આગામી 3 દિવસ આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે ..!

હવામાન વિભાગની તારીખ 7 થી 10ની આગાહીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવી દીધો છે. વરસાદ આવતા જ ખેડૂતોના પાક બચી ગયા છે. જો સમયસર વરસાદ ન થયો હોત તો પાકને ભારે નુકસાન થવાની બીક હતી.આગાહી મુજબ ઉત્તર ગુજરાત , દક્ષીણ અન મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે.પરતું કચ્છના હાલ હજુ વિકટ છે.

આ દિવસો દરમિયાન સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. છેલ્લા દિવસોમાં અમરેલી જીલ્લામાં 1 થી 6 ઇંચ , ભાવનગર જીલ્લામાં 3 ઇંચ , મોરબીમાં 2 ઇંચ , બોટાદ જીલ્લામાં 1 થી 3 ઇંચ તેમજ જામનગર જીલ્લામાં 2 ઇન્હ જેટલો વરસાદ ખાબકી પડ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથ ,  સુત્રાપાડા , વેરાવળ તેમજ તાલાલામાં પણ કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો.

10 તારીખે આ વિસ્તારો માં વરસાદ પડવાની આગાહી : બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, દાહોદ, ખેડા, બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, પંચમહાલ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી,  કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.

11 તારીખે આ વિસ્તારો માં વરસાદ પડવાની આગાહી : પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નવસારી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા,  વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે.

12 તારીખે આ વિસ્તારો માં વરસાદ પડવાની આગાહી : અરવલ્લી, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ,  સાબરકાંઠા, ભરૃચ, સુરત, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી આપી છે.

રાજકોટ શહેરમાં તો મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગોંડલમાં મેઘાવી માહોલ વચ્ચે વિજળીના જોરદાર કડાકા ભડાકા વચ્ચે સાંબેલાધારે વરસાદ વરસતા બે કલાકમાં ૬ ઈંચ વરસાદ પડયો છે. ભારે વરસાદ ને કારણે ગોંડલના કોલેજચોક,જમનાબાઇ હવેલી ચોક,જે.કા.ચોક,સહીત રાજમાર્ગો પર પાણી ભરાયાં હતાં.

ઉત્તર અને પૂર્વ ગુજરાતના પંચમહાલના અમુક વિસ્તારોમાં ૧૦૦ મી.મી.થી ઉપર વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો વળી કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તા.૧૧-૧૨ આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં બીજું હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા હોવાથી તા.૧૨ આસપાસ પુનઃ વરસાદનો રાઉન્ડ લાંબો રહેશે. એટલે સપ્ટેમ્બર માસમાં તાપી નદીનું જળ સ્તર વધવાની શક્યતા રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment