ભારતે માનવતાવાદી દેશ છે. ભારતમાં રહેતા લોકોમાંથી મોટા ભાગના લોકો માનવતા ખાતર એકબીજા ઉપર વિશ્વાસ કરી બેસે છે. પરંતુ આજકાલના કળિયુગમાં જોયા પારખ્યા વગર એકબીજા પર વિશ્વાસ કરવો એ ખુબ જ નુકસાનીનો કેસ સાબિત થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાને કારણે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે છે..
હાલ જાફરાબાદના કડીયાળી ગામમાં રહેતા ગભરુભાઈ સોલંકીને પોતે મૂકેલા વિશ્વાસને કારણે કુલ ચાર લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. કારણ કે તેઓ ડુબલીકેટ સાધુ ની જાળમાં ફસાઇ ગયા હતા. હાલ ઘણા યુવકો સાધુનો વેશ ધારણ કરીને જે તે વ્યક્તિઓ પર લૂંટ બોલવાનું કામકાજ કરી રહ્યા છે..
સાધુનો વેશ ધારણ કરેલ હોવાથી સૌ કોઈ લોકો તેને માન મર્યાદા અને સન્માન આપે છે. આ બાબતનો ફાયદો ઉઠાવીને તેઓ હાથ ફેરો કરી લેતા હોય છે. આવા કેટલાય યુવકોને પોલીસે પકડી પાડયા છે. જ્યારે ઘણા ખરા યુવકોની ટોળકી હાલ પણ જુદા જુદા વિસ્તારોમાં ફરતી હોય છે. આવા લોકોથી આપણે સાવચેત રહેવું જોઈએ.
કડીયાળી ગામમાં રહેતા ગભરૂભાઈ સોલંકીને દીકરાને ડાયાબિટીસની ગંભીર બીમારી હતી. તેઓ આ બીમારીને લઇને ઘણી બધી દવાઓ પણ કરાવી ચુક્યા હતા. છતાં પણ કોઈ ફરક ન પડતાં તેઓ ધાર્મિક વિધિઓ કરવા તરફ મજબૂર બન્યા હતા. તેઓ ગોપાલદાસ બાપુ નામના સાધુ ના સંપર્કમાં આવ્યા હતા..
તેઓએ જણાવ્યું હતું કે તેમના દિકરાની ડાયાબિટીસની બીમારી તેઓ એક વિધિ કરાવીને કાયમ માટે દૂર કરાવી આપશે. એક દિવસ અચાનક જ ગભરાઇને કોલ આવ્યો હતો. કોલમાં સામેવાળી વ્યક્તિ પોતાને ગોપાલદાસ ના ગુરુ બતાવતી હતી. અને કહ્યું કે તમે ચોટીલા વાંકાનેર વગેરે જુદી જુદી જગ્યાઓ પર આવીને ડાયાબિટીસની આ વિધિ કરાવી લો..
તમારા દીકરાની આ બીમારી કાયમ માટે દૂર થઈ જશે. આમ જાફરાબાદના ગભરૂભાઈ ને જુદી જુદી વિધિ કરાવને બહાને કુલ ત્રણ લાખ હજાર રૂપિયાની રકમ પડાવી લીધી હતી. આ સાથે તેમના પરિવારના સભ્યોના દાગીનાઓ પણ વેચાવી દીધા હતા. આ કાવતરા ની પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ ત્રણ ત્રણ યુવકો સંકળાયેલા હતા..
જેમાં વિશાલ જોગીનાથ પઢીયાર, વિહળાનાથ મજાના પડિયાર તેમજ વિષ્ણુ પઢીયાર સામેલ હતા. આ ત્રણ યુવકોની ઉંમર અંદાજે ૩૫થી ૪૦ વર્ષની હતી. પોલીસે બાતમી મળતાની સાથે જ આ ત્રણે યુવકોને પકડી પાડ્યા છે. તેઓની પાસેથી દોઢ લાખ રૂપિયા રોકડા 3 મોબાઇલ ફોનની સાથે એક મોટી ગાડી પણ જપ્ત કરવામાં આવી છે..
આ ત્રણે યુવકો જુદા જુદા ગામે જઈને સાધુનો નકલી વેશ ધારણ કરી લેતા હતા પોતે કોઈ સંત મહાત્મા હોવાનું જણાવીને જુદી-જુદી વિધિઓના બહાને લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હતા. પરંતુ પોલીસે આ ગેંગ ને પકડી પાડી છે અને તેમની આ દુકાનના શટર પાડી દીધા છે. આ ગેંગ પકડાતાની સાથે જ લોકો એ રાહત નો શ્વાસ લીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]