2 વર્ષનો દીકરો એકલો તળાવે રમવા જતા અચાનક પાણીમાં પડી ગયો બાદમાં પરિવારે શોધતાં મળ્યો એવી હાલતમાં કે, જોતા જ ગામના લોકોના હૃદય કંપી ગયા..!!

નાના બાળકો સાથે અચાનક એવા કિસ્સાઓ બની રહ્યા છે, જેના કારણે બાળકો પોતાના માતા-પિતાથી દૂર થઈ જાય છે. માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જેમાં માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકે પોતાની સાથે જીવલેણ ઘટના ઘડી નાખી હતી.

આ ઘટના હાપુડના બાબુગઢ વિસ્તારના શેખપુર ગામમાં રહેતા પરિવારમાં બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનું માસુમ બાળક રહેતું હતું. બાળકનું નામ કુંજ હતું. કુંજની ઉંમર 2 વર્ષની હતી. કુંજના પિતા પ્રશાંત શર્મા શેખપુર ગામના રહેવાસી છે અને તેમની માતા નીતુ શર્મા કુંજને ખૂબ જ વહાલ કરતી હતી.

કુંજ માતા-પિતા સાથે રહેતો હતો. પ્રશાંત શર્માનું ઘર ગામમાં બનાવવામાં આવેલા તળાવ પાસે છે. જેના કારણે કુંજ અવારનવાર તળાવ પાસે મિત્રોની સાથે રમવા જતો હતો. ગામને આ મોટા બાળકો કુંજને હાથ પકડીને તેમની સાથે તળાવે રમવા માટે લઈ જતા હતા. માતા અવારનવાર ગામના બીજા દીકરાઓને કુંજનું ધ્યાન રાખવા માટે ભલામણ કરતી હતી.

અને માતા પણ કુંજ તળાવે રમવા જાય ત્યારે પોતાના ઘરેથી કુંજ પર ધ્યાન રાખતી હતી પરંતુ એક દિવસ માતા નીતુ શર્મા તેમના ઘરે કામ કરી રહી હતી અને કુંજ તેમની માતાને જણાવ્યા વગર બીજા બાળકોને તળાવ પાસે રમતા જોઈને તળાવએ પહોંચી ગયો હતો. તે તળાવના કિનારે રમી રહ્યો હતો અને અચાનક જ રમતા રમતા કુંજ તળાવમાં પડી ગયો હતો.

આસપાસના રમતા બાળકોનું પણ ધ્યાન રહ્યું નહીં ત્યારબાદ માતાને ઘણા સમય સુધી કુંજનો અવાજ ન આવતા તે ઘરની બહાર આવી હતી અને તેણે કુંજને શોધ્યો હતો. તળાવે રમતા બાળકોને પણ તેમણે કુંજ વિશે પૂછ્યું હતું પરંતુ કુંજ કોઈપણ જગ્યાએથી મળ્યો નહીં. ત્યારબાદ માતાએ તરત જ કુંજના પિતા પ્રશાંત ભાઈને આ ઘટનાની જાણ કરી હતી.

પ્રશાંતભાઈ તરત જ ઘરે આવ્યા અને કુંજને ગામમાં દરેક જગ્યાએ શોધવામાં આવ્યો હતો પરંતુ કુંજ મળ્યો નહીં ત્યારબાદ ઘણો સમય થઈ જતા કુંજનો મૃતદેહ તળાવમાં તરતો ઉપર આવ્યો હતો. જેના કારણે ગામના લોકોએ આ મૃતદેહને જોયો હતો. તરત જ કુંજના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી.

પરિવારના લોકો તળાવના કિનારે પહોંચ્યા અને જોયું તો તેમના દીકરા કુંજનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ થઈ ગયું હતું. ઘટના સ્થળે ગામના ઘણા બધા લોકો પહોંચી ગયા હતા. ગામમાં આ વાતની જાણ થતા લોકો તળાવે આવી પહોંચ્યા હતા અને હજુ આગળ કોઈપણ બાળકો સાથે આવી ઘટના ન સર્જાય તે માટે તળાવની વાડ કરવા માટે ગામના લોકોએ માંગણી કરી હતી.

કુંજના મૃત્યુને કારણે તેમની માતા ખૂબ જ રડી રહી હતી. માત્ર પરિવારના એકના એક દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં. માતા રડી રડીને પોતાનું ભાન ભુલાવી બેઠી હતી. અવારનવાર આવા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. બાળકોનું ધ્યાન રમવામાં હોય છે. જેના કારણે તેઓ સાચું ખોટાનું જાણી શકતા નથી અને પોતાની સાથે આવી જીવલેણ ઘટનાઓ સર્જી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment