Breaking News

23 વર્ષની પત્ની અને એક સંતાનની માતા તેની પડોસમાં રેહતા 15 વર્ષના યુવાન સાથે ભાગી ગઈ.. પકડાતા જ થયું એવું કે…!

પ્રેમ સબંધમાં આજકાલ એવી ઘટનાઓ ઘટતી જોવાનો વારો આવ્યો છે કે જોતા જ હચમચી જવાઈ છે. ક્યારે શું કરવું અને કોની સાથે પ્રેમ કરવો એવી સમજણનો આજકાલના યુવાનોમાં ક્યાંકને ક્યાંક અભાવ હોઈ તેવું જણાઈ રહ્યું છે. સંબંધો હવે લોકો બધી મર્યાદા વટાવી રહ્યાં છે.

નાના અને મોટાનું ભાન ભૂલીને લોકો એવા પ્રેમ સબંધમાં જોડાઈ રહ્યા છે કે અંતમાં તેઓને પછતાવા સિવાઈ કોઈ વારો બાકી રેહતો નથી. પ્રેમપ્રકરણમાં એવા વિચિત્ર કિસ્સા બની રહ્યા છે કે નાના મોટા વચ્ચેના સબંધો લજવાયા છે. એવો જ એક કિસ્સો મહેસાણામાં બન્યો છે.

અહી 23 વર્ષીય એક પરિણીતા મહિલા તેની બાજુમાં રેહતા 15 વર્ષના યુવાનને લઈને ભાગી ગઈ છે. પરિણીતા પોતે એક સંતાનની માતા તેમજ એક પતિની પત્ની છે. છતાં પણ તે બધાની ચિંતાને નેવે મૂકીને એક 15 વર્ષના યુવાન દીકરા સાથે ભાગી ગઈ છે. તે પડોશમાં રેહતા આ યુવાનને પ્રેમ કરી બેઠી હતી…

પરણિત મહિલા અને તેનો 15 વર્ષનો પ્રેમી આજુબાજુમાં રહીને જ આંખો મિલાવતા હતા. ધીમે ધીમે તે નજીક આવતા ગયા અને અંતે પ્રેમ પ્રકરણમાં ઘર છોડી દીધું હતું. એક દિવસ 15 વર્ષનો દીકરો ઘરેથી તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને થોડી જ વારમાં પાછો આવું છું…

એમ કહીને લઈને નીકળી ગયો હતો. અને ત્યારબાદ એ ઘરે ન આવતા પરિવારને અચાનક ગુમ થઈ જવાણી શંકા પડી હતી. પરતું તે જ સમયે તેની બાજુમાં રેહતી મહિલા પણ ગુમ થઈ હતી. મહિલાનો પરિવાર પણ ગોતણે ચડ્યો હતો. બંનેનો કોઈ અતો પતો ન મળતા અંતે મામલો પોલીસ સુધી પહોચ્યો હતો.

યુવાને સોનાનો દોરો 50 હજારમાં જ વડોદરાની એક દુકાન પર એક માસ માટે ગિરવે મૂક્યો હતો. બંને પ્રેમી પંખીડાઓ ઘરેથી પહેલેથી નક્કી કરેલા પ્લાન મુજબ મહેસાણા બસ સ્ટેશનથી એસટી બસ પકડીને વડોદરા પહોચ્યા હતા. અને ત્યારબાદમાં તેઓ ભરૂચ તેમજ સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ તાલુકામાં પહોંચ્યાં હતાં.

યુવાનના પિતાએ તેના દીકરાને કોલ કર્યો હતો ત્યારે મહિલાએ ફોન ઉપાડ્યો હતો અને બંને પ્રેમીઓ ભાગી ગયા છે. તેમ જણાવ્યુ હતું. આ વાત સાંભળીને જ દીકરાના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમજ તેની માતાના પણ ડોળા ફાટી નીકળ્યા હતા, કારણ કે તેઓનો દીકરો માત્ર 15 વરસનો જ હતો…

15 વર્ષની ઉંમરમાં જ આ પ્રકારના કાર્યો કરવા એ જાણીને જ સૌ કોઈ હેરાન છે. 15 વર્ષનો યુવાન પોતાની સાથે પિતાનો બે તોલા સોનાનો ચેન, 10 હજાર રોકડ રૂપિયા અને 6 જોડી કપડાં લઈને ભાગ્યો હતો. પોલીસે તેના મોબાઈલ લોકેશનની તપાસ કરી હતી. આ લોકેશન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢના ગેસ્ટ હાઉસમાં મળ્યુ હતું.

પોલીસે એક ટીમ તાપી મોકલી હતી. જ્યા કિશોર ગેસ્ટ હાઉસમાઁ એક મહિલા સાથે મળ્યો હતો.  ભાગેલા પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા છે.  ત્યારે પોલીસ તપાસ કરતા કિશોર પ્રેમમાં પડીને ભાગી ગયો હોવાનુ સામે આવ્યુ હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *