મેષ :- મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય.
વૃષભ :- કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્યાત્મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. યાત્રાનો યોગ. ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો.
મિથુન :- મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. કોઈ વ્યક્તિગત સમસ્યા ઉભી થઈ શકે છે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે.
મકર :- કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
તુલા :- સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. તમારી વ્યવહાર કુશળતાથી વ્યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા.
કર્ક :- સામાજિક કાર્યોમાં સન્માન પ્રાપ્ત થશે. બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે. ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે. તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
મીન :- સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે. આધ્યાત્મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે.
સિંહ :- વ્યાપાર ક્ષેત્ર વિસ્તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર મળશે. મહત્વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્ય મળશે. માન-સન્માન વધશે.
ધન :- અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. આર્થિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિવાદોથી બચવું. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી. ખાનપાનમાં સંયમ રાખવું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]