Breaking News

3 મિત્રો ટ્રેનનાં પાટા પર ચડી વિડીયો બનાવવામાં એવાં મશગુલ થયા કે ટ્રેન આવી જતા, કચડાઈને 2 ના કરુણ મોતથી ગામમાં હાહાકાર મચી ગયો..!!

આજની પેઢીના લોકોને સોશિયલ મીડિયામાં ખૂબ જ રસ રહ્યો છે, તેઓ અવનવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે અને પોતાના શોખને પૂરો કરી રહ્યા છે પરંતુ ક્યારેક આ વિડીયો તેમના માટે જીવલેણ બની જાય તે પોતાને ખબર હોતી નથી. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના ખાખરીયામાં રેલવે ટ્રેક પર રીલ બનાવતા બે યુવકો સાથે બની હતી. બંને યુવકો બાલ્હા વોર્ડ 15 માં રહેતા મનોજ અમનકુમાર તેમની ઉંમર 19 વર્ષની હતી. અને તેમની સાથે બીજા બે મિત્રો જેમાં એક મિત્ર હીરા રજક તેમની ઉંમર 16 વર્ષની હતી અને ત્રીજો મિત્ર યોગી શર્મા તેમની ઉંમર 17 વર્ષની હતી.

આ ત્રણેય મિત્રો મળીને રેલવે ટ્રેક પર વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અવારનવાર અપલોડ કરતા હતા. જેના કારણે એક દિવસ પણ તેઓ વિડીયો બનાવવા માટે રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. ત્રણેય મિત્રોએ પોતાના ગામની બહાર નીકળીને બહાર આવેલા મંદિરે પૂજા કરી હતી. પૂજા કરવાના બહાને તેઓ ઘરેથી નીકળ્યા હતા.

ત્યારબાદ પૂજા કરીને સમસ્તીપુર-સહરસા રેલવે સેક્શન પર આવેલા ધમારા ઘાટ સ્ટેશન નજીક આવેલા બાગમતી નદીના પુલ પાસે પહોંચ્યા હતા અને તેઓ મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા. બ્રિજ નંબર 51 પર તેઓ રીલ બનાવવા લાગ્યા હતા. ત્રણેય મિત્રો રીલ બનાવવામાં એટલા મજબૂર થઈ ગયા હતા.

કે આ ટ્રેક પર આવી રહેલી જાનકી એક્સપ્રેસ ટ્રેન તેમને દેખાઈ નહીં અને તેમનો અવાજ પણ સંભળાયો નહીં. તેઓ રિલ બનાવવામાં એટલા મશગુલ બની ગયા હતા કે તેમને કોઈ પણ અવાજ કે ટ્રેન પણ દેખાઈ નહીં. ત્રણમાંથી એક મિત્રએ ટ્રેક નજીક આવી જતા તેણે ટ્રેક પર જોયું તો ટ્રેનથી તે ગભરાઈ ગયો હતો.

જેના કારણે તે પુલ પરથી નીચે કૂદી ગયો અને બીજા બે મિત્રો તે જ હાલતમાં ટ્રેક પર હતા. જેના કારણે ટ્રેનની અટફેટે આવીને તેઓ ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. બંને કિશોર ટ્રેનના પાટા પર 15 મીટર સુધી ખેંચાયા હતા અને ત્યારબાદ બંને ટ્રેનના પાટા પર કચડાઈને મૃત્યુ પામ્યા હતા. ત્રીજો મિત્ર પોતાનો જીવ બચાવીને પુલ પરથી કૂદી ગયો હતો.

તેને તરત જ સ્થાનિક લોકો બચાવવા માટે પહોંચી ગયા હતા. આ મિત્રોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે સારવાર ચાલુ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ કિશોરને કમર અને પગમાં ઊંડા ઘા થઈ ગયા હતા. જેના કારણે તેની સારવાર ખૂબ જ સારી રીતે ચાલી રહી છે.

સ્થાનિક લોકોએ તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. તે સમયે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ત્રણેય યુવકો અવારનવાર પોતાના વિડીયો બનાવવા માટે રેલવે ટ્રેક પર આવતા હતા. ત્રણેય મિત્રોના પરિવારના લોકોને તેમના દીકરાઓ સાથે આવો અકસ્માત સર્જાતા પોલીસને જાણ કરી હતી.

તે સમયે સોનુના મૃત્યુની જાણ તેમના પરિવારના લોકોને થતા તેમની માતા પોતાનું ભાન ભુલાવી બેઠી હતી. તેમના એકના એક દીકરા સાથે આવી કરુણ ઘટના બની જતા તે પોતાને સંભાળી શકી નહીં. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. માતા પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બાળકો સાથે અવારનવાર આવી ગંભીર ઘટનાઓ સર્જાઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *