Breaking News

3 બાળકો મોબાઈલમાં ગેમ રમતા હતા અને અચાનક બેટરી ફાટીને વિસ્ફોટ થયો.. પછી જે થયું.. વાંચો..!

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે..

પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. એમાં પણ હલકી કંપનીના મોબાઈલ વારંવાર ફાટી જતા હોય છે તેમજ વિસ્ફોટ થઇને આગ પકડી લેતા હોય છે. જેના લીધે વ્યક્તિના જીવને નુકસાન પહોંચે છે. અને ક્યારેક તો જીવ પણ ગુમાવવો પડે છે. હાલ મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં મોબાઈલની બેટરી માં વિસ્ફોટ થતાં ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા છે.

દતિયા જિલ્લા ના તલેયા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર શ્રીવાસ્તવ ના ઘરે બુધવારે સાંજના સમયે નાનકડા ત્રણ બાળકો મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. એ વખતે અચાનક જ મોબાઈલની બેટરીમાં જોરદાર ધડાકો થયો હતો. અને બેટરી ફાટી ગઈ હતી. જેના લીધે મોબાઈલ સળગવા લાગ્યો હતો.

તેમજ ત્રણે બાળકો જેમાં ૧૧ વર્ષનો સુમિત, 7 વર્ષનો ગૌરવ અને 6 વર્ષનો રમણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.જેવો બેટરી ફાટવાનો અવાજ આવ્યો એટલે તરત જ બાળકના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા. અને જોયું તો બેટરી ના ટુકડા ટુકડા થઈ ગયા હતા. અને મોબાઇલમાં આગ હતી.

તેમજ બાળકો બૂમાબૂમ કરી રહ્યા હતા. અને ગંભીર રીતે દાઝી પણ ગયા હતા. તેથી તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે બેટરીનો બ્લાસ્ટ ધડાકાભેર થતાં બેટરી ના ટુકડા બાળકના શરીરમાં જતા રહ્યા છે.

જેને સારવાર દરમિયાન બહાર કાઢવામાં આવ્યા છે. હાલ એ ત્રણે બાળકો સુરક્ષિત છે. પરંતુ નાની ઉંમરમાં ઘટનાનો ભોગ બનેલા ત્રણ બાળકો હવે મોબાઈલથી દૂર જ રહેશે.. તેમજ અન્ય વાલીઓને પણ નમ્ર અપીલ છે કે તમારા બાળકોને જરૂર પડે તો તો જ મોબાઈલનો ઉપયોગ કરવા માટે તેમને મોબાઈલ આપો.. કારણકે મોબાઈલ બાળકોના મગજ અને સંકુચિત કરી નાખે છે. અને ગેમ રમવા પર મજબૂર કરી દે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *