Breaking News

ચોથા માળની બારીમાં બેસીને કાર્ટુન જોઈ રહેલો 2 વર્ષનો બાળક નીચે પડ્યો – વિડીયો જોઈને ચોંકી જશો..!

આજના મોર્ડન યુગમાં બાળકોના મગજ પર ડીજીટલ યુગનું ભૂત સવાર થતું જાય છે. બાળકો અને મોબાઈલ વચ્ચે એવા ગાઢ સબંધો થઈ ગયા છે કે જે તોડવા માટે વાલીને ભારે મેહનત કરવી પડે છે. જો બાળકોને મોબાઈલ ન આપો તો એ ધમપછાડા કરવા લાગે છે. તેથી તેઓને ગેમ રમવા માટે મોબાઈલ દેવો જ પડે છે. પરતું ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે તે સૌ કોઈની આંખ ઉઘાડી નાખતી હોઈ છે…

સુરતમાં એક એવી જ ઘટના બની છે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો. સુરતના લિંબાયત ઝોનમાં પ્રતાપ નગર ખાતે એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે એક પરિવાર રહેતો હતો. તેના બાળકને મોબાઇલમાં કાર્ટૂન જોવાના તેમજ ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. જોકે આજકાલ દરેક બાળકને મોબાઇલમાં કાર્ટૂન જોવાના શોખ ઊંડાણ પૂર્વક રહેલા હોય છે.

આ બાળક તેના ઘરની બારમાં બેસીને કાર્ટુન જોતો હતો. બાળકને તેની મમ્મીએ બારી પાસે બેસાડીને મોબાઇલમાં કાર્ટૂન ઓપન કરી દીધા હતી. તેથી બાળક કાર્ટુન જોયા કરે અને માતા ત્યારબાદ બાથરૂમમાં ચાલી ગઇ હતી. આ માસૂમ બાળક તેની પાસે રહેલી બારી ને કોઈક કારણસર ખોલી નાખી હતી. બારી અંદાજે સ્લાઇડર હશે તો જ તે ખુલ્લી હશે. બારી ખૂલી જતાં બાળક ચોથા માળેથી નીચે પટકાયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બાળક નીચે પટકાતા જ આજુબાજુના લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાળક નીચે પડતાં જ ત્યાં એક ભાઈ આવીને તે બાળકને ઊંચકી લે છે પરંતુ ત્યાં તો બાળકે જીવ ગુમાવી દીધો હતો. બે વર્ષના બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તે પેહલા જ મૃત્યુ પામી ગયો હતો.

બાળકના પિતા નું નામ વસીમ અંસારી છે. જેઓ મૂળ બિહારના છે પરંતુ રહે છે લિંબાયત પ્રતાપનગર વિસ્તારમાં. વસીમ અન્સારી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતો હતો. પરિવારમાં વસીમ, તેની પત્ની અને એક બે વર્ષના પુત્ર નો સમાવેશ થતો હતો.આ ઘટના જે દિવસે બની તે દિવસે વસીમ નોકરીએ ગયો હતો.

અને તેની પત્ની તેમજ પુત્ર ઘરે એકલા હતા આ બનાવ સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. માતા જેવી બાથરૂમમાંથી આવી અને પુત્રને નીચે પટકાયો હોવાની ખબર મળી તો માતા હેબતાઈ ગઈ હતી.

સીસીટીવીની આ ફૂટેજ જોઈને તમને પણ એમ થશે કે ખરેખર મોબાઈલ એ બાળકના મગજ ઉપર મોટો બોજ ઉભો કરી દીધો છે. કારણ કે આજના સમયમાં સવારમાં જાગો ત્યારથી લઈને સાંજે સુવો ત્યાં સુધી મોબાઇલના સાથ જરૂરી થઇ ગયો છે. આજકાલ તો બાળકો મોબાઇલમાં કાર્ટુન ગેમ રમ્યા સિવાય ભોજન પણ આરોગતા નથી ખરેખર આ ટેવ એક કુટેવ બનીને ઉભી થાય છે.

આથી જેમ બને તેમ બાળકોને ઓછો મોબાઈલ રમવા દેવા માટે આપવો જોઈએ. તેમજ તેઓને પહેલેથી જ મોબાઇલ ન વાપરવાની સલાહ આપતી રહેવી જોઈએ જેથી કરીને બાળક ક્યારેય જીદ ન કરે. સુરતમાં આ ઘટના બન્યા બાદ વાલીઓ માટે શિખામણ રૂપ કિસ્સો સામે આવ્યા છે. વાલીઓએ ક્યારેય પોતાના માસૂમ બાળકોને એકાંતમાં ન બેસાડવા જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *