Breaking News

2 વીઘા જમીન હડપવા મોટા ભાઈએ નાના ભાઈને મારીને પેટ્રોલ નાખી સળગાવી દીધો, ગામના લોકો જોતા જ રહી ગયા.!

જ્યારે માં-બાપના શરીર કામ કરતા બંધ થઈ જાય છે ત્યારે તેઓએ ભેગી કરેલી તમામ સંપતીઓ સરખે ભાગે તેમના દીકરા કે દીકરીઓને વહેચણી કરીને તેઓ નિવૃત્તિ લઈને ભગવાનનું નામ લેતા હોઈ છે. પરતું સંપતી વધુ મેળવવાની લાલચમાં સગા ભાઈઓ જ બાખડી પડ્યા છે. અને આ વખતે તો મામલો ખુબ જ આગળ વધી ગયો છે.

આ બનાવ ઉત્તર પ્રદેશના બુલંદશહરનો છે. જ્યાં એક ગામડાંમાં મોટા ભાઈએ ન કરવાના કાંડ કરી નાખ્યા છે. જેના કારણે સમગ્ર પરિવારને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ગામના સંજય પાલ નિવૃત થતા તેઓએ તેમની જમીનની વહેચણી તેમના બંને પુત્રને કરી દીધી હતી.

મોટા દીકરાને વધુ જમીન મેળવવાની લાલછા હતી. એટલે તેણે તેના નાના ભાઈ પાસેથી જમીન હડપવાની કોશિશ કરી હતી. પરતું નાના ભાઈએ ખોટી રીતે હેરાનગતી ન પહોચાડવાનું કહ્યું હતું. પરતું મોટો ભાઈ તેની પત્ની અને તેના દીકરા દીકરીઓ પણ આ જમીનને હડપવા માટે આવી પહોચતા હતા અને વાત મારામારી સુધી પણ પહોચી જતી હતી.

આ 2 વીઘા જમીનની કિંમત 70 લાખ રૂપિયા છે. જે ખુબ જ કિંમતી અને મોકાની જગ્યા છે. હાઈવેની બાજુમાં 2 વીઘા જમીન છે, જેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે. તેને હડપવા માટે મોટા ભાઈએ તેની પત્ની અને પુત્ર સાથે મળીને તેના જ ભાઈનું ગળું દબાવીને પતાવી દિધો હતો.

આ બનાવ બાદ સૌ કોઈ ચોંકી ગયા છે કે આખરે કોઈ ભાઈ પોતાના જ સગા ભાઈને કેવી રીતે મારી શકે..? શું તેને એકપણ વાર તેન ભાઈનો વિચાર નહી આવ્યો હોઈ કે આખરે હું કોનો જીવ લેવા જઈ રહયો છું. નાના ભાઈને પતાવી દીધા બાદ તેઓએ ઘરમાં જ પેટ્રોલ નાખીને આ મૃતદેહને ત્યાંને ત્યાં જ સળગાવી દીધો હતો..

અને ત્યારબાદ તેને નજીકના એક ખેતરમાં ફેંકી દીધો હતો. જ્યારે પોલીસને માહિતી મળી ત્યારે પોલીસે અડધી બળેલી લાશ મળી આવી હતી. જે બાદ ગામના લોકોએ લાશની ઓળખ સંજય પાલના પુત્ર બુધી પાલ તરીકે કરી હતી. અને ત્યારબાદ પોલીસે પંચાયત નામની કાર્યવાહી કરીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

રિપોર્ટના આધારે તે મૃતદેહ 3 થી 4 દિવસ જૂનો હોવાનું જણાવાયું હતું. પરંતુ પરિવારના સભ્યોએ એક દિવસ પહેલા ગુમ થયાની જાણ કરી હતી, જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. પોલીસે પરિવારજનોની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપી મોટો ભાઈ, ભાભી, ભત્રીજાએ જણાવ્યું કે 70 લાખ રૂપિયાની જમીન હડપ કરવા માટે તેનું ગળું દબાવીને પતાવી દીધો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *