Breaking News

માતાએ જ 20 લાખ આપી પુત્રને મરાવી નાખ્યો, કારણ છે ખુબ જ ચોંકાવનારૂ.. માં ની મમતા લજવાઈ..

કહેવાઈ છે કે છોરું કછોરું થાય પરતું માવતર કુમાવતર ન થાય… પણ આ કહાનીમાં તો સાવ ઉલટું જ છે. માતા એ જ પોતાના બાળકને 20 લાખ રૂપિયાનું સોપારી આપી મરાવી નાખ્યો છે.. તેનું કારણ છે ખુબ જ ચોંકાવનારૂ.. જાણીને તમે પણ કહેશો કે શું આ છે મારા ગુજરાતની ધરતીના ગુણો..!

અમદાવાદના ગામડાના કણભા ગામ પાસે આવેલા કુજાડ ગામે એક માતાએ જ પોતાના દીકરાને મરાવી નાખ્યો હતો. એ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ને પૂછતાછ શરુ કરી છે. તેમાં જાણવા મળ્યું છે કે મૃતકની માતાએ જ 20 લાખની સોપારી આપી હતી. મૃતકનું હાર્દિક છે તેમજ તેની માતાનું નામ ગૌરી બેન છે.

માતા એ આવી રીતે રચી મોતની સાજીશ : માતા ગૌરી બહેને આરોપીઓને 20 લાખ રૂપિયા આપીને તેનો દીકરો હાર્દિક અને તેની પ્રેમિકા બંનેને મારી નાખીને ઠેકાણે કરી દેવાનું કામ સોપ્યું હતું. દેહને ઠેકાણે પાડ્યા બાદ ગામના લોકોને એ રીતે જાહેર કરવું હતું કે હાર્દિક અને તેની પ્રેમિકા બને પ્રેમમાં પાગલ હતા અને તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે. આવું અસત્ય વચન ગામના લોકોને કહીને સત્યથી દુર રાખવાનો નાકામ પ્રયાસ ગૌરીબેને કર્યો હતો.

પોલીસને આ તમામ ઘટનાની જાણ થતા પોલીસે ગૌરીબેન સહીત સોપારી લેનાર અન્ય બે આરોપીઓને પકડી પાડ્યા હતા. સોપારી લેનાર આરોપીઓ નાશિકના હોવાનું જણાયું છે. જેમાંથી સંજય નામના આરોપીને પોલીસે પહેલા જ પકડી પાડ્યો હતો. દિનેશ અને અનીલ નામના બે આરોપી ફરાર હતા જે આજે કણભા પોલીસે પકડી પાડ્યા છે. આરોપીની પુછપરછમાં હત્યા માટે 20 લાખની સોપારી આપવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.

માતાએ પોતાના સગા દીકરાને મારવા માટે 20 લાખ આપ્યા હતા. પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું કે ગૌરીબેને આરોપીઓને લોકડાઉન સામે 30 લાખ આપ્યા હતા જે પરત ન મળ્યા હતા એટલે સોપારી આપીને મારવી નાખ્યો હતો. હાર્દીકનુ ઘર, ડેરી અને જમીન ગૌરી બેનને મળવાના હતા માટે તેમણે મારી નાખી દેહને ઠેકાણે પાડી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *