Breaking News

3 જ દિવસમાં શીંગતેલના ભાવમાં ભડકો, આ તારીખથી ઘટશે ભાવ..! જાણો હાલના તાજા ભાવ …

સિંગતેલના ભાવમાં વારંવાર વધારો કે ઘટાડો થતો હોય છે. પરંતુ હવે તો જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે તેમ તેમ સિંગતેલના ભાવમાં ઉછાળો થતો જાય છે. ક્યારેક ભાવ બે કે ત્રણ રૂપિયા ઘટે છે, તો એક સાથે પાંચ રૂપિયા વધી પણ જાય છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તહેવારો ની મહામારી આ બંને વચ્ચે નાગરિકોને સીંગતેલનો તારે ભાવ ચૂકવવો પડે છે.

મોંઘવારીએ સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને હવે તો છેલ્લા ત્રણ દિવસમાં એવો ઉછાળો આવ્યો છે કે જેની ન પૂછો વાત. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ જ દિવસમાં 20 રૂપિયાનો કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.સીંગતેલમાં એક ડબ્બે 20 રૂપિયાનો વધારો, કપાસિયા તેલમાં એક ડબ્બે 40 રૂપિયાનો વધારો, પામોલીન તેલમાં 15 રૂપિયાનો વધારો થયો છે..

કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2360 થી 2420 રૂપિયાની આસપાસ વેચાતો હતો જે વધીને 2405 થી 2455 રૂપિયા સુધી થયો છે. તો સિંગતેલના ડબ્બામાં રૂપિયા 20 વધતા 2535 થી લઈ 2585 રૂપિયા સુધીના સોદા થયા છે. માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ 1150 થી 1400 રૂપિયા જ્યારે કપાસનો મણનો ભાવ 1000 થી 1300 રૂપિયામાં સોદા થયા છે.

આજથી છ મહિના પહેલા કપાસિયા તેલ અને સીંગતેલમાં ભાવ માં ઘણો ફેર હતો. પરંતુ હવે તો કપાસિયા તેલના ભાવ પણ સીંગતેલની સાથોસાથ પહોંચી ગયા છે. તેમ છતાં પણ ભાવ ને કાબુ રાખવા માટે પુરવઠા તંત્ર પાસે કોઈપણ ઉપાય નથી. દિવસેને દિવસે ભાવ વધારો કરતાં જ જાય છે.

તેમજ આ વર્ષે સૌરાષ્ટ્ર માં વધારે વરસાદ ના કારણે મગફળીના પાકમાં ઘણું નુકસાન થયું છે. તેથી આ વર્ષે મગફળીનું વેચાણ ખૂબ મોંઘું રહેશે. તેથી સિંગતેલના ભાવ પણ ખૂબ વધારે છે.રાજ્યના પુરવઠા વિભાગ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરે છે.

પરંતુ તેના પર અલગ-અલગ ખર્ચ લાગી જાય છે. તેથી આ ભાવ ખૂબ જ વધારે છે તેમ કરીને ખરીદી કરવામાં આવતી નથી. અને તેલના ભાવ ને વધારવામાં આવે છે. જો તેલ ના ભાવ ને કંટ્રોલમાં રાખવા હોય તો મગફળી સહિતના કાચોમાલ ખૂબ જ સસ્તા ભાવે લેવો પડે. જો આમ કરવા જાય તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. આથી સરવાળે તો બધું સરખું જ થાય છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *