Breaking News

કિશન ભરવાડનો પોતાની 20 દિવસની દીકરી સાથે રમતો છેલ્લો વિડીયો આવ્યો સામે, જોઇને આંખો ભીની થઇ જશે..!

ધંધુકા માં બનેલી કિશન ભરવાડ હત્યા કેસમાં હાલ એટીએસ તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસ આ હત્યાકેસની કડીને સુલજાવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. તેમજ ATSએ આ કેસમાં સામેલ હોઈ તેવા 10 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

આ બાબતને લઈને ગુજરાતમાં ઘણા તાલુકાઓમાં મૌન રેલી યોજીને કિશન ભરવાડ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ આ મુદ્દે ગુજરાતના લોક કલાકારો પણ પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે કિશન ભરવાડ ની હત્યા કરનાર આરોપીઓ અને કડકમાં કડક સજા મળવી જોઈએ.

આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ત્યારે કિશન ભરવાડ નો અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે કે, જેમાં કિશન ભરવાડ પોતાની વીસ દિવસની દીકરીને રમાડી રહ્યો છે. કિશન ભરવાડ ની હત્યા બાદ તેના સસરા જેસંગભાઈ જણાવ્યું હતું કે અમારી ભાણકી નો જન્મ થતાં તેની છઠ્ઠી ના દિવસે કપડા અને અનેક વસ્તુઓ લઈને અમે વડોદરા થી ધંધુકા ખાતે ગયા હતા….

ત્યારે અમને એવું જાણવા મળ્યું હતું કે અમારા જમાઈ કિશન ભરવાડ ની ઈચ્છા એવી હતી કે, અમારા ઘરે લક્ષ્મી નો જન્મ થાય… તેમજ મારા જમાઈ ની ઈચ્છા હતી કે હું મારી દીકરીને સારું ભણતર અપાવીને તેને ડોક્ટર બનાવીશ.. પરંતુ અમારા જમાઈ ની ઈચ્છા અહીં જ રહી ગઈ છે અને હવે અમે જમાઈની આ ઈચ્છાને પૂર્ણ કરીશું..

કિશન ભરવાડ નો અંતિમ વિડીયો જોઈને તમારી આંખમાંથી પણ આંસુ સરી પડશે.. 20 દિવસની દીકરીનો બાપ આજે આ દુનિયામાં રહ્યો નથી. તેમજ કિશન ભરવાડની બહેનોએ પણ જણાવ્યું હતું કે મારા ભાઈ ને દગો આપીને મારી નાખવામાં આવ્યો છે. અમે ભાઈ વગરના થઈ ગયા છીએ.

દીકરીનો જન્મ થયો ત્યારે કિશન ભરવાડ ખુશખુશાલ હતા. તેમના હરખની કોઈ સીમા ન હતી. સોશિયલ મીડિયા પર કિશન ભરવાડ નો અંતિમ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયામાં, ઘણા લોકો ખોટી બધી અફવાઓ ફેલાવી રહ્યા છે, જેને લઇ આજે અમે તમને અપીલ કરવા જઈ રહ્યા છીએ કે ખોટી અફવાઓ થી દુર રહો અને સાચા સમાચાર વાંચો.

આ સમાચાર કોઈપણ ધર્મ કે કોઈપણ સંપ્રદાય ને નીચા બતાવવા માટે નથી તમામ ધર્મ ને સંપ્રદાય એક બીજા નું સમ્માન કરે છે તમામ વચ્ચે પરસ્પર એકતાની ભાવના બની રહે કોઈપણ પ્રકારની જાતીય વિષમતા ફેલાવી એવી પોસ્ટ થી દૂર રહેવા વિનંતી અમારો પ્રયાસ આપને સત્ય ને સચોટ સમાચાર પોંહચાડવાનો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *