કોરોનાને કારણે અમરનાથની યાત્રા છેલ્લા બે વર્ષથી બંધ હતી. પરંતુ આ વર્ષે સારા સમાચાર આવ્યા હતા કે અમરનાથની યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. અમરનાથના બોર્ડ દ્વારા યાત્રાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ અમરનાથની યાત્રા 28 જૂનથી લઈને 22 ઓગસ્ટ સુધી ચાલવાની છે..
આ યાત્રાનો રૂટ પણ નક્કી કરી નાખવામાં આવ્યો છે. હાલ આ યાત્રાને લઇને ખૂબ મોટા સમાચાર આવ્યા છે કે, જે પણ લોકોને અમરનાથની યાત્રા કરવાની ઈચ્છા હોય છે તે લોકોને ફિટનેસનું સર્ટિફિકેટ કઢાવુ ખૂબ જ જરૂરી છે. જો આ સર્ટીફીકેટ ન હોય તો અમરનાથની યાત્રાનો લાભ લઇ શકાતો નથી..
અમરનાથ ખૂબ ઊંચાઇ ઉપર આવેલું છે. એટલા માટે જે વ્યક્તિ સારી ફીટનેસ ધરાવતા હોય તે લોકોને જ આ યાત્રા સુધી પહોંચાડવામાં આવે છે. આ સર્ટિફિકેટને સિવિલ હોસ્પિટલમાંથી બનાવવામાં આવતું હોય છે. જેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં અંદાજે ૮ હજારથી લઈને 10 હજાર સુધીના ફિટનેસ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા છે..
અમરનાથ યાત્રાએ જવા વાળા શ્રદ્ધાળુઓને સર્ટિફિકેટ કઢાવવામાં તેમજ રજિસ્ટ્રેશન સહિતની ઘણી બધી પ્રક્રિયાઓમાં સરળતા રહે એ માટે સુરતના શિવ સેવા ગ્રુપ ના લોકો સતત મદદ કરે છે. સરકારે આ યાત્રાને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ૧૩ વર્ષ કરતા નીચેની ઉંમરના બાળકો અને ૭૫ વર્ષ કરતાં વધારે ઉંમરના વડીલો આ યાત્રાનું ફીટનેસ સર્ટીફીકેટ મેળવી શકશે નહીં.
આ સર્ટિફિકેટ માટે યાત્રાળુઓના પાસપોર્ટ ફોટા આધાર કાર્ડની ઝેરોક્ષ તેમજ અસલીની જરૂર પડે છે. જે વ્યક્તિઓને બાયપાસ સર્જરી કરાવેલી હોય અથવા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હોય. આ સાથે સાથે જે મહિલાઓ .ગ.ર્ભ.વ.તી હોય તેવા લોકોને પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી.
બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રાના કારણે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ રહેલો છે. કારણકે બે વર્ષ પછી બાબા બર્ફાનીના દર્શન કરવા મળશે. અમરનાથની યાત્રા કુલ 45 કિલોમીટરની છે. આ અંતર નીચે થી ઉપર સુધી ચાલીને કાપવામાં આવતું હોઈ છે. આ ટ્રેકિંગ માટે કુલ 4 દિવસનો સમય લાગે છે. તેમજ અમરનાથની કુલ ઊંચાઈ 3882 મીટર છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]