Breaking News

3 મિત્રો પરિવારને મળીને પરત કોલેજ જતા રસ્તામાં ટ્રકની અડફેટે એકસાથે 2 ના કરુણ મોત થયા, જાણીને લોકોમાં હાહાકાર મચી ગયો..!!

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. પરિવારના દીકરા-દીકરીઓ પોતાના મિત્રો સાથે બહાર ફરી રહ્યા હોય છે પરંતુ ક્યારેક તેની સાથે જીવલેણ ઘટનાઓ બની જાય તે પરિવારના લોકો જાણી શકતા નથી. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના અલવર જિલ્લાના બેહરોડ શહેરના ત્રણ યુવકો સાથે આ અકસ્માત સર્જાયો હતો.

ત્રણેય યુવકો અલવરમાં આવેલા બેહરોડ પંચાયત સમિતિની સામે આવેલી વિશાલ ગલીમાં નીતિન જાંગીડ નામનો એક યુવક રહેતો હતો અને તેની સાથે કદમ અગ્રવાલ નામનો બીજો યુવક જૂની શાકમાર્કેટ પાસે રહેતો હતો. બંને યુવકોની ઉંમર 20 થી 22 વર્ષની આસપાસ હતી અને કદમ અગ્રવાલ અને નીતિન જહાંગીર નોઈડામાં આવેલી કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતા હતા.

અને તેમની સાથે આયુષ નામનો ત્રીજો મિત્ર બહાર ફરવા માટે નીકળ્યો હતો. આયુષ પણ બેહરોડમાં શિવાલિક સ્કૂલ પાસે આવેલી ગલીમાં તેમના પરિવાર સાથે રહે છે. આયુષ, નીતિન અને કદમ ત્રણેય ખૂબ જ સારા એવા મિત્રો હતા. તેઓ દરેક જગ્યાએ સાથે જતા હતા અને તેઓ અભ્યાસ કરવા માટે પણ નોઈડા સાથે ગયા હતા.

ત્રણમાંથી બે મિત્રો એમબીએનો અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ શિયાળાની રજાઓ રહેતી હોવાને કારણે નોઈડાથી બેહરોડ આવ્યા હતા. શિયાળાની રજાઓમાં તેઓ પોતાના પરિવારને મળવા માટે બેહરોડ આવ્યા હતા. કદમ અગ્રવાલના કાકા બજરંગ અગ્રવાલના દીકરાનો જન્મદિવસ હોવાને કારણે તેઓ જન્મદિવસ ઉજવવામાં પરિવાર સાથે મળ્યા હતા.

તેમણે તેમના પિતરાઈ ભાઈનો જન્મદિવસ ખૂબ જ રાજી ખુશીથી ઉજવ્યો હતો. ત્યારબાદ કદમએ પોતાના મોબાઈલ ફોનમાંથી જન્મદિવસમાં હાજર પરિવાર સાથે સેલ્ફી પણ લીધી હતી. ખુશીની આ ફોટો તેને શું ખબર હતી કે તેમની આ છેલ્લી ફોટો હશે. ત્યારબાદ ત્રણેય મિત્રો ફરી નોઈડા જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા.

તે સમયે મોડી રાત થઈ જતા તેઓ હરિયાણાના પલવલ વિસ્તારમાં આવેલા કેજીપી એક્સપ્રેસ હાઈવે પર આવતા અસાવતા ગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે એક ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં સામેની તરફથી આવી રહ્યો હતો. આ ત્રણેય યુવકોએ પણ પોતાની બાઈક પરનું કાબુ ગુમાવ્યું હતું અને ટ્રક ચાલક ટ્રક ઝડપી સ્પીડમાં ચાવ રહ્યો હતો.

તેને કારણે તેમણે સીધો ટ્રક યુવકોની બાઈક સાથે અથડાવી દીધો હતો. બંને વચ્ચે ટક્કર લાગતા આ ત્રણે મિત્રો જમીન પર ફગોવાઈ ગયા હતા અને આ અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે જેના કારણે અવાજ પણ ખૂબ જ જોરદાર આવતા આસપાસના લોકો તરત જ ભેગા થઈ ગયા હતા. ત્રણેય લોકોને બચાવવા માટે દોડ્યા હતા.

તે સમયે ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્રણેય યુવકોને તરત જ ઇજાગ્રસ્ત હાલતમાં જિલ્લા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી પરંતુ હોસ્પિટલ પહોંચતા ત્રણમાંથી બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ત્રીજા મિત્રની હાલત ખૂબ જ નાજુક હતી.

જેના કારણે તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેમની સારવાર ચાલી રહી છે. બે યુવકોના કરુણ મોત થઈ જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. પરિવારના લોકોને તેમના મૃત્યુની જાણ થતાં જ તેમની માતા પોતાનું ભાન ભુલાવી બેઠી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *