Breaking News

ખેતર પાસે રમતી 2 વર્ષની બાળકી સાથે રમતા રમતા થયું એવું કે દીકરીનો ચેહરો જોવા પણ પરિવાર ન પામ્યો..!

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે તેઓ રમત રમતમાં શું કરી બેસે છે. તેનો નક્કી હોતું નથી. તેઓની રમત કેટલીક વખત મા-બાપને ખૂબ જ ભારે પડતી હોય છે. અને ઘણી વખત નાના બાળકો સાથે આ જાણતા જ એવો બનાવ બનતો હોય છે કે, જેમાં તેમના મૃત્યુ પણ થતા હોય છે..

થોડાદિવસ પહેલા જ એક બાળકી ચુંબક ગળી જવાને કારણે શ્વાસ ગૂંચાયો હતો. અને માં-બાપની નજર સામે જ જોતજોતામાં તો તેનું મૃત્યુ થયું હતું. અને એ બનાવ બાદ ગુજરાતના વલસાડમાં બેટરીનો સેલ સહિતનું રમકડું ગળી જવાને કારણે એક બાળકીનું મોત થયું હતું અને હવે વધુ એક બનાવ ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવ્યો છે.

કુરાવલી વિસ્તારના ખિરના પાસે કાલા ગામ આવેલું છે. આ ગામમાં શ્યામપાલ નામનો વ્યક્તિ તેના પરિવાર જનો સાથે રેહતો હતો. પરિવારમાં માં-બાપની સાથે તેની પત્ની અને 2 વર્ષની દીકરી જહાનવીનો સમાવેશ થતો હતો. તેઓ ખેતર પાસેના વિસ્તારમાં રેહતા હતા અને ખેતી કામ કરીને જ પરિવાર જીવન ગુજારતો હતો.

રોજ રોજ પરિવાર સવારના સમયથી ખેતીમાં કામ કરવા માટે જતો રેહતો હતો. પરિવાર તેની નાનકડી દીકરીને પણ ખેતરે લઈ જતો હતો. પરિવાર મજુરી કામ કરતો હતો. જયારે 2 વર્ષની આ દીકરી હિંચકે હિચંકતી હતી. એક દિવસ પરિવાર ખેતરમાં દુર ખેતી કરતો હતો અને તેની બાળકી ઓરડી પાસે રમી રહી હતી..

રમતા રમતા તેના હાથમાં એક બોટલ આવી હતી. આ બોટલ જંતુનાશક દવાની હતી. બાળકીએ આ બોટલને ફેંકી ફેંકીને ઢાંકણું ખોલી નાખ્યું હતું. ઢાંકણું ઢીલું બંધ હશે એટલે જલ્દી જ ઢાંકણું ખુલ્લી ગયું અને બાળકીએ ઢાંકણું મોઢામાં નાખી દીધું હતું. આ ઢાંકણા સાથે જંતુનાશક દવાઓ ચોંટેલી હોવાથી અ દવા તેના મોઢામાં ગઈ ગતી.

જોત જોતામાં તો બાળકીનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તે જોર જોરથી રડવા પણ લાગી હતી. રડવાનો અવાજ સાંભળીને તેના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા અને જોયું તો તેમની દીકરીના મોઢામાંથી સફેદ ફીણ નીકળવા લાગ્યા અને તેની પાસે એક દવાનું ઢાંકણું પડ્યું હતું. આ જોઈને જ પરિવાર સમજી ગયો કે તેમની દીકરીએ દવાનું ઢાંકણું મોઢામાં નાખી દીધું છે..

જેના કારણે તેના પેટમાં ગરબડ થઈ છે. પરિવાર તાત્કાલિક તેને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. પરતું ત્યાં તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે તેમની વ્હાલસોયી દીકરીનું મોત થયું છે. તેની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. આ શબ્દો સાંભળતા જ પરિવાર ખુબ જ હેબતાઈ ગયો હતો.

દીકરીની અંતિમ પળો વખતે પરિવાર તેનો ચેહરો જોવા પણ પામ્યો ન હતો. આવું કરુણ મોત જોઈને હોસ્પિટલમાં પણ સૌ કોઈ લોકોના રુવાડા એકાએક બેઠા થઈ ગયા હતા. જ્યારે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો છે. પરંતુ આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન બની ગયો છે. કારણ કે જે માતા-પિતા તેમના બાળકોને એકલા રમતા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય..

તેવા મા બાપે આ કિસ્સો જરૂર વાંચવો જોઈએ. કારણકે બાળકો ખૂબ જ અણસમજુ હોય છે. અને કઈ વસ્તુ સાથે રમવું જોઈએ તેમજ કઈ ચીજો મોઢામાં ન નાખવી જોઈએ તેઓને કોઈ પણ ખ્યાલ રહેતો નથી. જ્યારે બાળક નાનો હોય ત્યારે ઘરના કોઈ એક સભ્યોને હંમેશા તેની સેવામાં લાગી જવું પડતું હોય છે. તેમજ તેની ખૂબ જ કાળજી રાખવી પડે છે. આ બાબતને લઈને રાજ્યના દરેક માતા-પિતાએ ધ્યાન દોરવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *