોક્ટર હિમાંશુએ જણાવ્યું કે બાળકની ઉંમર માત્ર ત્રણ વર્ષની છે. તેથી તેનું નાક ખૂબ જ સાકડું હતું તેમજ બાળક ખૂબ રડી રહ્યો હતો અને સ્ક્રુ સરકીને નાકમાં ઊંડે ઉતરી ગયો હતો. તેથી શ્વાસનળી માં ફસાયેલો હતો.

તેમજ સ્ક્રુ કાઢતી વખતે નાક માંથી લોહી નીકળવાની પણ સમસ્યા ઊભી થઈ હતી. તેથી ડોક્ટરે હેમખેમ રીતે બાળકને બચાવ્યો છે. વાલીઓને એક નમ્ર અપીલ છે કે ઘરે નાનું બાળક હોઈ તો એના રમવાના રમકડાની આસપાસ ક્યાય આવી હાનીકારક ચીજ વસ્તુઓ ન રાખો.

કારણકે બાળક હજુ અણસાંજ હોવાથી તે કોઈપણ વસ્તુ મોઢા , કાન કે નાકમાં નાખી દેતા હોઈ છે. હમણા થોડા દિવસ પહેલા જ એક બાળકે અજાણતા જ્યુસ બોટલની બદલે એસીડની બોટલ પી લીધી હતી જેના લીધે તેનું મોત નીપ્જ્યું હતું. તેથી દરેક વાલીએ ખુબ સાવચેત રેહવાની જરૂર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *